એક લાખ રૂપિયાથી શરૂ કરી હતી કંપની, કુલ સંપત્તિ 5,667 અબજ

ઓરેકલના નામે ઓળખાતી ઓરેકલ કોર્પોરેશન અમેરિકાની ટોચની ડેટાબેઝ મેનેજમેન્ટ કંપની છે. કંપની કોમ્પ્યુટર હાર્ડવેર સિસ્ટમ્સ અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પ્રોડક્ટ્સ- ખાસ કરીને તેની પોતાની ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ્સના ડેવલપમેન્ટ અને માર્કેટિંગમાં નિપુણ છે. 2011માં ઓરેકલ આવકની રીતે માઇક્રોસોફ્ટ પછી બીજા નંબરની સૌથી મોટી સોફ્ટવેર ઉત્પાદક બની હતી.

એક લાખ રૂપિયાથી શરૂ કરી હતી કંપની, 2014માં કુલ સંપત્તિ 5,667 અબજ

તેના સ્થાપક અને સીઇઓ લૈરી ઇલિસનને એસોસિયેટેડ પ્રેસે 2008માં વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવતા ચીફ એક્ઝિક્યુટિવ ગણાવ્યા હતા. 1977માં બે સાથીઓ સાથે મળીને લૈરીએ 2000 ડોલરમાં તેની શરૂઆત કરી હતી. 2014માં તેની આવક 38.27 અબજ ડોલર (લગભગ રૂ.147 લાખ કરોડ) થઇ હતી. પરંતુ તેના સ્થાપક લૈરીનું અંગત જીવન પાયમાલ હતું.

રંકમાંથી રાજા કહેવતનું ઉદાહરણ બન્યો લૈરી

નવ મહિનાની ઉમરમાં ન્યુમોનિયા થયો. લગ્ન નહિ કરેલી માતાનું સંતાન.સંઘર્ષ અને ગરીબી પણ એવી કે કોઈપણ ભાંગી પડે. પરંતુ લૈરી અલગ માટીનો બનેલો હતો. 17 ઓગસ્ટ 1944માં ન્યૂયોર્ક સિટીમાં જન્મેલા લૈરીની માતા યહૂદી અને પિતા એરફોર્સમાં પાઈલટ હતા. લૈરીના પિતાએ તેની માતા સાથે લગ્ન કર્યા નહોતા. નવ મહિનાની ઉંમરે લૈરીને ન્યુમોનિયા થયો તો તેને ગોદમાં આપી દીધો. સોતેલી માતા પ્રેમ કરતી પણ પિતા તેને ધુત્કારતા હતા. આમ, શરૂઆતી દિવસોમાં મુશ્કેલીમાં જીવનાર લૈરી જ્યારે 2011માં વિશ્વનો પાંચમો ધનિક વ્યક્તિ બન્યો ત્યારે ‘રંકમાંથી રાજા’ બનવાની કહેવતનું સીધું ઉદાહરણ તેનું જીવન આપે છે. લૈરી કેલિફોર્નિયાના સૌથી મોંઘા વૂડસાઈડ વિસ્તારમાં 2.3 એકરમાં ફેલાયેલા 11 કરોડ ડોલરના ઘરમાં રહે છે.

લૈરી 2014માં અમેરિકાનો ત્રીજો અને વિશ્વનો પાંચમો ધનિક

એક લાખ રૂપિયાથી શરૂ કરી હતી કંપની, 2014માં કુલ સંપત્તિ 5,667 અબજ

તેણે 22 વર્ષની ઉંમરે 1966માં પ્રથમ કમ્પ્યૂટર ડિઝાઈન કર્યું હતું. સમયે તે પોતાના સંઘર્ષપૂર્ણ જીવનનો પીછો છોડવામાં લાગ્યો હતો અને કેલિફોર્નિયા આવી ગયો. અહીં કમ્પ્યૂટર ડિઝાઈન સંબંધિત નાના નાના કામોમાં જીવન વિતાવતો અને તેની આંખોમાં મોટું કરવાનું સપનું હતું. સપનાને હકીકતમાં બદલવા તેણે 1977માં આશરે 2 હજાર ડોલરની રકમથી તેના બે સહયોગી સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટ નામની લેબોરેટરીની સ્થાપના કરી જે 1982માં ઓરેકલ સિસ્ટમ્સ કોર્પોરેશનમાં બદલી ગઈ. 2000 ડોલરમાંથી 1,200 ડોલરની રકમ લૈરીએ રોકી અને બાકી મદદ તેના સહયોગી પાસે લીધી. 37 વર્ષ બાદ આજે ઓરેકલમાં 1 લાખ 22 હજાર કર્મચારી છે અને તેની કુલ સંપત્તિ 91 બિલિયન ડોલર છે. લૈરીને ફોબર્સે 2014માં અમેરિકાનો ત્રીજો અને વિશ્વનો પાંચમો ધનિક વ્યક્તિ જાહેર કર્યો. તેની સંપત્તિ આશરે 56 બિલિયન ડોલર છે. 2006માં તે કેલિફોર્નિયાનો સૌથી ધનિક વ્યક્તિ હતો. લૈરીને સમુદ્ર રેશિંગનો શોખ છે. પાયલટનુ લાઈસન્સ અને પોતાના બે જેટ છે. ખૂબ મહેનત અને લક્ષ્ય પર નજર રાખીને મુકામે પહોંચ્યો છે. કેલિફોર્નિયા આવ્યા બાદ લૈરીએ અમ્પૈક્સ કોર્પોરેશનમાં કામ કર્યું અને અહીં એડગરના ડેટાબેઝ સંબંધી સંશોધન બાદ તેને ઓરેકલનો વિચાર આવ્યો હતો.

બહારની દુનિયાની મુશ્કેલી બાદ તેણે ભાવાત્મક મુશ્કેલીમાંથી પણ પસાર થવું પડ્યું હતું. ગરીબીના સમયમાં તેની પ્રથમ પત્ની અદ્દા ક્વીને સાથ છોડી દીધો. એસડોએલની સ્થાપના પહેલા તેમણે નૈસીં વ્હીલર સાથે લગ્ન કર્યા તે પણ એક વર્ષ ચાલ્યા. 1983માં લૈરીએ ફિલ્મ પર્સનાલિટી બાર્બરા બોથે સાથે લગ્ન કર્યા તે 1986 સુધી ચાલ્યા. ત્યારબાદ લૈરી પૂરી રીતે તેના કામમાં લાગી ગયો. આશરે 17 વર્ષ બાદ તેણે મેલિની ક્રાફ્ટ સાથે લગ્ન કર્યાં. મેલિની સાથે લૈરીએ 2010માં છૂટાછેડા લીધા હતા.

લૈરી અને એપલા સ્ટીવ જોબ્સ મિત્રો હતા

2003માં સૈરી અને મેલિનાના લગ્નમાં સ્ટિવ જોબ્સે ફોટોગ્રાફરની ભૂમિકા ભજવી હતી. સ્ટિવ અને લૈરી નજીકના મિત્રો હતા.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,414 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 27

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>