એક એવી કાર વિશે વિચારો જે જરૂરત પડ્યે પોતાનો આકાર બદલી લે, અથવા એવી કાર કે જે એક પછી એક રેલવેની જેમ જોડાઇને રસ્તા પર ચાલતી હોય. એક એવી કાર જે વીલ્સ ડ્રાઇવરની અનુકૂળતા અનુસાર કોઈપણ દિશામાં ફરી શકે. સારું લાગ્યુંને વિચારીને. જોકે તમારી આ કલ્પના હકીકતનું રૂપ લઈ ચુકી છે. હાં, ઈઓ સ્માર્ટ કનેક્ટિંગ કાર અને ઈઓ 2 એવી જ કાર છે. આ બન્ને કાર જર્મનનું એક રિસર્ચ સેન્ટર ડેવલપ કરી રહ્યું છે. આ બન્નેની ઘણિ વિશેષતા પણ હળતી મળતી આવે છે.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઈઓ2 અને ઈઓ સ્માર્ટ કનેક્ટિંગને એક રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત બનાવી છે. આ કાર ભીડભાડવાળા એવા શહેરો માટે ડિઝાઇન કરવામાં આવી છે જ્યાં ભીડના સમયે ટ્રાવેલ કરવું એ એક ખરાબ અનુભવ સિવાય બીજું કશું જ નથી હોતું. એવા શહેરે માટે આ કાર એટલા માટે પણ આદર્શ છે કારણ કે કારની પાર્કિંગ થોડી જ જગ્યામાં પણ બિલ્કુલ સરળતાથી કરી શકાય છે.
સફેદ રંગની મોટી વિંડોઝવાળી ઈઓ2 કારમાં બટરફ્લાઇ દરવાજા લાગેલા છે. આ એક ઇલેક્ટ્રિક કાર છે અને જ્યારે તે ચાલે છે ત્યારે લાગે છે કે કોઈ ફ્યૂચર કાર હોય. આ કારના ચારેય વ્હિલ 90 ડિગ્રી સુધી ફરી શકે છે. માટે આ કારને કોઈપણ દિશામાં સરળતાથી ચલાવી શકાય છે, અને પેરેલલ પાર્કિંગ પણ કરી શકાય છે.
ઈઓ2ની સૌથી મોટી ખાસિયત એ છે કે, સંકોચાઈ જાય છે. જ્યારે તેના ચારેય વ્હિલ જમીન પર હોય છે ત્યારે 8.2 ફુટની આ કાર જરૂરત સંકોચાઇને 4.9 ફુટની પણ થઈ જાય છે. જ્યારે ઈઓ સ્માર્ટ કનેક્ટિંગ કાર એક બીજાની પાછલ રેલવેની જેમ જોડાઈ પણ શકે છે અને જરૂત પડ્યે જુદી પણ થઈ શકે છે. આ દરમ્યાન માત્ર આગળવાળી કારના ડ્રાઇવરે જ કાર ડ્રાઇવ કરવાની હોય છે, જ્યારે બાકીના ડ્રાઇવર આરામ કરે છે.
આ કાર માર્કેટમાં ક્યારે આવશે, અથવા તેની કિંમત શું હશે, તેના વિશે હાલમાં કોઈ જાણકારી નથી. સૂત્રો અનુસાર જર્મન રિસર્ચ સેન્ટર ફોર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના લોકોનું કહેવું છે કે આ વિશે તેઓ પોતાની પોસ્ટ દ્વારા સમય આવ્યે અપડેટ કરશે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર