એન્ડ્રોઇડ લોલીપોપ, 8MP કેમેરા સાથે માઇક્રોમેક્સે લોન્ચ કર્યો Canvas સ્પાર્ક

Lollipop Android, 8MP camera Micromax launches Spark Canvas

માઇક્રોમેક્સ કંપનીએ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમીના પોપ્યુલર સ્માર્ટફોન રેડમી 2ને ટક્કર આપવા માટે ભારતીય બજારમાં પોતાની ફ્લેગશિપ હેઠળ એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ગુડગાવમાં યોજાયેલ એક ઇવેન્ટમાં માઇક્રોમેક્સે આ સ્માર્ટફોનને લોન્ચ કર્યો હતો. આ ઇવેન્ટમાં માઇક્રોમેક્સના સીઇઓ વિનીત તનેજા પણ હાજર રહ્યા હતા.

કિંમત અને ઉપલબ્ધતા –

માઇક્રોમેક્સ કેનવાસ સ્પાર્કની કિંમત કંપનીએ રૂ. 4,999 રાખી છે. આ ફોનની પહેલી ફ્લેશ સેલ 29 એપ્રિલે શરૂ થશે. સેલના રજિસ્ટ્રેશન માટે 22 એપ્રિલે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. માઇક્રોમેક્સનો આ લો બજેટ સ્માર્ટફોન એક્સક્લુસિવલી સ્નેપડીપ પર વેચાણ માટે ઉપલબ્ધ હશે.

કયા સ્માર્ટફોન્સ સાથે કરશે ટક્કર –

માઇક્રોમેક્સના આ લો બજેટ સ્માર્ટફોન કેનવાસ સ્પાર્કને ભારતીય બજારમાં શ્યાઓમીના રેડમી 2 અને મોટોરોલાના નવા મોટો E(સેકન્ડ જનરેશન ) સામે સીધી ટક્કર મળી શકે છે.

Lollipop Android, 8MP camera Micromax launches Spark Canvas

શુ છે ખાસિયત –

* માઇક્રોમેક્સ કેનવાસ સ્પાર્કમાં એન્ડ્રોઇડ લોલીપોપ5.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
* જેવી રીતે મોંઘા સ્માર્ટફોન્સમાં સ્ક્રિન પ્રોટક્શન આપવામાં આવે છે તેવી જ રીતે આ સ્માર્ટફોનમાં પણ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટક્શન આપવામાં આવ્યુ છે.
* ફોનમાં 8 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે.

ડ્યુઅલ સિમ મેમરી વાળા કેનવાસ સ્પાર્કમાં મેમરી કાર્ડની મદદથી 32 GB સુધી મેમરી વધારી શકાય છે. ફોનમાં 2000 mAh પાવરની બેટરી આપવામાં આવી છે. જોકે ટોકટાઇમ અને સ્ટેન્ડબાય ટાઇમ વિશે કંપનીએ હજી સુધી કોઇ જાણકારી નથી આપી. ફોનમાં 4.7 ઇંચની સ્ક્રિન આપવામાં આવી છે. જો કે સ્ક્રિન ક્વોલિટી મામલે યુઝર્સે નિરાશ થવુ પડશે. આ qHD સ્ક્રિન(HD થી અડધી સ્ક્રિન ક્વોલિટી) જેમાં 960×540 પિક્સલનુ રિઝોલ્યુશન મળે છે.

Lollipop Android, 8MP camera Micromax launches Spark Canvas
ફોનમાં 1.3 GHz નુ ક્વાડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યુ છે સાથે સાથે 1 GB રેમ પણ આપવામાં આવી છે. કેમેરા ક્વોલિટીની વાત કરીએ તો 8 મેગાપિક્સલ રિયર કેમેરો સાથે 2 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. કંપનીએ આ ફોનમાં 8GB ઇન્ટર્નલ મેમરી આપી છે. સાથે સાથે કેનવાસ સ્પાર્કમાં હોટસ્ટાર, ન્યુઝ હંન્ટ, સાવન, સ્નેપડિલ, Paytm, ક્વિકર જેવી એપ્સ પ્રિ ઇંસ્ટેલ્ડ આવશે. માઇક્રોમેક્સ કેનવાસ સ્પાર્કની ખરીદી પર વોડાફોન યુઝર્સને બે મહિના સુધી 500 MB 3G ડેટા ફ્રિ મળશે.

કનેક્ટિવિટી વિશે વાત કરીએ તો માઇક્રોમેક્સ કેનવાસ સ્પાર્કમાં 3G બેન્ડ્સ આપવામાં આવ્યુ છએ. 4G ટેક્નલોજી પસંદ કરતા યુઝર્સને આ ફોન નિરાશ કરી શકે છે. તમને જણાવી દઇએ કે દેશના દરેક શહેરોમાં હજી 4G સુવિધા ઉપલબ્ધ નથી જેથી યુઝર્સ માટે 3G ઓપ્શન બેસ્ટ સાબિત થઇ શખે છે.

ઇવેન્ટ દરમિયાન સ્નેપડિલના કો-ફાઉન્ડર અને સીઇઓ કુનાલ બેહલે જણાવ્યુ હતુ કે આ સ્માર્ટફોનના લોન્ચિંગથી સ્નેપડિલને સારો રિસ્પોન્સ મળી શકે તેવી આશા છે. આ દરમિયાન માઇક્રોમેક્સના સીઇઓ વિનીત તનેજાએ જણાવ્યુ હતુ કે કંપની આવા પ્રકારના ઇનોવેશન ભવિષ્યમાં પણ કરતી રહેશે જે યુઝર્સના બજેટ અને તેની જરૂરીયાનોનો ખ્યાલ રાખશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,187 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 9