એકદમ ફિટ અને તંદુરસ્ત રહેવા આ Tips છે ફાયદાકારક

Relentless-Pursuit-of-Health

હેલ્થ ખરાબ થઇ જાય અને શરીરમાં સુસ્તી આવે તે કોઈને જ ન ગમે. સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે વ્યક્તિ પરેશાન થઇ જાય છે. સારી રીતે ન કઈ કામ કરી શકે કે પછી ન બરાબર સુઈ શકે ખરુંને? અહી દર્શાવેલ ટીપ્સ તમને કામમાં આવશે. જાણો આ જાદુઈ ટીપ્સ :-

*  ડોક્ટર્સની સલાહ છે કે દરેક વ્યક્તિએ સપ્તાહમાં ત્રણ વખત તો ૧૦ મિનીટ સુધી કસરત કરવી જ જોઈએ. આનાથી શરીરને થતી બીમારીઓથી તમે બચી શકો છો. જોગીંગ કરવી એક સારી કસરત છે.

*  ઉભા-ઉભા પાણી પીવાથી ઘૂંટણનો દુઃખાવો થાય છે તેથી બેસીને પાણી પીવું.

*  જો નાકમાં નસકોરી ફૂટે તો તરત જ નાકમાં ઘી લગાવવું. આનાથી લોહી બંધ થઇ જશે.

*  ભોજન પહેલા તરત અને ભોજન બાદ તરત પાણી પીવું હાનિકારક છે.

*  કેક, પેસ્ટ્રીઝ, આઈસ્ક્રીમ ઉપરાંત બંધ ડબ્બામાં તૈયાર કરેલ ખોરાકનું સેવન ઓછુ કરવું.

*  વજન વધવાનું કારણ તેલ યુક્ત પદાર્થ અને મીઠી વસ્તુઓ છે. આનાથી ચરબી વધે છે, આળસ આવે છે અને સુસ્તી થાય છે. આ બધા પદાર્થનું સેવન ઓછી માત્રમાં જ કરવું.

*  સ્વાસ્થ્યને સારું બનાવવા માટે દરેક પકારના એટલેકે રંગબેરંગી શાકભાજી, ફુટ્સ વગેરે ખાવું. કારણકે વેજીટેબલ્સમાં અલગ અલગ પ્રકારના વિટામીન શામેલ હોય છે. નારંગી, સફરજન, ટામેટાં, કાકડી, ગાજર, મૂળા અને લીલી કોબીજમાં ભરપૂર પોષણ હોય છે.

ijhgbgfytcdd156520

*  જો બસમાં ઉલટી થાય તો તમારી સીટ પર પેપર રાખી તેના પર બેસી જાઓ, આમ કરવાથી ઉલટી નહિ થાય.

*  ઓફીસ જાવ કે કોઇપણ જગ્યાએ, લીફ્ટની જગ્યાએ સીડીઓનો જ ઉપયોગ કરવો.

*  ઊંધ પૂરી કરવી અત્યંત જરૂરી છે. જો ઊંઘ પુરતી ન થાય તો આંખનો દુઃખાવો, માથાનો દુખાવો, વગેરે મગજની બીમારીઓ થાય છે.

*  જો સ્ટ્રેસ દુર કરવો હોય તો રોજ ઓછામાં ઓછુ એક કલાક એવું કામ કરવું જેનાથી તમને મજા આવે.

*  માનવામાં આવે છે કે પહેલા ઠંડા અને પછી ગરમ પાણીથી નહાવાથી શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.

*  હાઈ બીપી ને ઠીક કરવા માટે 1 ચમચી કાંદાના રસમાં 1 ચમચી મધ મેળવીને પીવું.

*  કમરમાં દુઃખાવો થાય ત્યારે 100 ગ્રામ ખસખસમાં 100 ગ્રામ ખાંડ મિક્સ કરી ચૂરણ બનાવવું. ભોજન બાદ આને 1 ચમચી લેવું.

*  પોતાના જીવન માટે હમેશા સકારાત્મક રહો. હસો-દિલથી ખુશ રહો એ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અને આમ પણ કહેવાય છે ને એક ‘લાફીંગ ઇસ ધ બેસ્ટ મેડિસિન ફોર હેલ્થ’. લાઈફને ખુબ એન્જોય કરો.

*  જો દાંતમાં દુઃખાવો થાય તો 1 ચપટી હળદર, 1 ચપટી કાળું મીઠું, 5 ટીપાં મસ્ટર્ડનું (સરસવ) તેલ લઇ દાંતમાં ઘસવું.

*  તાજી હવામાં રખડવું એ શરીર માટે ખુબજ ફાયદાકારક છે. એસી અને પંખાથી દુર ખુલ્લામાં પ્રકૃતિની સાથે રહેવું. આ શરીરના યોગ્ય રક્તસંચાર માટે જરૂરી છે.

0,,17168106_304,00

Comments

comments


17,112 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 5 =