ઇન્સ્ટન્ટ બનાવો આ કાચી કેરીનો મુરબ્બો

સામગ્રી

maxresdefault

*  ૨ કપ છીણેલી કાચી કેરી,

*  ૧૩/૪ કપ ખાંડ,

*  ૧/૪ ટીસ્પૂન હળદર,

*  ૧ ટીસ્પૂન મીઠું,

*  ૧ ટીસ્પૂન મરચાનો ભુક્કો,

*  ૧/૨ ટીસ્પૂન જીરા પાવડર.

રીત

સૌપ્રથમ અથાણા કરવાની કાચી કેરી લઇ તેની છાલ ઉતારી નાખવી. પછી આ કેરીને છીણી નાખવી. હવે આને નોનસ્ટીકમાં નાખી ગેસ ચાલુ કરીને તેમાં ખાંડ, હળદર અને મીઠું નાખી બરાબર મિક્સ કરીને ઘીમાં તાપે ૨ મિનીટ માટે કુક થવા દેવું.

બાદમાં આને વચ્ચે વચ્ચે ત્યાં સુધી હલાવવું જ્યાં સુધી ખાંડ પીગળી ન જાય. જયારે આ પીગળવા લાગશે ત્યારે તેમાં ખાંડના પાણીથી બબલ્સ થવા લાગશે. આને ગેસ પર લગભગ ૬ મિનીટ સુધી કુક થવા દેવું.

બાદમાં ખાંડની આ ચાસણીને ચમચા વડે હાથની આંગળીમાં લઇને જોવી કે તે લાંબી થાય છે કે નહિ. જો લાંબી થવા લાગે તો ચાસણી બરાબર છે. ન થાય તો થોડું વધુ કુક થવા દેવું.

ત્યારબાદ આને એક બાઉલમાં કાઢીને તે ઠંડુ થાય એટલે તેમાં મરચાનો ભુક્કો અને જીરા પાવડર નાખીને બરાબર મિક્સ કરવું. હવે આ રેડી છે. આને એરટાઈટ ડબ્બામાં ભરીને જયારે ખાવું હોય ત્યારે ખાઈ શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,685 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>