સસ્તી કીમત માં લોન્ચ કર્યો ઇન્તેક્ષ એ સ્માંર્ત્ફોન

Intex Aqua 3g

ઇન્ટેક્સના બજેટ રેન્જના સારા પરફોર્મન્સના બે નવા સ્માર્ટફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની સાથે લોન્ચ કરાયા છે. કંપનીએ ઇન્ટેક્સ એક્વા ઇકો અને ઇન્ટેક્સ એક્વા વાય 3 નામથી આ બંને ફોન્સને લોન્ચ કર્યા છે. બંને સ્માર્ટફોનને ડ્યુઅલ સિમ અને એન્ડ્રોઇડ ઓએસની સાથે તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં મોટી ડિસ્પ્લે સ્ક્રીનની સાથે ઇન્ટરનલ સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે. બજેટ રેન્જમાં આ સ્માર્ટફોન યુઝર્સને માટે સારો વિકલ્પ બની શકે છે.

ઇન્ટેક્સ એક્વા ઇકોના ફીચર્સ

ઇન્ટેક્સ એક્વા ઇકો એન્ડ્રોઇડ 4.2.2 જેલીબીન ઓએસ પર કામ કરે છે. તેને 3650રૂ. માં લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં 4 ઇંચની આઇપીએસ ડિસ્પ્લે સ્ક્રીન, 1.2 જીએચઝેડનું ક્વાડકોર પ્રોસેસર, 512 એમબી રેમ અને 32 જીબીની મેમરી કાર્ડ સપોર્ટ આપવામાં આવ્યો છે. તેમાં 3.2 એમપીના કેમેરા એલઇડી ફ્લેશની સાથે પાછળ અને 1.3 એમપી કેમેરા આગળની તરફ આપવામાં આવ્યા છે. આ એક 3જી સ્માર્ટફોન છે તેમાં જીપીઆરએસ/ઇડીજીઇ, વાઇફાઇ, એજીપીએસ, માઇક્રો યુએસબી અને બ્લૂટ્રૂથના ફીચર્સ આપવામાં આવ્યા છે. એક્વા વાય 3 તેનાથી પણ સારો ગણાવી શકાય તેવો છે.

ઇન્ટેક્સ એક્વા વાય 3ના ફીચર્સ

ઇન્ટેક્સ એક્વા વાય 3ને રૂ. 4490ની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં 4.5 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન, 1 જીએચઝેડનું સિંગલ કોર પ્રોસેસર, 512 એમબીની રેમ, 4 જીબીની ઇન્ટરનલ મેમરી, 32 જીબીનું મેમરી કાર્ડ સપોર્ટ અને 5 એમપીના કેમેરા એલઇડી ફ્લેશની સાથે પાછળ અને 0.3 એમપી કેમેરા આગળની તરફ આપવામા આવ્યો છે. આ 3જી સ્માર્ટફોન છે તેમાં બ્લૂટ્રૂથ 4.0, માઇક્રોયુએસબી, જીપીઆરએસ/ઇડીજીઇ, જીપીએસ/એજીપીએસ વગેરે આપવામા આવ્યા છે. ફોનમાં 1600 એમએએચની બેટરી પણ આપવામાં આવી છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,551 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 5