સૌથી મોંઘો સ્માર્ટફોન

એક સારો સ્માર્ટફોન બજારમાં રૂપિયા 15ની અંદર મળી રહે છે. જેમાં કેમેરા, પ્રોસેસર, રેમ, સ્ક્રિન ઉપરાંત તમારી જરૂરિયાતના તમામ ફિચર્સ મળી રહે છે. સૌથી સારી વાત તો એ છે કે આ લો બજેટ સ્માર્ટફોન્સ દરેક બ્રાન્ડ્સમાં ઉપલબ્ધ છે. આ વાત હતી લો બજેટ સ્માર્ટફોન્સની પરંતુ જો આપડે કેટલાસ એવા સ્માર્ટફોન્સ કે ગેજેટ્સ ની વાત કરીએ તો જેની કિંમત તમારી વિચાર શક્તિ કરતા પણ વધારે છે. આ મોંઘા ગેજેટ્સ સામાન્ય માણસથી ખરીદવા અશક્ય છે. જો કે કેટલાક ખાસ લોકો પણ આ ગેજેટ્સ ખરીદતા પહેલા કેટલીય વખત વિચાર કરે છે. અહિયા જાણવાજેવું.કોમ તમને કેટલાક એવા ટોપ 10 ગેજેટ્સ વિશે જણાવી રહ્યુ છે જેની કિંમત આંકવી પણ મુશ્કેલ છે. સાથે સાથે તે દુનિયાના સૌથી મોંઘા ગેજેટ્સ છે.

iPhone 5 Black Diamond

A smartphone is worth Rs 95 crore, has been in the car 41BMW

કિંમત :- 15 મિલિયન ડોલર(લગભગ 95 કરોડ રૂપિયા)

એપલ કંપનીએ આ આઇફોન5માં સોનાના કવર પર હીરા(ડાયમંડ) જડ્યા છે. બ્લેક મોડલમાં આવતો આ સ્માર્ટફોન આમતો એપલ આઇફોન 5ના જે ફિચર્સ સાછે આવે છે પરંતુ ફોનની સોના અને હીરાથી મઢેલી બોડીના કારણે તેની કિંમત કરોડોમાં બોલાય છે.
આ કારણ થી છે આટલો મોંઘો:

  1. 135 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ
  2. 600 વ્હાઇટ ડાયમંડ
  3. એપલના લોગોમાં 53 રત્ન

ફોનની સ્ક્રિનમાં નીલમનો ઉપયોગ

એપના આ ફોનની ખાસ વાત એ છે કે તેની આખી ડિઝાઇન હાથથી કરવામાં આવે છે. કંપનીને એક ફોન બનાવતા અને તેમાં હિરા ફિટ કરતા લગભગ બે મહિના જેટલો સમય લાગે છે. ફોનને સોનાની બોડીથી ડિઝાઇન કરવા માટે સૌ પ્રથમ હ્યુઝ આઇફોનની ચેચિસને બદલીને તેને સોનાની બનાવે છે. ત્યાર બાદ તેમાં મોંઘા હિરા જડે છે. હિરાને સોલિટેયર પણ કરે છે. આ ફોનને સ્ટુઅર્ટ હ્યુઝ આઇફોન 5 નામ આપવામાં આવ્યુ છે.

સ્માર્ટફોનની કિંમતને આવી રીતે સમજો :

BMW નુ લેટેસ્ટ મોડલ i8 કારની કિંમત 2 કરોડ 30 લાખ રૂપિયા છે. એટલે કે એપલના આ સ્માર્ટફોનની કિંમતમાં 41 BMW i8 ખરીદી શકાય છે.

iPad 2 Gold History Edition

A smartphone is worth Rs 95 crore, has been in the car 41BMW

કિંમત :-7.8 મિલિયમ ડોલર (લગભગ 49 કરોડ રૂપિયા)

