એક પગલું તો જાતે આગળ વધો, ભગવાન તમારો સાથ આપશે જ!

Life-with-Christ

થોડો ટાઈમ  હોય તો આ જરૂર વાંચજો

શ્રી કૃષ્ણ  ભગવાન ની કથા એમ કહે છે કે તેઓ જન્મ્યા પહેલાજ  તેમને મારી નાખવાની  તૈયારી થઇ ગયી હતી. પણ તેમાંથી તેઓ આબાદ  ઉગરી  ગયા આગળ  તેમના જીવન માં ઘણા સંકટો આવ્યા પણ તેઓ લડતા રહ્યા  કોઈ ને કોઈ યુક્તિ કરીને હંમેશા બચતા રહ્યા કોઈ  પ્રસંગ માં તો તેઓ રણ છોડી  ભાગી પણ ગયા હતા. પણ મારા જીવન માં આટલી બધી તકલીફો કેમ છે કરી તેઓ કોઈ દિવસ કોઈ ને  પોતાની કુંડળી બતાવવા નથી ગયા કે એવી કોઈ નોધ મેં નથી  વાચી, ના કોઈ ઉપવાસ કર્યા, ના  ખુલ્લા પગે ફર્યા, તેમને તો યજ્ઞ કર્યો તે ફક્ત અને ફક્ત કર્મો  નો.

યુદ્ધ ના મૈદાન માં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાખી દીધા, ત્યારે ભગવાન શ્રી કુષ્ણ  એ  ના તો અર્જુન ના જન્માક્ષર જોયા, ના તો તેને કોઈ દોરો તેને આપ્યો, આ તારું યુદ્ધ છે અને તારેજ કરવાનું છે એમ અર્જુન ને સ્પષ્ટ  કહી દીધું.

અર્જુને જયારે ધનુષ્ય નાખી  દીધું ત્યારે તે ધનુષ ઉપાડી ભગવાને અર્જુન વતી લડાઈ નથી કરી.  બાકી  શ્રી કુષ્ણ ભગવાન ખુબ મહાન યોદ્ધા હતા. તેઓ  એકલા હાથે આખી કૌરવો ની સેના ને હરાવી શકે તેમ હતા, પણ ભગવાને શસ્ત્ર  હાથ માં નહોતું પકડ્યું પણ જો અર્જુને લડવાની તૈયારી બતાવી તો તેઓ તેના સારથી ( માર્ગદર્શક ) બનવા તૈયાર હતા.

આ  રીતે ભગવાન શ્રી કૃષ્ણ  આપણ ને સમજાવે છે  કે જો દુનિયા ની તકલીફો માં તું  જાતે લડીશ તો  હું હંમેશા  તારી આગળ ઉભો હોઈશ.

walking-on-water

તારી તકલીફો ને હું હળવી કરી નાખીશ અને તને માર્ગદર્શન પણ  આપીશ,

કદાચ આજ ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે.

જયારે તમે કોઈ ભગવાન ના દર્શને જાવ તો ભગવાન ને એટલું જરૂર કહેજો  ભગવાન મારી તકલીફો થી લડવાની મને શક્તિ આપજો, નહિ કે ભગવાન મારી તકલીફો થી છુટકારો આપજો,

ભગવાન આપણી પાસે ઉપવાસ નથી માંગતા
નહિ કે તું ચાલતો આવ કે બીજું કઈ….

ભગવાન માંગે છે તો તમારું ‘કર્મ’, માટે કર્મ  કરતા રહેવું,

મનમાં… ભરીને જીવવું,
એના કરતાં,
મન… ભરીને જીવવું…!

Comments

comments


8,298 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 6 =