એક્ટ્રેસ પરિણીતી ચોપડા એ સિંગિંગ દુનિયામાં મુક્યું કદમ, આ છે ડેબ્યુ સોંગ…

maana-ke-hum-yaar-nahin-parineeti-chopra

એક્ટ્રેસ અને પોતાની બહેન પ્રિયંકા ચોપડા ના નકશા પર ચાલનાર અભિનેત્રી પરિણીતી ચોપડા પણ સિંગિંગ ક્ષેત્રે પોતાની અપકમિંગ ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’ માં પોતાનો અવાજ આપી રહી છે. આ સોંગને હાલ રીલીઝ કરી દેવામાં આવ્યુ છે.

પ્રિયંકા ચોપડા એ પોતાની કઝીન પરિણીતી ના ટેલેન્ટ ના વખાણ કર્યા છે. તેણે ટ્વીટર એકાઉન્ટ માં વખાણ કરતા લખ્યું, ‘તારા પર ગર્વ છે પ્રિન્સેસ, તારા પપ્પા ને તારા પર ગર્વ થશે, જેવો મારા પપ્પાને થયો હતો’

પરિણીતી ચોપડાના આ સોંગની ટેગ લાઈન ‘માના કે હમ યાર નહિ’ છે. આ સોંગ માટે પરિણીતી એ સંગીતની ટ્રેનીંગ પણ લીધી હતી. આ એક રોમેન્ટિક સોંગ છે. પરી એ પોતાના સિંગિંગ ટેલેન્ટ ને આમાં સારી રીતે પ્રઝેન્ટ કર્યું છે. તેનો અવાજ એકદમ મધુર છે. પોતાનું પહેલું સોંગ હોવાથી ઘણા બધા સેલેબ્રીટી એ તેના વખાણ કર્યા છે.

પરી સાથે આ ફિલ્મ માં આયુષ્માન ખુરાના પણ લીડ રોલમાં છે. તેણે પરી ના સોંગ અંગે ટ્વીટર માં જણાવ્યું કે, ‘પરિણીતી નો અવાજ સ્મૂથ અને સેક્સી છે.’ જણાવી દઈએ કે આ ફિલ્મ ‘યશરાજ ફિલ્મ્સ’ ના બેનર હેઠળ બની છે, જે ૧૨ મે માં રીલીઝ થશે. અહી સોંગનો વિડીયો છે, જુઓ તમે પણ….

Comments

comments


4,227 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


1 × = 4