એપલના આ આઇપેડને દુનિયાનુ સૌથી મોંઘુ ગેજેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. કંપનીએ તેમાં ડાયનાસોરના હાડકા, હીરા, સોનુ અને બીજા કેટલાય કિંમતી રત્નોની મદદતી ડિઝાઇન કર્યો છે. આઇપેડ 2ના આ નવા અવતારને ‘આઇપેડ 2 ગોલ્ડ હિસ્ટ્રી એડિશન ‘ નામ આપવામાં આવ્યુ છે. આ દુનિયાનુ સૌથી મોંઘુ ટેબલેટ પીસી છે. તેનો પાછળનો ભાગ 24 કેરેટ ગોલ્ડથી બનાવવામાં આવ્યો છે. જેમાં લગભગ 2 કિલોગ્રામ જેટલા સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે એપલના લોગોમાં 12.5 કેરેટના 53 અતિ કિંમત હિરા જડવામાં આવ્યા છે. જ્યારે હોમ (Home) બટને 8.5 કેરેટના હિરાથી ડિઝાઇન કરવામાં આવ્યુ છે.

Hart Audio D&W Aural Pleasure Loudspeakers

A smartphone is worth Rs 95 crore, has been in the car 41BMW

કિંમત :- 4.7 મિલિયન ડોલર (લગભગ 29 કરોડ રૂપિયા)

દુનિયાના સૌથી મોંઘા સ્પીકરને બનાવવાનુ કામ Hart Audio કંપનીએ કર્યુ છે. કંપનીએ D&W Aural Pleasure લાઉડ સ્પીકર્સને વર્ષ 2012 માં ડિઝાઇન કર્યા હતા. આ સ્પીકર્સને 18 કેરેટ ગોલ્ડની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે. આ એક માત્ર સ્પીકર્સની જોડી છે. જો કે કંપનીએ ચાંદીના આવા પાંચ મોડલ પણ ડિઝાઇન કર્યા છે જેની કિંમત 2 કરોડ રૂપિયાથી વધારે છે. એવીજ રીતે કંપનીએ તાંબાના સ્પીકર્સ પણ ડિઝાઇન કર્યા છે જેની કિંમત કંપનીએ 40 લાખ રૂપિયાથી વધારે રાખી છે.

Camael Diamonds iPad

A smartphone is worth Rs 95 crore, has been in the car 41BMW

કિંમત :-1.2 મિલિયન ડોલર (લગભગ 11 કરોડ રૂપિયા)

એપલનુ આ ડિવાઇસ પણ કરોડો રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે. કંપનીએ તેને Camael ડાયમંડ્સ આઇપેડમાં 18 કરેટ ગોલ્ડ અને 300 કેરેટ ડાયમંડ્સની મદદથી બેક સાઇડને ડિઝાઇન કરી છે. સાથે સાથે આઇપેડના હોમ (Home) બટન અને પાછળની બાજુમાં એપલના લોગોને બ્લેક ડાયમંડથી ડિઝાઇન કર્યા છે. આ ડિવાઇસનુ વજન લગભગ 1 કિલોગ્રામ જેટલુ છે.

Macbook Air Supreme Platinum Edition

A smartphone is worth Rs 95 crore, has been in the car 41BMW

કિંમત :-5 લાખ ડોલર (લગભગ 3 કરોડ રૂપિયા)

એપલનુ આ મેકબુક ખાસ છે. 24 કેરેટ ગોલ્ડમાંથી બનેલા આ ડિવાઇસમાં 25.5 કેરેટ ડાયમંડ અને 53 સ્પાકલિંગ જેમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે ડિવાઇસમાં પ્લેટિનમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છએ. આ મેકબુકનુ વજન લગભ7 કિલોગ્રામ જેટલુ છે. દુનિયાભરમાં આવા ફક્ત 5 મોડલ ઉપલબ્ધ છે.

