એક બે દિવસમાં પ્રવાસ જવાનું વિચારી રહ્યા છો ?

જો તમે એક-બે દિવસનો પ્રવાસ કરવા માટે વિચારી રહ્યા છો તો દક્ષિણ ગુજરાતના કેટલાક એવા સ્થળો છે જ્યાં તમે જઇને પ્રવાસનો આનંદ માણી શકો છો. જેમાં ઉનાઇ ગરમ પાણીના ઝરા અને સરદાર સરોવર બંધ, રણછોડરાયનું તીર્થ સ્થળ ડાકરો અને પાવાગઢનો પ્રવાસ કરી શકાય.

રાજા રણછોડરાયનું પાવન તીર્થ ડાકોર

A two-day tour're considering?

પુરાતન કાળનું ડંકપુર એટલે હાલનું ડાકોર અને ગુજરાતનું કાશી ગણાય છે. ડાકોર અમદાવાદથી આશરે 75 કિ.મી., નડિયાદથી 38 અને આણંદથી 30 કિ.મી.દૂર આવેલું છે. ડાકોર હવે એક્સપ્રેસ હાઇવેના કારણે દર્શનાર્થીઓને જવા-આવવા માટે વિશિષ્ટ રીતે અનુકૂળ ધાર્મિક સ્થળ બની ગયું છે. આ સમગ્ર વિસ્તાર કેસૂડા (ખાખરા)થી છવાયેલો હતો.ડાકોર ભારતનું એક પવિત્ર તીર્થક્ષેત્ર ગણાય છે. શેઢી નદીના કાંઠે વસેલા ડાકોરમાં ચારધામની યાત્રા બાદ રાજા રણછોડરાયનાં દર્શન કરવાનો મહિમા છે, ત્યાં સુધી ચારધામની યાત્રા અધૂરી ગણાય છે.

ઉનાઈ ગરમ પાણીના ઝરા

A two-day tour're considering?

ગરમ પાણીના ઝરા જાહેર જનતા માટે ખુલ્લા છે અને તાજગી મેળવવાના અદભૂત સ્થળ છે. વાંસદા ગામથી આવતી બસો ઉનાઈ માતાના મંદિરે થોભે છે. સુરતથી વાંસદા જતા માર્ગમાં ઉનાઈ આવે છે.

મહાકાળીનો પાવાગઢ

A two-day tour're considering?

ભૌગોલિક રીતે તો પાવાગઢ પંચમહાલ જિલ્‍લામાં છે પરંતુ વડોદરાથી પાવાગઢ જવું સુગમ પડે પાવાગઢ પર્વત કાલિકામાતાની યાત્રાના સ્‍થળ તરીકે પ્રસિદ્ધ છે. વડોદરાથી માત્ર 46 કિલોમીટર દૂર પાવાગઢનો ઊંચો ડુંગર આવેલો છે. ઐતિહાસિક અને ધાર્મિક સ્‍થળ. ગુજરાતના ત્રણ મહાશક્તિ તીર્થોમાંનું એક-કાલિકાતીર્થ. પાવાગઢ ગુજરાતનું ત્રીજું મહત્‍વનું શક્તિતીર્થ છે. ગઢની આટલી ઊંચાઈએ દુધિયું તળાવ અને માતાજીનું સ્‍થાનક નયનરમ્‍ય છે. પાવાગઢનો ઇતિહાસ પતાઈ રાવળ સાથે સંકળાયેલો છે. ચાંપાનેર મહંમદ બેગડાના સમયની રાજધાની હતું. અહીં અનેક ઐતિહાસિક હિન્‍દુ-મુસ્લિમ સ્‍થાપત્‍યો છે.

સરદાર સરોવર બંધ

A two-day tour're considering?

રાજપીપળા નજીક, દરિયાથી 1163 કિમી.ના અંતરે સરદાર સરોવર બંધ આવેલો છે. સ્વાગત કેન્દ્ર પાસે એક નકસો અને જાણકારી કેન્દ્ર છે. માર્ગદર્શક સાથેનો પ્રવાસ નોંધાવી શકો છો, જે તમને બંધ સ્થળની આસપાસના છ સ્થળોએ લઈ જશે. એક બગીચો, જવાહરલાલ નેહરુએ 1961માં કરેલું શિલારોપણ, બંધથી પડતા પાણીના પ્રવાહને જોવા માટેનું સ્થળ, બોટિંગ માટેનું સરોવર, મુખ્ય કેનાલનો પ્રથમ લોક ગેટ, વિદ્યાર્થીઓ માટે કુદરતી પ્રશિક્ષણ કેમ્પ ધરાવતું આરોહણ સ્થળ. નજીકમાં સુરપાણેશ્વરનું મંદિર પણ છે. ડૂબમાં ગયેલા પ્રાચીન મંદિરના સ્થાને સરકારે આ મંદિર બનાવ્યું છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


7,034 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 7 =