તમે મોટા શહેરમાં રહેતા હોય કે નાના શહેરમાં, નવી જગ્યાએ ફરવા જઇ રહ્યા હોય કે જુની ગલીઓમાં ખોવાઇ ગયા હોય. હરહંમેશા યૂઝર્સ નેવિગેશન Appsનો સહારો રૂટ ગાઇડ તરીકે લે જ છે. તેમછતાં ઘણીવાર એવી ફરિયાદ પણ કરે છે કે ઇન્ટરનેટ કનેક્શન વિના આ Apps કામ નથી આવતી. પણ અમે તેનું સમાધાન કરીએ છીએ અને તમને બતાવીએ છીએ એવી 5 Apps Offlineમાં તમને બતાવશે સાચો રસ્તો.
1. HERE Maps
HERE Maps App પહેલા ફક્ત નોકીયા યૂઝર્સ માટે જ ઉપલબ્ધ હતી. પણ હવે તે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ બની છે. આ એપ યૂઝર્સને વૉઇસ ગાઇડ કરે છે, એપમાં 100થી વધુ દેશોના માનવચિત્ર સેવ કરીને ઓફલાઇન કર્યા છે. અત્યારે 40થી વધારે દેશોમાં આ એપ ટ્રાફિક સુવિધાની માહિતી આપે છે.
2. CoPilot GPS – Plan & explorer
CoPilot GPS – Plan & explorer આ પણ ઓફલાઇન નેવીગેશન સીરીઝમાં સૌથી સારી એપ છે. CoPilot GPSમાં રૂટ મેપની સાથે પોઇન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે રેસ્ટોરન્ટ, મલ્ટીપ્લેક્સ, કોફી શોપ વગેરેની પણ માહિતી આપે છે. આ એપ ડ્રાઇવર માટે 3D ગાઇડન્સ ડિસ્પ્લેની સુવિધા આપે છે. આ ઉપરાંત રીયલ ટાઇમ ટ્રાફિક તેમેજ ઓટોમેટિક રૂટિંગ જેવી સુવિધા આપે છે.
3. MAPS.ME – offline maps
345થી વધારે દેશોમાં ઓફલાઇન રૂટગાઇડના રૂપમાં MAPS.ME-offline maps એપ સૌથી સારો ઓપ્શન બન્યો છે. આની સૌથી મોટી ખાસિયત દરેક જગ્યા માટે લેન્ડમાર્ક, પોઇન્ટ ઓફ ઇન્ટરેસ્ટ, ગલી, ચોકની માહિતી આપે છે.
4. GPS Navigation & Maps by Sygic
નેવિગેશન એપમાં સીઝીકની આ એપને સૌથી પોપ્યુલર માનવામાં આવે છે. એપમાં ક્રોસ બોર્ડર રૂટિંગની સરસ સુવિધા આપી છે એટલે કે દેશ બદલતી વખતે તમને કન્ટ્રોલ પેનલમાં જઇને દેશનું નામ બદલવાની જરૂર નથી. તે ઓટોમેટિક બદલી દે છે. GPS Navigation & Maps by Sygic એપ તમને પોઇન્ટ ઓફ ડેસ્ટીનેશન, ફ્રી મેપ અપડેટ, વૉઇસ નેવિગેશન જેવી સુવિધા આપે છે.
5. MapFactor: GPS Navigation
MapFactor: GPS Navigation એપ સીજીકની એપેને ટક્કર આપે તેવી બીજા નંબરની એપ છે. આ એપ યૂઝર્સને મેપ ફેકટર ક્રોસ બોર્ડર રