‘ઈગ્નોર નો મોર’ની મદદથી માતા-પિતા બાળકોનો ફોન લોક કરી શકશે

Ignore No More Application

સ્માર્ટફોનના વધતાં ઉપયોગથી જો કોઈ સૌથી વધુ ચિંતિત હોય તો તે આજકાલના યુવાનોના માતા-પિતા છે. આજે ઈન્ટરનેટમાં દરેક વસ્તુ ખૂબ જ સરળતાથી મળી રહે છે. આથી હવે એક એવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેની મદદથી માતા-પિતા બાળકોના સ્માર્ટફોનના ઉપયોગ પર નિયંત્રણ મૂકી શકે.

‘ઈગ્નોર નો મોર’ નામની આ એપ્લિકેશનના મદદથી બાળકોના સ્માર્ટફોનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. સાથે બાળકોના ફોનને લોક પણ કરી શકાશે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે માતા-પિતા અને બાળકો બંનેના સ્માર્ટફોનમાં ‘ઈગ્નોર નો મોર’ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવાની રહેશે. ત્યારબાદ ૪ ડિજિટના કોડ એન્ટક કરીને માતા-પિતા બાળકોના ડિવાઈસને લોક કરી શકે છે.

Ignore No More Application

આમ કરવાથી બાળકો ઈમરજન્સી કોલ અને માતા-પિતાના ફોન રિસિલ કરવા સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ કરી શકશે નહીં. અન્ય કોઈ એપ્લિકેશન કે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે નહીં. આ એપ્લિકેશન હાલ એન્ડ્રોઈડ ડિવાઈઝ માટે બજારમાં ઉપલબ્ધ છે. માર્ચ સુધીમાં આઈફોન્સમાં પણ આ એપ્લિકેશન લોન્ચ કરવાની તૈયારી છે.

તમારા સ્માર્ટફોન આ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવા માટે અહી ક્લિક કરો 

Comments

comments


3,563 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 6