સામગ્રી
* ૧ ટેબલ સ્પૂન ઘી,
* ૧/૨ ટેબલ સ્પૂન આખુજીરું,
* ૧ કપ મોરિયો,
* ૧/૪ કપ શેકેલા કાજુ,
* ૧/૪ કપ શેકેલા મગફળીના દાણા,
* ૧ ટેબલ સ્પૂન છીણેલું આદું,
* ૧૧/૨ સમારેલ લીલા મરચાં,
* ૩ કપ પાણી,
* સ્વાદાનુસાર સિંધી મીઠું.
રીત
સૌપ્રથમ એક ડીપ નોનસ્ટીક પેનમાં ઘી ગરમ કરવું, ઘી ગરમ થયા બાદ તેમાં આખુજીરું, મોરિયો, સેકેલા કાજુ, મગફળીના દાણા, આદું અને લીલા મરચાં નાખીને આ મિશ્રણને ઘીમાં ગેસે ૫ મિનીટ સુધી શેકી લેવું. હવે આમાં પાણી નાખીને, સિંધી મીઠું નાખીને ૫ થી ૭ મિનીટ સુધી નોનસ્ટીકનું ઢાંકણ બંધ કરીને કુક થવા દેવું. આ મિશ્રણને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, જેથી મિશ્રણ તળિયે ચોંટી ન જાય. ૫ થી ૭ મિનીટ બાદ તૈયાર છે મોરિયાની ખીચડી.