વિજય વગર ભારત ના પડકાર નો અંત

india_lost2_1422621649

70 દિવસમાં એક પણ મેચ ભારત જીતી શક્યું નથી ઇંગ્લેન્ડનો ત્રણ વિકેટે વિજય, પહેલી ફેબ્રુઆરીએ ઓસી. સામે ફાઇનલ, ભારત 200, ઇંગ્લેન્ડ 7-201બેટ્સમેનોના નીચલા સ્તરના બિનજવાબદાર પ્રદર્શનના કારણે ભારત અહીં રમાયેલી લીગ મેચમાં ઇંગ્લેન્ડ સામે ત્રણ વિકેટે પરાસ્ત થઇને ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીની ફાઇનલની હોડમાંથી બહાર થઇ ગયું હતું. હવે પહેલી ફેબ્રુઆરીએ હવે ઓસ્ટ્રેલિયા તથા ઇંગ્લેન્ડ વચ્ચે ટાઇટલ મુકાબલો રમાશે. કરો યા મરોના મુકાબલામાં ભારતીય બેટ્સમેન વધુ એક વખત ફ્લોપ રહ્યા હતા અને પૂરી ટીમ 48.1 ઓવરમાં 200 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત માટે સર્વાધિક 73 રન ઓપનર અજિંક્ય રહાણેએ નોંધાવ્યા હતા.

ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ઇંગ્લેન્ડની ટીમે રનચેઝ કરતી વખતે એક સમયે 66 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ જેમ્સ ટેલર (82) અને જોસ ટેલરે (67) છઠ્ઠી વિકેટ માટે 125 રનની ભાગીદારી નોંધાવીને ટીમને વિજય તરફ દોરી હતી. ઇંગ્લેન્ડે 19 બોલ બાકી રાખીને સાત વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.મેન ઓફ ધ મેચ બનેલા ટેલરે 122 બોલમાં ધીરજપૂર્વકની બેટિંગ કરીને ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. બટલરે 77 બોલમાં સાત બાઉન્ડ્રી ફટકારી હતી. ભારત માટે સ્ટુઅર્ટ બિન્નીએ 33 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

ત્રિકોણિય જંગની ફાઈનલમાંથી ભારત બહાર

2011 વિદેશના ચાર પ્રવાસ થયા. ત્રણેય ફોર્મેટમાં 30 મેચ રમાઈ પણ એકમાં પણ જીત નહીં.
2011ના વર્લ્ડકપ બાદ પહેલીવાર એવું થયું કે ભારત સતત 10 મેચમાંથી એક પણ જીતી શક્યું નહીં.

એકપણ વિજય વગર ભારતના પડકારનો અંત, આ 4 બેટ્સમેનોએ ડૂબાડી નૈયા

વિરાટ કોહલી – મિડલ ઓર્ડરની જવાબદારી નથી સંભાળી શકતો

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ધમાકેદાર પ્રદર્શન કરનાર વિરાટ કોહલી ત્રિકોણીય શ્રેણીમાં હજુ સુધી કોઈ ખાસ કમાલ કરી શક્યો નથી. કોહલી ઉપર ભારતીય ટીમના મિડલ ઓર્ડરની જવાબદારી છે પણ તે આ જવાબદારી સારી રીતે નિભાવી શકતો નથી. તેણે 8 રન બનાવી સાવ આસાન કેચ આપી દીધો હતો.ત્રિકોણીય શ્રેણીની એકપણ મેચમાં કોહલી ડબલ ફિગરના આંક સુધી પહોંચી શક્યો નથી.

1992 કરતાં ખરાબ દેખાવ

92ના વર્લ્ડકપના 100 દિવસ અગાઉ જ ભારત ઓસ્ટ્રેલિયા પહોંચ્યું હતું. ત્યારે વર્લ્ડકપમાં 16 મેચ ભારત રમેલું. 11માં હાર થઈ હતી.વિશ્વકપમાં 8 મેચમાંથી બેમાં જ વિજય. સેમીફાઈનલમાંથી આઉટ.

એકપણ વિજય વગર ભારતના પડકારનો અંત, આ 4 બેટ્સમેનોએ ડૂબાડી નૈયા

શિખર ધવન ફરી મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ

ત્રિકોણીય શ્રેણીમાં શરૂઆતની મેચમાં નિષ્ફળ રહેનાર શિખર ધવનને આ મેચમાં પણ ઓપનિંગમાં મુકવામાં આવ્યો હતો. આ વખતે તેણે શરૂઆત સારી કરી હતી પણ તે મોટો સ્કોર બનાવી શક્યો ન હતો અને 38 રન બનાવી આઉટ થયો હતો. ધવને દર વખતની જેમ આ વખતે પણ તેવી જ ભૂલ કરી હતી.

એકપણ વિજય વગર ભારતના પડકારનો અંત, આ 4 બેટ્સમેનોએ ડૂબાડી નૈયા

સુરેશ રૈના

ભારતના મિડલ ઓર્ડરની જવાબદારી સુરેશ રૈના ઉપર પણ છે. જોકે તે પણ આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે અડધી સદી ફટકાર્યા બાદ તેનું બેટ શાંત પડી ગયું છે.ઇંગ્લેન્ડ સામે બન્ને વખત રૈના મોઈન અલીના બોલને સમજવામાં થાપ થાઈ ગયો હતો અને વિકેટ ગુમાવવી પડી હતી. જેનો નુકશાન ભારતીય ટીમે ભોગવવું પડ્યું છે.

એકપણ વિજય વગર ભારતના પડકારનો અંત, આ 4 બેટ્સમેનોએ ડૂબાડી નૈયા

મહેન્દ્રસિંહ ધોની – ફરી નિષ્ફળ

ભારતના પરાજય માટે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ જવાબદાર છે. મહેન્દ્રસિંહ ધોની એક કેપ્ટનની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જઈ રહ્યો છે. ભારતના ટોપ ઓર્ડરના ધબડકા બાદ તે ટીમને મોટો સ્કોર સુધી લઈ જવામાં સફળ રહેતો નથી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


2,095 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>