એકબીજા ને સમજી ને એકબીજા પ્રત્યે લગાવ રાખો….

asilomar-family-on-the-beach_208817447_1000x667

ક્રોધને કઈ રીતે કાબુમાં કરાય તેનું એક સુંદર ઉદાહરણ….. જરૂર વાંચજો

એક વકીલે કહેલ, હૃદયસ્પર્શી કીસ્સો…

“રોજ મુજબ ઓફિસમાં બેઠો હતો… ત્યાં એક ખડતલ શરીર, ખુબજ શારીરિક શ્રમદાર ચહેરો..
વધેલી દાઢી, મેલા કપડા ઉમર લગભગ ૫૦-૫૫ સુધીની હાથમા ડોક્યુમેન્ટ્સ ભરેલી થેલી લઈને એક વડીલ કહો કે પક્ષકાર,અથવા વકીલી ભાષા મા (મુવક્કીલ) આવીને કહેવા  લાગ્યા…., આ લ્યો બધાપેપર્સ…..

“બધીજ જમીનો ઉપર સ્ટે. લાવવો છે……
હજુ કાય પેપર્સ વગેરે જોઈતા હોય તો કહો,
અને ખર્ચો કેટલો થશે તે પણ કહિ દો…”

મેં તેમને બેસવાનુ કહ્યુ..
તેઓ ખુરશી ઉપર બેઠા..

તેમના બધાજ પેપરો તપાસ્યા… તેમની પાસેથી ઘણી માહિતી પણ લીધી.. સમય કલાક-સવા કલાક જેવો થઈ ગયો……

મેં તેમને કહ્યુ વડીલ મારે હજુ પણ પેપર્સ ની સ્ટડી કરવી પડશે..
માટે તમે એક કામ કરો તમે હવે ૪ દીવસ પછી આવો. ત્યારે તમને કહીશ

૪ દીવસ બાદ તે ભાઈ ફરી આવ્યા..
પહેલાજ જેવો અવતાર!! ભાઈ બદલ તેમનો ગુસ્સો હજુ સમાયો ન હતો…..

મે તેમને બેસવાનો ઈશારો કર્યો…

પછી મેજ બોલવાની શરૂઆત કરી…

“મે તમારા બધાજ પેપર્સ જોયા વાચ્યા…,

તમે બે ભાઈઓ અને..
એક બહેન,

માં-બાપ ની છત્ર છાયા તમે નાનપણ માં જ ગુમાવી…
તમારૂ શિક્ષણ ૯ મુ પાસ

નાનો ભાઈ M.A.B.ed.
તમે ભાઈના શિક્ષણ માટે શાળા છોડી દીધી.

વનમાં પોતડી પહેરીને ઘણો પરિશ્રમ કર્યો.
કૂવાઓ ગાળવા માં પથ્થરો તોડ્યા…
બાપુઓના ખેતરોમાં કાંઈક એકરો શેરડીઓ વાઢી…

પણ ભાઈના શિક્ષણ માટે રૂપિયાની કમી પડવા ના દીધી..

pexels-photo-247873

એક વાર બેન ખેતરમાં ઢોર ચારાવતી હતી..
તમારો ભાઈ શાળા માંથી આવ્યો હતો…. અને કેમ કરીને તે ભેશની પાસેથી પસાર થયો ને ભેશે શીંગડું મારી દીધું હતુ અને તે સંપૂર્ણ શરીરે લોહી-લુહાણ થઈ ગયો ત્યારે તમે તેને બીજા ગામડે ખભા ઉપર નાખીને દવાખાને લઇ ગયા હતા..

ત્યારે તમારી ઉમર દેખાતી ન હતી….
ફક્ત માયા જ દેખાતી હતી….

હા… સાહેબ માં-બાપ પછી હુ જ આમની માં અને હુજ આમનો બાપ… આવીજ મારી ભાવના હતી….

તમારો ભાઈ B.A મા ગયો તમારું હૃદય ભરી આવ્યુ હતુ…. અને ફરી તમે તનતોડ ઉત્સાહ થી રાત દીવસ મહેનત કરવા લાગ્યા..,

પણ અચાનક તેને કેડની નો દુખાવો શરૂ થઈ ગયો..

દવાખાના મા દવાઓ કરી
બહારનુ જે કાય કરવાનુ હતુ તે કર્યું…. જે કોઈ કહે તે કર્યું… ઘણી માનતાઓ રાખી……પણ કાઈ ફરક ના પડ્યો…..કીડની મા ઇન્ફેકશન થઈ ગયુ હતુ….
અંતે ડોક્ટરે કીડની કઢાવી નાખવાનુ કીધુ…,
તમે તેને કીડની દાન કરી
ને કહ્યુ તને ઓફિસર બનીને ખૂબ ફરવુ છે…
નોકરી કરવાની છે….
આપણા મા-બાપનુ નામ ઉંચુ કરવાનુ છે ભાઈ..
તને અમારી કરતા વધારે
કીડની ની જરૂર છે….,

અમે તો વનવાસી વનમા રહેનારા માણસો… અમને એક કીડની હોય તો પણ ચાલી જાય…

વકીલ સાહેબ:-
તમે તમારી ઘરવાળી નુ પણ ન સાંભળીને કીડની દાન કરી….

ભાઈ M.A મા આવ્યો.
હોસ્ટેલ મા રહેવા ગયો..

વાર-તહેવારે…. ફરાળ, પકવાન વગેરે ટીફીન લઈને દેવા જતા…

ખેતરમા થતા શીંગુના ઓળા, શેરડી અને કેસર કેરી વગેરે ઘરથી ૨૫કીમી. દૂર સાઇકલ થી દેવા જતા….
પોતાના મોઢાનો કોળીયો પણ કાઢીને આપી દીધો.

