મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની એસયુવી કાર XUV500ની એક્સક્લુસિવ એડિશન લોન્ચ કરી છે. XUV500નાં ટોપ એન્ડ વેરિઅન્ટ W8 પર આધારિત આ મોડેલની કિંમત 14.48 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, મુંબઇ) છે. લિમિટેડ એડિશન મોડેલ હોવાથી તેનાં ફક્ત 700 યુનિટ્સ જ બનાવવામાં આવશે.
નવા મોડેલમાં જીપીએસ, ડીવીડી, સીડી, એમપી3, એફએમ, યુએસબી, આઇપોડ કનેક્ટિવિટી અને ડ્રાઇવર ઇન્ફોર્મેશન સિસ્ટમ સાથેની 6 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડ્યુઅલ એચવીએસી સાથે ફુલી ઓટોમેટિક ટેમ્પરેચર કન્ટ્રોલ, એલઇડી પાર્કિંગ લાઇટ્સ સાથે વોઇસ કમાન્ડ, સ્ટીયરિંગ વ્હીલ પર ક્રુઝ અને ઓડિયો કન્ટ્રોલ, ટાયરટ્રોનિક્સ અને રિવર્સ પાર્કિંગ અસિસ્ટ જેવા ફીચર્સનો સમાવેશ થાય છે.
અન્ય ફીચર્સમાં ઇલેક્ટ્રિક સનરૂફ, એલ્યુમિનીયમ પેડલ્સ,ગ્રે એલોય વ્હીલ્સ, 6 રીતે પાવર એડજસ્ટ કરી શકાતી ડ્રાઇવર સીટ, ઇલ્યુમિનેટેડ સ્કફ પ્લેટ્સ અને એન્ટી પિન્ચ ડ્રાઇવર વિન્ડોનો સમાવેશ થાય છે.
સેફ્ટીની વાત કરીએ તો XUV500માં 6 એરબેગ્સ (ફ્રન્ટ, સાઇડ અને કર્ટન),રોલઓવર મિટિગેશન સાથે ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ઇએસપી), ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યુશન (ઇબીડી) સાથે એબીએસ, હિલ હોલ્ડ કન્ટ્રોલ અને હિલ ડિસન્ટ કન્ટ્રોલ જેવા સેફ્ટી ફીચર્સનો સમાવેશ થાય છે.
સ્પોર્ટી એલ્યુમિનીયમ પેડલ્સ
કારનાં એન્જિન અને પર્ફોમન્સમાં કોઇ ફેરફાર નથી કરાયો. તેમાં પહેલા જેવું જ 2.2 લીટરનું mHawk એન્જિન છે, જે 140 બીએચપીનો પાવર અને 330 એનએમની ટોર્ક જનરેટ કરે છે. તેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ ઉમેરવામાં નથી આવ્યો.
સ્ટાઇલિશ ગ્રે એલોય વ્હીલ્સ
ઇલ્યુમિનેટેડ સ્કફ પ્લેટ્સ
સૌજન્ય
દિવ્ય ભાસ્કર