Nintendo Wii Supreme

A smartphone is worth Rs 95 crore, has been in the car 41BMW

કિંમત :- 4 લાખ 97 હજાર ડોલર (લગભગ 3 કરોડ રૂપિયા)

નિંટેડો Wii સુપ્રિમ એક ગેમિંગ કંન્સોલ છે. જો કે તેની કિંમત 3 કરોડ રૂપિયાથી પણ વધારે હતી, હાલમાં કંપનીએ આ ડિવાઇસની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ ડિવાઇસને ડિઝાઇન કરવા માટે 2.5 કિલોગ્રામ 22 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનુ ફ્રંટ સાઇડમાં આવેલુ બટન 78×0.25 કેરેટ ડાયમંડ્સમાંથી બનાવેલુ છે. આ ડિવાઇસને તૈયાર કરવામાં લગભગ 6 મહિના જેટલા સમય લાગ્યો હતો.

Sony PlayStation 3 Supreme

A smartphone is worth Rs 95 crore, has been in the car 41BMW

કિંમત :- 3 લાખ 31 હજાર ડોલર (લગભગ 2 કરોડ રૂપિયા)

સોની પણ મોંઘા ડિવાઇસ બનાવતી કંપનીઓમાં શામેલ છે. સોનીએ પ્લેસ્ટેશન 3 (PSP) 2 બનાવ્યુ છે જેની કિંમત બે કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. જેને બનાવવા માટે 1.6 કિલોગ્રામ ૨૨ કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે 22 કેરેટ વાળા કુલ 58 ડાયમંડ્સ ચોટાડવામાં આવ્યા છે. સાથે સાથે ડિસ્ક લોડિંગ માટે 26 કેરેટ ગોલ્ડનુ લેયર આપવામાં આવ્યુ છે.

Steinway Lyngdorf Model LS Concert Speakers

A smartphone is worth Rs 95 crore, has been in the car 41BMW

કિંમત :-2 લાખ 50 હજાર ડોલર (લગભગ 1 કરોડ 58 લાખ રૂપિયા)

આ સ્પીકર્સ દુનિયાના સૌથી મોંઘા સ્પીકર્સની યાદીમાં શામેલ છે. કંપનીએ આ સ્પીકર્સને બનાવવા માટે 24 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કર્યો છે. આ સ્પીકર્સની લંબાઇ 8 ફિટ અને પહોડાઇ 16 ઇંચ છે. આ સ્પીકર્સની પિયાનો જેવા જિઝાઇન કરવામાં આવ્યા છે સાથે સાથે હાઇ સાઉન્ડ આઉટપુટ આપે છે.

Diamond BlackBerry Amosu Curva

A smartphone is worth Rs 95 crore, has been in the car 41BMW

કિંમત :-2 લાખ 40 હજાર ડોલર (લગભગ 1 કરોડ 52 લાખ રૂપિયા)

બ્લેકબેરીના આ સ્માર્ટફોનનુ નામ Amosu Curva છે. આ ફોનના ફ્રંટ અને બેકમાં 28 કેરેટના કુલ 4,459 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે તેની બોડીને બનાવવા માટે 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ આ મોડલમાં આવા ત્રણ ફોન જ બનાવ્યા છે. એક ફોન બનાવા માટે કંપનીને 350 કલાક લાગ્યા હતા એટલે કે લગભગ 15 દિવસ જેટલો સમય લાગ્યો હતો.

Gold iPad Supreme

A smartphone is worth Rs 95 crore, has been in the car 41BMW

કિંમત :-1 લાખ 90 હજાર ડોલર (લગભગ 1 કરોડ 20 લાખ રૂપિયા)

એપલ દ્વારા ગોલ્ડ આઇપેડ સુપ્રિમને ડિઝાઇન કરવામાં આવ્યુ છે. કંપનીએ આવા 10 યુનિડ ડિઝાઇન કર્યા છે. આ ડિવાઇસને બનાવવા માટે 22 કેરેટ ગોલ્ડના સિંગલ પીસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનુ કુલ વજન 2.1 કિલોગ્રામ છે. સાથે સાથે તેમાં 25 કેરેટ ગોલ્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ડિવાઇસમાં એપલના લોગોને 22 કેરેટ ના 53 ડાયમંડથી બનાવવામાં આવ્યો છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,945 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 9