વિશ્વ ના સૌથી unlucky વય્ક્તિ વિષે જાણો

At one time this was also the owner of Apple, is now the world's largest man unlucky

એક ખોટો નિર્ણય જીંદગીને બદલી નાખે છે. કાઇંક એવુ જ બન્યુ હતુ દુનિયાની સૌથી મોટી કંપનીના માલિક સાથે. એપલ દુનિયાની સૌથી મોટી ટેક્નિકલ કંપની છે. શરૂઆતના સમયમાં કંપનીએ કેટલાય ઉતાર-ચડાવ જોયા છે. જો તમને પુછવામાં આવે કે એપલના કેટલા ફાઉન્ડર હતા તો કદાચ તમારો જવાબ હશે બે, પરંતુ ઘણા ઓછા લોકો એપલના ત્રીજા ફાઉન્ડર વિશે જાણે છે. એ વ્યક્તિનુ નામ છે. ‘રોન વેન’ (Ron Wayne)। રોન વેન આજે 81 વર્ષના થઇ ચુક્યા છે. પરંતુ તે દુનિયાના સૌથી બદકિસ્મત વ્યક્તિઓમાં ગણવામાં આવે છે.

Janvajevu.com એપલ કંપનીના એ માલિક વિશે જણાવી રહ્યુ છે જે દુનિયાનો સૌથી ખરાબ નસીબ વાળો વ્યક્તિ માનવામાં આવે છે. જો કે એપલની સફળતા પાછળ તે વ્યક્તિનો બહુ મોટો હાથ છે.

એપલ કંપનીની શરૂઆત 1 એપ્રિલ 1976માં થઇ હતી. કંપનીને શરૂ કરવામાં સ્ટીવ જોબ્સ, વોજનિએક અને રોનાલ્ડ વેન હતા. રોનાલેડ વેન તે સમયે કંપનીના સૌથી અનુભવી વ્યક્તિ હતા. 42 વર્ષિય રોને એપલનો પહેલો લોગો ડિઝાઇન કર્યો હતો. સાથે સાથે એપલ કંપનીની પાર્ટનરશિપ એગ્રીમેન્ટ પણ રોનીએ બનાવડાવ્યો હતો. એક રીતે જોવા જઇએ તો કંપનીના પાયામાં રોનની મહત્વની ભુમિકા રહી છે. પરંતુ કાઇંક એવુ બન્યુ કે તેમણે 800 ડોલરમાં પોતાના શેયર વેચી કંપની છોડી દીધી.

At one time this was also the owner of Apple, is now the world's largest man unlucky

રોન, બોબ્સ અને વોજનિએક એક સાથે Atari સોફ્ટવેરમાં કામ કરતા હતા. ત્રણેયે સાથે મળીને એપલની સ્થાપના કરી હતી. સૌથી ચોકાવનારી વાત એ હતી કે રોને કંપનીએ ફક્ત 12 દિવસમાં જ છોડી દીધી હતી અને પોતાના શેયર 800 ડોલરમાં વેચી દીધા હતા. જો તેમણે એવુ ના કર્યુ હોતતો હાલમાં કંપનીમાં લગભગ 35 મિલિયન ડોલર્સ હોત. રેન વેનને સૌથી બદકિસ્મત વ્યક્તિ કહેવામાં આવે છે. એક ઇન્ટર્વ્યુમાં રોને સ્ટીવ જોબ્સ વિશે કાંઇક એવી વાત કરી હતી જેના કારણે તેમને કંપની છોડવાનો વારો આવ્યો હતો.

રોન પ્રમાણે કંપની છોડવાનો નિર્ણય ખુદનો હતો. તેમને જોબ્સ સાથે કામ કરવામાં મુશ્કેલી આવી રહી હતી. ભલે જોબ્સ લોકો સામે એક સારા સ્પીકર તરીકે ઉભરી આવ્યા હતા પરંતુ અસલિયતમાં તે એક જીદ્દી અને જોડ-તોડમાં માનતા વ્યક્તિ હતા.  21 વર્ષિય સ્ટીવ જોબ્સ, 25 વર્ષિય વોડનિએક અને 42 વર્ષિય રોન વેને સાથે મળીને કંપનીની શરૂઆત કરી હતી. એક વખત રોન કંપનીના 10 ટકા શેયર હોલ્ડર હતા.

At one time this was also the owner of Apple, is now the world's largest man unlucky

રોન વેને પોતાના એક ઇન્યર્વ્યુમાં કહ્યુ હતુ કે એ સમયે 22,000 ડોલર પ્રતિ વર્ષ કમાતા હતા. પોતાના શાનદાર કેરિયરને થોડીને એ એક એવા પડાવમાં આવી ગયા હતા કે એવા સમયે કોઇ રિસ્ક લેવાના માંગતુ હોય. કંપની છોડ્યાના થોડાક વર્ષો સુધી જોબ્સ અને વોજનિએક રોનને ફરીથી કંપનીમાં જોડાવા માટે બોલાવતા રહ્યા પરંતુ રોને બન્નેની વાત ના માની. કદાચ એ વખતે રોનને ખબર નહોતી કે તેઓ મોટી ભુલ કરી રહ્યા છે.

એપલ ધીરે ધીરે દુનિયાની સૌથી મોટી કંપની બનતી ગઇ. અને ત્યાર બાદ વેન દુનિયાના સૌથી અનલકી વ્યક્તિ કહેવાયા. આમ જોવા જઇએ કે રોનની હાજરી વગર એપલનુ કોઇ અસ્તિત્વ નહોતુ, પરંતુ રોનને બહુ ઓછા લોકો જાણે છે. એપનલો કુલ નફો 85 હજાર કરોડ રૂપિયા છે. જ્યારે જાન્યુઆરી-માર્ચ 2015 માં નફોનુ દર 3.60 લાખ કરોડ રૂપિયા  (5800 કરોડ ડોલર) થી વધારે થયુ હતુ. સાથે સાથે કંપની પાસે 12 લાખ કરોડ કેશ છે. આ આંકડાઓને જોતા એ વાત સાફ છે કે રોન દુનિયાના સૌથી અનલકી વ્યક્તિ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,296 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 11