બોલિવૂડમાં કેટલાય એવા યુવા સ્ટાર્સ, જે ફિલ્મી પરિવારમાંથી આવે છે. બચ્ચન અને કપૂર પરિવાર ઉપરાંત રોશન, ખાન અને ચોપડા ફેમિલીનો પણ બોલિવૂડમાં દબદબો છે. આવામાં એ સ્ટાર્સની સફળતા મહત્વપૂર્ણ છે, જેમણે પોતાના દમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી.
સામાન્ય રીતે મનાય છે કે બોલિવૂડ, રમત અને અન્ય કોઇ પણ ક્ષેત્રે સફળ થનાર શખ્સ પાછળ કોઇને કોઇ ગોડફાધર હોય છે. જોકે, આ વાત એક હદ સુધી સાચી પણ છે. બીજી બાજુ, બોલિવૂડમાં એવા કેટલાય સ્ટાર્સ છે, જેમના કોઇ ગોડફાધર નથી અને તેમણે પોતાના દમે ઓળખ બનાવી. આજે આપણે જોઇશું એવા જ કેટલાક સ્ટાર્સ વિશે.
સ્વરા ભાસ્કર
ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’માં કંગનાની ફ્રેન્ડ પાયલનો રોલ પ્લે કરી ચર્ચામાં આવેલી સ્વરા ભાસ્કરે ‘રાંઝણા’માં પણ પોતાની દમદાર એક્ટિંગ દ્વારા સાબિત કરી દીધું હતું કે તે બોલિવૂડમાં કોઇ ગોડફાધર વગર પણ સારું કામ કરી શકે છે.
જિમી શેરગિલ
ડિરેક્ટર ગુલઝારની ફિલ્મ ‘માચિસ’ દ્વારા બોલિવૂડ ડેબ્યૂ કરનાર જિમી શેરગિલે કોઇ ગોડફાધર વગર જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ ઊભી કરી. જિમીએ મોહબ્બતેં, મુન્નાભાઇ એમબીબીએસ, યહાં, તનુ વેડ્સ મનુ રિટર્ન્સ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું. શાનદાર એક્ટિંગ દ્વારા જિમીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
રિચા ચઢ્ઢા
ફિલ્મ ‘ઓએ લકી લકી ઓએ’ દ્વારા ડેબ્યૂ કરનાર અભિનેત્રી રિચા ચઢ્ઢાએ ફિલ્મ ‘ફુકરે’માં ભોળી પંજાબી યુવતીનો રોલ પ્લે કર્યો હતો. જોકે, રિચાને અસલ ઓળખ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ દ્વારા મળી હતી. રિચાની આગામી ફિલ્મ ‘મસાન’ 24 જુલાઇએ રીલિઝ થશે.
રાહુલ બોસ
મલ્ટી ટેલેન્ટેડ એક્ટર રાહુલ બોસે પણ બોલિવૂડમાં અલગ જ ઓળખ ઉભી કરી છે. બંગાળી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિઝ અય્યર’માં કામ વખણાયા પછી રાહુલ ‘પ્યાર કે સાઇઢ ઇફેક્ટ્સ’ અને ‘ચમેલી’ જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂક્યો છે. હાલમાં જ તે જોયા અખ્તરની ફિલ્મ ‘દિલ ધડકને દો’માં પણ જોવા મળ્યો હતો. ટાઇમ મેગેઝીને તેને ‘ધ સુપરસ્ટાર ઓફ આર્ટહાઉસ સિનેમા’થી સન્માનિત કર્યો હતો.
રાધિકા આપ્ટે
બાળપણથી જ થિયેટર સાથે જોડાયેલી રાધિકા આપ્ટે હિંદી, મરાઠી, તમિલ, બંગાળી અને મલયાલમ ફિલ્મ્સમાં કામ કરી ચૂકી છે. રાધિકા ફિલ્મ ‘હન્ટર’ અને ‘બદલાપુર’માં નાનકડી ભૂમિકામાં જોવા મળી હતી. રાધિક, સુજોય ઘોષની ફિલ્મ ‘અહલ્યા’માં પણ નજરે પડી ચૂકી છે. રાધિકા આગામી ફિલ્મ ‘માંઝી: ધ માઉન્ટેન મેન’માં નવાઝુદ્દીન સિદ્દિકી સાથે જોવા મળશે. આ ફિલ્મ 21 ઓગસ્ટે રીલિઝ થશે.
દીપક ડોબરિયાલ
થિયેટર આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરનાર દીપક ડોબરિયાલનો પણ બોલિવૂડમાં કોઇ ગોડફાધર નથી. છતાં તેણે પોતાના દમે ઓમકારા, મકબૂલ, દિલ્હી 6 અને તનુ વેડ્સ મનુ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું. ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં તો તેની શાનદાર ડાયલોગ ડિલીવરી દર્શકોને ખૂબ પસંદ પડી હતી.
અલી ફઝલ
અલીને બાળપણથી જ થિયેટરમાં રસ હતો. રાજૂ હિરાણીની ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’માં નાનકડી ભૂમિકા ભજવનાર અલી ફઝલને અસલ ઓળખ ફિલ્મ ‘ફુકરે’ દ્વારા મળી. ઉપરાંત તે હોલિવૂડ ફિલ્મ ‘ફ્યૂરિયસ 7’માં પણ કામ કરી ચૂક્યો છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર