એકદમ સરસ મોટીવેશનલ વાક્યો….

6921188-mood-girl-nature-field-wheat

*  અપરાધ કરતા વધુ ખતરનાક છે, અપરાધ વખતે થયેલી ભૂલ !

*  મોડો પસ્તાવો કદાચ સાચો ના હોય, પરંતુ સાચો પસ્તાવો ક્યારેય પણ મોડો નથી હોતો.

*  કોણ કહે છે હાથોની લકીરોમાં જ બધું ભવિષ્ય હોય છે. જેમના હાથ નથી હોતા શું એમનું કોઈ ભવિષ્ય જ નથી હોતું?

*  જો તમારામાં આત્મવિશ્વાસ ન હોય તો તમે હંમેશાં ન જીતવાના બહાના કાઢો છો.

*  ભૂલોને રોકવા માટે તમારા દરવાજા બંધ કરશો, તો સત્ય પણ બહાર રહી જશે !

*  સુખનો અનુભવ કરવા માટે દુઃખ ભોગવવું ખૂબ જરૂરી છે.

*  નાસ્તિક એ નથી જે ભગવાનમાં વિશ્વાસ નથી કરતા પણ નાસ્તિક તો એ છે જેણે પોતાની જાત પર જ વિશ્વાસ નથી.

*  તમારી પ્રિય વ્યક્તિને તમે આપી શકો એવી શ્રેષ્ઠ ગિફ્ટ છે – સમય, કારણ કે તમે તમારા જીવનનો એક એવો હિસ્સો એને આપી દો છો જે તમે ફરી ક્યારેય હાંસલ કરી શકવાના નથી.

*  એક ઘર બનાવવા માટે તમારે એક યોજનાની જરૂર હોય છે. તેવી જ રીતે જિંદગી બનાવવા માટે એ વધુ જરૂરી બની જાય છે કે અમારી પાસે એક યોજના છે અને એક લક્ષ્ય.

*  તમે જે પસંદ કરો છો એ મેળવવાનો પ્રયત્ન કરો, નહિ તો તમને જે મળે છે, એ જ તમારે પસંદ કરવું પડશે.

*  જ્યાં સુધી આપણે પોતાની જાત પર વિશ્વાસ નથી કરતા ત્યાં સુધી ભગવાન પર આપણને વિશ્વાસ નથી આવતો.

*  આ જિંદગીમાં જો તમે જીતી જશો તો પણ મેદાન છોડવું જ પડશે.

*  જેણે માંગીને ખાવાની ટેવ પડી જાય તે કમાવવાનું ભૂલી જાય છે.

*  લગ્ન કે બ્રહ્મચર્ય, આદમી ચાહે આ બંને માંથી કોઈપણ રસ્તો કેમ ન કરે પસંદ પણ તેને આમાં પછતાવું જ પડે છે.

*  દુનિયા નકલી ફૂલોમાં ખુશીઓ શોધે છે જે તેમાં હોતી જ નથી.

Comments

comments


17,094 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 9 =