બીજા નું જોઇને આપણે પણ તેના જેવું કરતા હોઈએ છીએ પરંતુ જો તમે બીજા કરતા કઈ અલગ કરશો તો તરત લોકો ની નજર માં આવશો. બીજા કરતા કઈંક અલગ કરશો તો જ આ દુનિયા તમને ઓળખી શકશે નથી તો તમને પણ બીજા જેવા જ સમજશે.
આવું જ કઈંક થયું ઇન્ડોનેશિયા ના આ સેમરેંગ ગામ સાથે. પહાડોથી ઘેરાયેલ વિસ્તારમાં આવેલુ આ ગામ અત્યારે દેશ-વિદેશ ના પર્યટકો ને આકર્ષિત કરી રહ્યું છે. તેનું કારણ છે અહીયાના રંગબેરંગી ઘર.
આ ગામ માં અંદાજે 200 જેટલા ઘર છે અને આ બધાજ ઘરો ને અલગ અલગ રંગો થી સારી રીતે સજાવવામાં આવ્યા છે. આ ગામને જોઇને એમજ લાગે કે જાણે આપડે કોઈ નવી જ દુનિયામાં આવી ગયા હોઈએ. એટલા માટે જ લોકો હવે આ ગામને રેઈનબો વિલેજ થી ઓળખી રહ્યા છે.
હવે વાત કરીએ આ ગામની તો આ ગામ માં બહુ ઓછા ઘર હતા અને ગામ ની આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી. લોકો ને બહુ મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો.ગામની આવી હાલત જોઇને સેમરેંગ ગામની કમિટી બોલાવવામાં આવી અને આ વોનોસારી કમ્યુનીટી એ ગામની આવક વધારવા માટે અને ગામના ભરણ પોષણ માટે આ નવો વિચાર અમલમાં મુકવામાં આવ્યો. ગામના વિકાસ માટે નો આ નવો આઈડિયા ગામના જ એક નિવૃત શિક્ષકે આપ્યો.
પછી તો શું ગામના લોકો આ વિચારથી સહમત થયા અને ગામનાજ લોકો એ આ કામ પોતાના હાથ માં લીધું. ગામના દરેક ઘરો, દીવાલો, રસ્તાઓ અને શેરીઓને રંગવાનું શરુ કરી દીધું. દરેક ઘરો અને દીવાલો ને અલગ અલગ રંગો થી રંગવામાં આવ્યા અને દરેક શેરીઓ અને રસ્તાઓ પર અલગ અલગ ચિત્રો દોરીને શણગારવામાં આવ્યા.
આ કામ કરવા માટે એક મહિનાનો સમય લાગ્યો. પરંતુ પછી બધા ઘરોના રંગ રૂપ જોઇને બધા હેરાન રહી ગયા. સોસીઅલ મીડિયા પર આ રંગબેરંગી ઘરોના ફોટાઓ બહુ વાઈરલ થઇ રહ્યા છે. દુર-દુર થી વિદેશી પર્યટકો આ ગામના ઘરો જોવા માટે આવી રહ્યા છે.
સેમરેંગ ગામની દશા બદલવા માટે અનેક કંપનીઓ એ મદદ કરી. ગામના બધા ઘરોને અલગ રીતે રંગવા પાછળ નું કારણ એજ હતું કે ગામની આર્થિક પરિસ્થિતિ માં સુધારો આવે. અને તેનો ફાયદો પણ થયો અત્યારે દેશ-વિદેશ થી પર્યટકો આ ગામની મુલાકાતે આવવા લાગ્યા અને ધીરે ધીરે ગામની પરિસ્થિતિમાં સુધારો થયો.