ઈવનિંગમાં માણો ચટાકેદાર અને લાઈટ વાનગીનો સ્વાદિષ્ટ ચટાકો

આજે અમે તમારી માટે ઈવનિંગ સ્નેક્સમાં માણી શકાય એવી ચટાકેદાર અને લાઈટ વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ.સાંજે રસોડામાં કંઈક લાઈટ બને તેવું બધી જ સ્ત્રીઓ ઈચ્છતી હોય છે. કારણ કે સવારે ફૂલ ભાણું બન્યું હોય છે. આથી જો થોડુંક લાઈટ બને તો પેટ અને હાથ બંનેને થોડો આરામ મળે. તો આજે અમે તમારી પાસે આવી જ કેટલીક લાઈટ પ્રકારની વાનગીઓ લઈને આવ્યા છે. જે તમારો ટેસ્ટ તો એમનો એમ જ રાખશે. પણ તમારા હાથ અને પેટને જરૂરથી થોડાક લાઈટ બનાવી દેશે. તો થઈ જાવ તૈયાર.

પનીર ટિક્કી વિથ કોર્ન રગડા ચાટ

img_62632

સામગ્રી

  • 250 ગ્રામ બાફેલા બટાકા
  • 3 ચમચી કોર્ન ફ્લોર
  • 50 ગ્રામ પનીર
  • 2 ચમચી લીલા મરચા વાટેલા
  • 2 ચમચી કોથમીર
  • 250 ગ્રામ બાફેલા મકાઈના દાણા
  • 4 ચમચી કાંદાની પ્યુરી
  • 1 ચમચી લાલ મરચું
  • 1/4 કપ ટામેટાની પ્યરુી
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણાજીરૂં
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર

ડેકોરેશન માટે

paneer-chat-1-yes1......2

  • આંબોળીયાની ચટણી
  • સમારેલી ડુંગળી
  • કોથમીર
  • ઝીણી સેવ

રીત

સૌ પ્રથમ બટાકાના માવામાં કોર્ન ફ્લોર અને મીઠું ઉમેરીને માવો તૈયાર કરો. એક બાઉલમાં છીણેલું પનીર, લીલા મરચાં, કોથમીર, મીઠું નાખી સ્ટફિંગ તૈયાર કરો. ત્યાર બાદ બટેકાના મિશ્રણની થેપલી બનાવી સ્ટફિંગ ભરી તેની ટિક્કી બનાવો. ત્યાર બાદ તેલ ગરમ કરવા મૂકો. ગરમ તેલમાં ટિક્કી તળી લો. હવે, એક પેનમાં ૨ ચમચી તેલ મૂકી કાદાંની પેસ્ટ સાતાંળો. ત્યાર બાદ ટામેટાની પેસ્ટ સાતાંળો. પછી તેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, બાફેલા મકાઈના દાણા નાખી મિક્સ કરો અને થોડું પાણી નાખી ખદખદવા દો. હવે સર્વિગ પ્લેટમાં ટિક્કી મૂકી ઉપરથી કોર્ન રગડો રેડો. ત્યાર બાદ ઉપરથી કોથમીર, ઝીણી સેવ, આંબોળળયાની ચટણી અને કાદાંથી સજાવીને પીરસો.

ચીઝ-કોથમીર પરોઠા

paratha_1423056710....3

સામગ્રી

  • 1 કપ ચીઝનું છીણ
  • 1/2 કપ સમારેલી કોથમીર
  • 2 કપ ઘંઉનો લોટ
  • 1 નાનો ટુકડા આદુંની પેસ્ટ
  • 2 નંગ લીલા મરચાં
  • 2 ચમચી ચાટ મસાલો
  • તેલ જરૂર મજુબ
  • મીઠું સ્વાદાનુસાર
  • દૂધ જરૂર પ્રમાણે

રીત

એક બાઉલમાં લોટ અને મીઠું લઇ, તેમાં સમારેલી કોથમીર ભેળવો. હવે જરૂર પ્રમાણે દૂધ રેડતાં જઇ નરમ કણક બાંધો. આ કણકને વીસ-પચ્ચીસ મિનિટ માટે ભીના કપડાંથી ઢાંકીને રહેવા દો. પછી કણકમાંથી આઠ લુઆ બનાવો. ચીઝના છીણમાં આદુંની પેસ્ટ, સમારેલાં લીલાં મરચાં,ચાટમસાલો ભેળવી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણના પણ આઠ ભાગ કરો. હવે દરેક લૂઆની રોટલી વણી તેની વચ્ચે ચીઝનું મિશ્રણ મૂકી ચારે બાજુથી ફોલ્ડ કરી પરોઠા વણો.

આલુ પનીર પોપ્સ

Paneer-Potato-Pops3...............5

સામગ્રી

  • 2 નંગ બટાકા (બાફીને છૂંદેલા)
  • 200 ગ્રામ પનીરનું છીણ
  • 1 ચમચો કિસમિસ
  • 1 નંગ ડુંગળીની છીણ
  • 1/2 ચમચી મરચું પાવડર
  • 3 થી 4 નંગ લીલાં મરચાં
  • 4 ચમચા સમારેલી કોથમીર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 4 ચમચા મેંદો
  • 1/4 ચમચી મરીનો પાઉડર
  • 1 કપ કોર્નફલેકસનો ભૂકો
  • તેલ તળવા માટે
  • મીઠું સ્વાદાનુસાર

રીત

કિસમિસને ઉપયોગમાં લેતાં પહેલાં થોડી વાર ગરમ પાણીમાં બોળી રાખી પછી નિતારી લો. ફ્રાઈંગ પેનમાં એક ચમચો તેલ ગરમ કરી તેમાં ડુંગળીને બદામી રંગની સાતાંળીને નીચે ઉતારી લો. પનીરનું છીણ, બટાકાનો છૂંદો, મરચું સાતાંળેલી ડુંગળી, સમારેલાં લીલાં મરચાં કોથમીર, ગરમ મસાલો, મીઠું અને કિસમિસ મિકસ કરો. તેમાંથી એક ઈંચ જાડા અને બે ઈંચ લાંબા મૂઠિયાં તૈયાર કરો. મેંદામાં મીઠું, મરીનો પાઉડર અને પાણી ઉમેરી પાતળું ખીરુ તૈયાર કરો. અગાઉ તૈયાર કરેલાં મૂઠિયાને આ ખીરામાં બોળી, કોર્નફલેકસના ભકૂામાં રગદોળો. પછી તેને ફ્રિજમાં કલાકથી વધુ સમય રહેવા દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી અને તેમાં તેને આછા બ્રાઉન રંગના તળી લો. લીલી ચટણી સાથે સર્વ કરો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,116 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>