તમે રોજ ટેક્નોલોજી, ગેજેટ્સ અને ઇ-કોમર્સ વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા છો. પરંતુ શુ તમે આ કંપનીઓના સક્સેસ પાછળનુ રાજ જાણો છો? Janvajevu.com તમને એવા ભારતીય ટેક કંપનીઓના CEO વિશે જણાવી રહ્યુ છે.
સ્વાતી ભાર્ગવ (કેશકરો ડોટ કોમની સીઇઓ)
સક્સેસ મંત્ર – લોકો સાથે જોડાઇ રહેવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ
કેશકરો ડોટ કોમની CEO સ્વાતી ભાર્ગવનુ કહેવુ છે કે તે છેલ્લા 7 વર્ષમાં રોજ સવારે યોગ કરે છે. સ્વાતી જણાવે છે કે ટ્વીટર પર ઘણી એક્ટીવ રહે છે. સ્વીતીએ વધુમાં જણાવ્યુ હતુ કે લોકો મેલનો રિપ્લાય જલદી નથી કરતા પરંતુ ટ્વીટરનો જલદીથી રિપ્લાય કરે છે. સ્વાતી હંમેશા પોતાના મિત્રો સાથે સોશ્યલ મીડિયાથી કનેક્ટ રહે છે. સ્વાતીએ ઓફિસનુ વોટ્સએપ ગ્રપ પણ બનાવ્યુ છે. ઓફિસમાં બપોરનુ ભોજન બધા જ લોકો સાથે મળીને કરે છે.
રોહિત બંસલ (સ્નેપડીલના કો-ફાઉન્ડર)
સક્સેસ મંત્ર– નવા આઇડિયાઝ શોધતા રહેવુ અને લેપટોપ પર જરૂરી વાતુની નોટ બનાવવી.
પોતાના સક્સેસ વિશે જણાવતા રોહિતનુ કહેવુ છે કે સવારે ઉઠતા જ ઘણુ બધુ પાણી પીવે છે. અને રાત્રે સુતા પહેલા દિવસ દરમિયાન આવેલા મેઇલ ચેક કરે છે. રોહિત બંસલ દિસનની શરૂઆત કરતા પહેલા 15 મિનિટ આખા દિવસનુ પ્લાનિંગ કરે છે. લેપટોપ પર દરેક સમયે જરૂરી વાતોને નોટ કરે છે. બંસલનુ કહેવુ છે કે અમે એવી અન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છીએ કે વિકેન્ડમાં પણ કામથી દુર નથી રહી શખતા, પરંતુ કામની સાથે સાથે ફેમિલી સાથે પણ ટાઇમ સ્પેન્ડ કરૂ છુ. દર અઠવાડિયએ બે નવા વ્યક્તિને મળે છે.
રાજુ વનાપાલા (વે2એસએમએસ ના CEO)
સક્સેસ મંત્ર– બધીજ જરૂરી વાતો લખવી
રાજુ વનાપાલાને પુસ્કો નહી પરંતુ આર્ટિકલ્સ અને બ્લોગ્સ વાંચવા ખુબજ પસંદ છે. હંમેશા એક નવા રાઇટર્સના બ્લોગને વાંચવાનુ પસંદ કરે છે. રાજુ નવાપાલા પાસે હંમેશા નવા આઇડિયાઝ હોય છે. વનાપાલ Y Combinator પોલ ગ્રહામ અને Box ના કો-ફાઉન્ડર એરોન લિવાઇસને વાંચવાનુ પસંદ કરે છે. આ ઉપરાંત નાની નાની વસ્તુઓને નોટ કરતા રહે છે. રાજુ નવાપાલનુ કહેવુ છે કે એક અઠવાડિયામાં એક નોટપેડ નોટ્સ લખીને ભરે છે.
ગણેશ અય્યર (એમ્ફસિસ ના સીઇઓ)
સક્સેસ મંત્ર– માઇન્ડ મેપિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે અને હંમેશા શાંત રહે છે.
ગણેશ અય્યરના જણાવ્યા પ્રમાણે સવારે સવારનો સમય કોઇ પણ કામ કરવા સારો હોય છે. ગણેશ મય્યર વર્ષોથી પોતાનુ જરૂરી કામ સવારમાં જ પુરૂ કરવાનો પ્રયત્ન કરે છે. સ્કુલના દિવસોમાં પરિક્ષાની તૈયારી માટે સવારે વહેલા ઉઠતા. સાથે સાથે પોતાની પર્સનાલિટીને ઇંમ્પ્રુવ કરવા માટે માઇન્ડ મેપિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત મીટિંગ્સની જરૂરી વાતો યાદ રાખા માટે ‘iThough HD’ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે.
રાજીવ કૌલ ( CMS ઇન્ફો સિસ્ટમના વાઇસ ચેરમેન અને CEO)
સક્સેસ મંત્ર– ઓફિસમાં વોક કરતા લોકો સાથે મળવુ
રાજીવ કૌલ પોતાના કર્મચારીએ સાથે પર્સનલી મળવાનુ પસંદ કરે છે. કૌલના જણાવ્યા પ્રમાણે છેલ્લા 20 વર્ષોથી આ રૂટીન છે. ઓફિસમાં વોક કરતા કરતા પોતાના કર્મચારીઓને મળવુ અને તેમની સાથે વાતચિત કરવી. કૌલ પોતાના કેબિનમાં કરતા વધારે સમય કર્મચારીઓ સાથે વિતાવે છે. સાથે સાથે કર્મચારીઓની સમસ્યાઓનુ સમાધાન પણ કરે છે. આ ઉપરાંત 45 મિનિટ ઇમેઇલ વાંચવા અને મેઇલનો રિપ્લાય કરવા પાછળ ખર્ચે છે. પરંતુ દિવસમાં 10થી વધારે ઇમેઇલ નથી મોકલતા.
સંજય સેઠ(શોપક્લુઝ ના CEO)
સક્સેસ મંત્ર – હવે તમે બતાઓ
શોપક્લુઝ ઇ-કોમર્સ વેબસાઇટના CEO સંજય સેઠના જણાવ્યા પ્રમાણે તે બોલવા કરતા પોતાને સાંભળવાનુ વધારે પસંદ કરે છે. ઓફિસમાં મુલાકાતે આવતા લોકોને એકજ લાઇન વારંવાર સંભળાતી હોય છે કે હજી બોલ હજી બોલો. હવેતો ઓફિસમાં આ એક જોક બની ગયો છે. આ ઉપરાંત સંજય શેઠની આદત છે કે મિટિંગમાં એક વખત કહેલ વાતોને ફરી વાર રીપિટ કરવી. તેમનુ એવુ માનવુ છે કે કહેલી વાત પર કર્મચારી 50% પણ સમજી શક્યા છે કે નહી તે ખબર પડે. સંજય સેઠ દરરોજ ઓફિસથી ઘરે જતા પહેલા ઓડિયો બુક્સ સાંભળે છે. તેમણે ક્વાન્ટમ ફિઝિક્સમાં વધારે ઇન્ટ્રેસ્ટ છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર