ઈંટરનેટ પર આવી રીતે કરો નિ:શુક્લ સોફ્ટવેર ડાઉનલોડ

free-software-for-blog

ઘણીવાર લેપટોપમાં સોફ્ટવેરની જરૂરત હોય છે. જેને ડાઉનલોડ કરવા માટે તે સાઈટને ઓપન કરીએ છીએ અને તેમાં ઘણી બધી લીંક હોય છે, જે આપણને કન્ફયુઝ કરતી હોય અને વળી પેઈડ હોય છે. હવે શું કરવું?

ઘણા બધા એવા સોફ્ટવેર હોય છે જેને તમે ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો. અહી કેટલીક ટોપ અને ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરવાની સાઈટ્સ ના નામ આપેલ છે, જેની મદદથી તમે ફ્રી માં સોફ્ટવેર ડાઉનલોડ કરી શકશો. આમાંથી ઓલ્ડ અને લેટેસ્ટ સોફ્ટવેરના વર્ઝન પણ તમે મેળવી શકશો.

Download.com

Download.com-Software-reviews

તમે અહીંથી કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો. આ વેબસાઈટ પાછલા ૧૪ વર્ષથી ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરવાની સીવિધા આપી રહી છે. આમાં વિન્ડો, આઈઓએસ, મેક અને એન્ડ્રોઈડ માટે અલગથી ઓપ્શન્સ છે.

FileHippo.com

5249585915_85852c5dcf

શું તમે Freeware, શેયરવેયર કે ઓપન સોર્સ સોફ્ટવેરની તલાશમાં છો? તો ફાઈલ હિપ્પો છે તમારા માટે બેસ્ટ. અહી લાર્જ માત્રામાં ફ્રી સોફ્ટવેરની કેટેગરી અવેઈલેબલ છે. આના માધ્યમે તમે તમારા કોમ્પ્યુટરના બધા જુના સોફ્ટવેરને આસાનાથી અપડેટ કરી શકશો.

આ સાઈટમાંથી તમે સોફ્ટવેર ડાઉનલોડ તો કરી જ શકો છો પણ, આની સાથે જો કોઈ સોફ્ટવેર વહેચતા હોય તો તેને ડિસ્કાઉન્ટમાં તમે પર્ચેસ કરી શકો છો. આ બિલકુલ નિ:શુક્લ છે.

FileHorse.com

filehorse-site-screenshot

આ સાઈટ તમને FileHippo ની જ કોપી લાગશે અને છે પણ. આના હોમ પેજમાં એટલો જ ફરક છે કે તમને આમાં બધા સોફ્ટવેરના સંસ્કરણ દેખાશે. જો તમને ‘બેટા’ સંસ્કરણ અંગે કોઈ માહિતી નથી તો આમાંથી તમને બધુ મળશે.

આ સાઈટ દ્વારા પણ તમે ફ્રી માં સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો. સાથે જ આ સ્ક્રીનશોર્ટ જોવાની સુવિધા પણ પ્રાપ્ત કરે છે. ફાઈલ હોર્સથી તમે સોફ્ટવેરના નવા અને જુના બંને વર્ઝન ડાઉનલોડ કરી શકશો.

Majorgeeks.com

maxresdefault

આ સાઈટ પાસે પણ ફ્રી માં સોફ્ટવેર ડાઉનલોડ કરવાનો વિશાળ સંગ્રહ છે. આ સાઈટની ખાસ વાત એ છે કે આમાં બધા પ્રકારના મુખ્ય એન્ટી વાયરસ માટે ઓફલાઈન ડેફીનેશન વગેરે ડાઉનલોડ કરવાના વિકલ્પો છે. આનાથી તમે કોંપ્યુટરના એન્ટી વાયરસ પણ અપડેટ કરી શકો છો.

આમાં વેબ ઈંસ્ટાલર કે ટૂલબાર જેવા અનચાહા સોફ્ટવેરની સમસ્યા થોડી વધુ છે, પણ ધ્યાન રાખીને ડાઉનલોડ કરો તો કઈ પ્રોબ્લેમ નહિ આવે.

Comments

comments


14,828 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 2