આલ્કોહોલને ઘણા લોકો જીવન જીવવાનું એક જરૂરી માધ્યમ માને છે. આ તમને ખુશી, થકાન, આરામ, દુ:ખ વગેરે સહન કરવાની તાકાત આપે છે. અમુક લોકો શરાબ ફક્ત નશા માટે પીતા હોય છે કે કોઈને આલ્કોહોલનું અડીકશન હોય છે. ચાલો જાણીએ તેના રસપ્રદ ફેક્ટસ….
* શરાબ ફક્ત આજ થી જ નહિ પણ લગભગ 12000 વર્ષ પહેલાથી ચાલી આવી છે. ઈતિહાસમાં અલગ અલગ સભ્યતામાં આના પ્રતીકો મળી આવ્યા છે.
* શરાબ પીધા પછી 6 મિનીટ બાદ જ તેનો નશો ચઢવા માંડે છે.
* આપણા શરીરને 13 પ્રકારના મિનરલ્સની જરૂર હોય છે જે તમામ દારુમાં ઉપલબ્ધ હોય છે.
* આ સમયે પણ દુનીયાના 5 કરોડ લોકોએ આલ્કોહોલ પીધેલ છે.
* મોટાભાગે જેટલા પણ શાકભાજી આવે તેમાં શરાબની માત્રા હોઈ જ છે.
* શેમ્પેનનો એક ધુંટડો મોઢામાં જતા શરીરની આખી સ્થિત અને મગજ અલગ જ બની જાય છે.
* દર 10 સેકંડમાં કોઈને કોઈ વ્યક્તિ દારુ પી ને પોતાનો જીવ ગુમાવે છે.
* શેમ્પેનની એક બોટલમાં લગભગ 5 કરોડ પરપોટા હોય છે.
* વોડકાને દુનિયામાં સૌથી વધારે પીવામાં આવે છે. આનો એકવર્ષ માં 5 અબજ લિટર વપરાશ કરવામાં આવે છે.
* એક સંશોધન અનુસાર ભૂખ્યા પેટ આલ્કોહોલ પીવાથી તેનો નશો ૩ ગણો વધારે ચડે છે.
* જો થોડા પ્રમાણમાં બીયરનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
* લીલા રંગની આખો વાળા લોકો દારુના નશાને વધારે સમય સુધી સહન કરી શકે છે.
* દુનિયાની સૌથી સ્ટ્રોંગ બીયરમાં 67.5 % આલ્કોહોલ હોય છે. બીયર, વિસ્કી, વોડકા, શેમ્પેનને શરાબ જ કહેવાય.
* 31 % રોકસ્ટારનું મૃત્યુ દારુ કે ડ્રગ્સને કારણે થાય છે.
* એમ્સ્ટર્ડમની ગલીઓમાં કામ કરતા લોકોને પગાર તરીકે 5 બીયર અને થોડું તમાકુ આપવામાં આવે છે.
* દારુની એક બોટલ બનાવવા માટે 600 દ્રાક્ષની જરૂર પડે છે.
* આનું નિયમીત સેવન કરવાથી નાના પ્રકારની શારીરિક અને માનસિક પરેશાનીઓથી છુટકારો મેળવી શકાય છે.
* જો ક્યારેક ક્યારેક દારુ કે બીયરના એક બે ધુટડા પીવામાં આવે તો શરીરમાં નુકશાન નથી થતું. જે વ્યક્તિથી શરાબની ટેવ ન છોડાય તેને ગંભીર ચિંતા, ચક્કર, ઝડપી ધબકારા વગેરેની સમસ્યા ઉત્પન્ન થાય છે.
* બધા દેશના ટોપ 100 ગીતોમાંથી 20 ગીત આલ્કોહોલ પર આધારિત હોય છે.