ઉપયોગ કરો યુટ્યુબ ની આ ‘શોર્ટકટ કી’ નો, જે તમે નહિ જાણતા હોવ

maxresdefault

યુટ્યુબ વિષે તમે જાણતા જ હશો કે આ વર્લ્ડની પોપ્યુલર વિડીયો શેરીંગ વેબસાઈટ છે, જેમાં ખુબજ વિડીયો શેર કરવામાં આવે છે.

જો તમે યુટ્યુબ પર વિડીયો જોવાના શોખીન હોવ તો આ લેખ ખાસ તમારા માટે છે. યુટ્યુબ માં વિડીયો જોવા માટે તમારે વારંવાર માઉસનો ઉપયોગ કરવો પડે છે. આજે અમે તમને જે શોર્ટકટ કી વિષે જણાવશું તેમાં તમારે માઉસની જરૂર નહિ પડે, તમે કીબોર્ડ ના માધ્યમનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ આ શોર્ટકટ કી વિષે…

Key J :- આ બટનની મદદથી તમે વિડીયોને ૧૦ સેકન્ડ માટે આગળ / પાછળ કરી શકો છો. વિડીયો જોતા સમયે ફક્ત Key J પ્રેસ કરતા વિડીયો ૧૦ સેકન્ડ માટે પાછળ ચાલ્યો જશે.

કોઈ પણ યુટ્યુબ વિડીયોને મ્યુઝિક ફોર્મમાં ડાઉનલોડ કરવા માટે તમારે ફક્ત URL ચેન્જ કરવો પડશે. આના માટે કોઇપણ URLમાં “www.” અને “youtube” ની વચ્ચે listento એડ કરવું પડશે.

પછી તમારો URLમાં આવો બની જશે :- https://listentowww.youtube.com/watch?v=mxYrEL0YtJU

* યુટ્યુબ ના સર્ચ બોક્સમાં ‘Use the force Luke’ લખીને એન્ટર પ્રેસ કરશો તો યુટ્યુબ પેજ કઈક અલગ જ વ્યવહાર કરશે.

યુટ્યુબ ની શોર્ટકટ કી

youtube-keyboard-shortcuts

J :- વિડિયો પ્લે થવાના સમયે કીબોર્ડ પર J પ્રેસ કરવાથી વિડિયો 10 સેકન્ડ રીવાઇન્ડ થઇ જાય છે.

K :-  વિડિયો પ્લે થવાના સમયે કીબોર્ડ પર K પ્રેસ કરવાથી વિડિયો પ્લે કે પોઝ કરી શકાય છે.

L :-  વિડિયો પ્લે થવાના સમયે કીબોર્ડ પર L પ્રેસ કરવાથી વિડિયો 10 સેકંડ ફોરવર્ડ થઇ જાય છે.

M :-  વિડિયો પ્લે થવાના સમયે કીબોર્ડ પર M પ્રેસ કરવાથી વિડિયો મ્યુટ થઇ જાય છે.

કી ૧ થી ૯ :- આ બટનોને પ્રેસ કરીને તમે નિશ્ચિત ટકા સુધી વિડીયોને આગળ વધારી શકો છો. જો તમે ૧ બટન દબાવો તો વિડીયો ૧૦ % આગળ વધે છે અને તમે બટન ૮ દબાવો તો વિડીયો ૮૦ % આગળ વધી જાય છે.

૦ કી :- આ બટન ને પ્રેસ કરવાથી તમે કોઈ સ્થિતિ થી શરૂઆત/ Start પર લઇ જઈ શકો છો. વિડીયો ચાલુ હોય કે બંધ હોય તો પણ આ બટન કામ કરે છે.

Up Down Keys :- વિડિયો જોતા સમયે અવાજ વધારવા માટે Up કી નો Use કરો અને અવાજ ધટાડવા Down Keys નો ઉપયોગ કરો.

Key F :-  વિડિયોને ‘ફૂલ સ્ક્રીન’ માં જોવા માટે તમે F બટનનો ઉપયોગ કરી શકો છો.

ઉપરોક્ત દર્શાવવામાં આવેલ કી દ્વારા તમને યુટ્યુબ ચલાવવાનું વધારે સરળ લાગશે. આ જાણકારી ગમી હોય તો તમારા ફ્રેન્ડસને શેર જરૂરથી કરજો. આવી જ વધારે Interesting જાણકારી મેળવવા માટે અમારી વેબસાઈટને સબસ્ક્રાઈબ કરો અને janvajevu.com ને વાંચતા રહો.

Comments

comments


11,207 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 0