જ્યારે ભાઈને નોકરી લાગી ત્યારે આખા ગામમા હોંશે-હોંશે સાકર વહેંચી…,

૩ વર્ષ પહેલાં ભાઈના લગ્ન થયા…એટલે એણેજ ગોતીને કર્યા… તમે ફક્ત ત્યા હાજર હતા…તો  પણ અભીમાનથી ગજ-ગજ છાતી ફુલાતી સમાતી નહતી…. હાશ….!!!

ભાઈને નોકરી મળી…
ભાઈના લગ્ન થઈ ગયા

હવે તમને અને બાયડી છોકરાવને સુખ ભોગવવા ના દીવસો આવશે…

પણ.. પણ…. બધુ ઉંધુ થઈ ગયુ…,

લગ્ન થયા તે દીવસ થી ભાઈ એકેય વાર મોટા ભાઈના ઘરે ન આવ્યો…
ઘરે બોલાવીયે તો કહેતો આજે બાયડીને જબાન આપી છે… બહાર જવાનું છે.

ઘરમાં કોઈ દીવસ રૂપિયા પણ દેતો નહી…,

પૈસાનુ પૂછીયે કે ભાઈ આજે છોકરાને ફી ભરવાની છે… તો કહેતો કે હમણાં હુપોતેજ કરજા મા ડૂબેલો છુ…

ગયા વર્ષે અમદાવાદ મા ફ્લેટ લીધો…

ફ્લેટ વિશે પૂછ્યુ તો કહેતો કે લોન થી લીધો છે….!!!!

બધુ કીધા પછી હુ થોડીવાર થોભ્યો….
પછી બોલ્યો…

હવે તમારૂ કહેવુ એ છે કે તેણે લીધેલી મિલકતો ઉપર સ્ટે. લેવાનો..????
તે ભાઈ તરતજ બોલ્યો
હા..બરાબર….

મે એક ઉંડો શ્વાશ લઈને ધીરેથી કહેવા લાગ્યો.

સ્ટે. લેવાશે…
ભાઈ એ ખરીદી કરેલી મિલકતો મા પણ હિસ્સો મળશે…

પણ….

તમે દીધેલી કીડની પાછી મળવાની નથી….

pexels-photo-289701

તમે ભાઈ માટે લોહી-પાણી એક કરી નાખ્યા તે પાછા મળવાના નથી….

તમે એની માટે તમારૂં આયુષ્ય ખર્ચી નાખ્યુ ઈ મળવાનુ નથી

અને મને લાગે છે કે આવા મોટા બલીદાન ની સામે ફ્લેટની કિંમત જીરો છે…
એની નીતિ બદલાઈ ગઈ
એ એના રસ્તા ઉપર ગયો….

તમે શા-માટે એના રસ્તે જવાની તૈયારી કરો છો… પ્લીઝ તમે એ રસ્તે ના જાવ……ભાઈ..
અરે ઇ ભીખારી નીકળ્યો…
તમે દિલ-દાર હતા અને દિલદાર જ રહો….
તમને કાઈ પણ ઓછુ પડશે નહી…..!!!!

ઉલટાનુ હુ તમને કહુ છુ કે બાપ-દાદા ની મિલકત માથી તમારો હિસ્સા મા ખેતી કરો…
અને એનો જે હિસ્સો છે તે એમજ પડતર રહેવા દો….
કોર્ટ-કચેરી કરવા કરતા છોકરાવને ભણાવો…..

ભણી-ગણી ને તમારો ભાઈ બગડી ગયો….
એનો અર્થ એ નથી કે છોકરાવ પણ બગડી જાશે…, છોકરાવ નહી બગડે…..!!!!!
એમણે ૧૦-મિનીટ વિચાર કર્યો….
અંતે બધા પેપર્સ ડોક્યુમેન્ટ પાછા થેલીમાં નાખ્યા…

આંખમા આવેલા આસું લૂછતાં-લૂછતા… કહયુ….
જાવ છુ સાહેબ…..!!!!

આ વાતને ૫ વર્ષ વીતી ગયા……પરમ દીવસે એજ માણસ અચાનક મારી ઓફિસે આવ્યો….

સાથે ગોરો અને ટામેટા જેવી લાલી ધરાવતો છોકરો હતો…
હાથમા કાઈ થેલી હતી
મે આવકાર આપીને કહ્યુ બેસો….

તરતજ તેમણે કહ્યુ…

બેસવા નથી આવ્યો સાહેબ,

પેંડા દેવા આવ્યો છુ… આ મારો છોકરો…..
ન્યુઝીલેન્ડ મા હોય છે…

*ગઈ કાલે જ આવ્યો છે…
હવે ગામમાં જ ત્રણ માળનુ ઘર છે….
૮-૯ એકર જમીન લીધી છે…

સાહેબ તમેજ કીધુ હતુ ને કોર્ટ- કચેરીના માર્ગ માં ન જતા…
મે છોકરાના શિક્ષણ નો માર્ગ પકડ્યો ……!!!!!

મારી બંને આંખો છલકાઇ ગઈ… ને હાથમાનો પેંડો હાથમા જ રહી ગયો…

ક્રોધ ને યોગ્ય દિશા આપો તો ફરી ક્રોધિત થવાનો સમય આવતો નથી…

ગમ્મે તેટલું કમાવજો પણ ગર્વ કદી ના કરતા…

કારણ શતરંજની રમત પુરી થયા પછી…

રાજા અને સિપાહી

છેલ્લે એકજ ડબ્બા મા મુકવામા આવે છે…

જીવન ખૂબ સુંદર છે

એકબીજા ને સમજી ને એકબીજા પ્રત્યે લગાવ રાખો….

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,716 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>