એક એવી રહસ્યમય જગ્યા જ્યાંથી કોઈ જીવિત નથી આવતું, અચૂક જાણો

bermuda-triangle-hd-wallpaper_1107989732

આજે વિજ્ઞાનમાં ઘણી બધી ક્રાંતિ આવી ગઈ છે પણ અમુક એવી રહસ્યમય જગ્યા છે જેની આગળ સાઈન્સ પણ છે ફેલ. આ જગ્યાએ જો કોઈ વ્યક્તિ જાય તો તે ગુમ થઇ જાય કે મરી જાય એ રહસ્ય હજુ સુધી કોઈ નથી જાણી શક્યું. આ સ્થળ રહસ્યમયની સાથે સાથે ખતરનાક સ્થળોમાંથી એક છે. ચાલો જાણીએ આ રહસ્યમય સ્થળ વિષે…

ધ ડેડલી ટ્રાયેન્ગલ’ શેતાનોનો ટાપુ વગેરે નામથી ઓળખાતો ‘બરમુડા ટ્રાયેન્ગલ’ પૃથ્વીની સૌથી ઘાતક જગ્યા માંથી એક છે.

પ્યુર્ટોરિકો, ફ્લોરિડા અને બર્મુડા નામના ત્રણ સ્થાનોને એકબીજા સાથે જોડનાર આ ત્રિકોણ (ટ્રાયેન્ગલ) એટલાન્ટિક મહાસાગરમાં અમેરિકાના દક્ષિણ-પૂર્વ કિનારા પર સ્થિત છે. ખુબ લાંબા સમયથી આ લોકો વચ્ચે જીજ્ઞાસાનું કારણ બનેલ છે, તેથી આજે અમે આ ટોપિક વિષે તમને જણાવવાના છીએ. આ સ્થળે જતા પ્લેન અને શિપ (જહાજ) ગાયબ થઇ જાય છે.

આ વિસ્તાર બ્રાઝીલના કિનારાથી આશરે 300 કિમીના અંતરે આવેલ છે. બરમુડા ટ્રાયેન્ગલ ના ક્ષેત્રને લઇને અલગ અલગ મત છે. આને 13 લાખ ચોરસ કિમીથી લઈને 15 લાખ ચોરસ કિમી સુધીનો માનવામાં આવે છે.

આવી થાય છે ઘટના

triangle

અહી આવતા વિમાનોની સેટેલાઈટ અને અવકાશયાન ની સિસ્ટમ અચાનક જ કામ કરતી બંધ થઇ જાય છે. દુનિયામાં જયારે વિમાન ગાયબ થઇ જાય છે ત્યારે આ ક્ષેત્રમાં વધારે આવી ઘટના બને છે. અહી આવતા જહાજો પણ પોતાની દિશા ભટકી જાય છે. 4 ડિસેમ્બર, 1872 ના રોજ આ ટ્રાયેન્ગલની વચોવચ ‘મેરી સેલેસ્ટે’ નામનું જહાજ મળી આવ્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે આમાં કોઈ વ્યક્તિ નહતું, ફક્ત લોકોનો કીમતી સમાન અને ભોજન જ હતુ. હજુ સુધી ક્યારેય આ રહસ્યનો ખુલાસો નથી થતો કે શીપ માં રહેલ લોકો ક્યાં ગયા? તેમનું શું થયું?

બરમુડા ટ્રાયેન્ગલ માં એવી રહસ્યમય શક્તિઓ છે કે તે પોતાની તરફ મોટા મોટા વિમાનો અને જહાનોને ખેચી લે છે અને પલમાં ગાયબ પણ કરી દે છે. કહેવાય છે કે અત્યાર સુધી બરમુડાએ 100 કરતા વધારે વિમાનોને ગાયબ કર્યા છે. અહી વ્યક્તિની લાશો પણ નથી જોવા મળતી.

મિથેન ગેસ

deadly-768x476

વૈજ્ઞાનિકોનું માનવું છે કે બરમુડા ટ્રાયેન્ગલનો સંબધિત સિધ્ધાંત એ છે કે સમુદ્રમાં વ્યાપ્ત મીથેન. વૈજ્ઞાનિકો અનુસાર આ ત્રિકોણ વાળી જગ્યામાં વિશાળ માત્રામાં મિથેન ગેસ નો ભંડાર છે જે ક્યારેય પણ ફાટી શકે છે. પરિણામે પાણીની ઘનતામાં ઘટાડો થાય છે, જેથી શીપ નીચેની તરફ ખેંચાતું જાય છે. ઉપરાંત આ ગેસ એટલો બધો ખરાબ અને ખતરનાક છે કે આસમાન માં ઉડતા વિમાનને પણ પોતાની તરફ ખેચી લે છે.

Comments

comments


20,857 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


3 − = 2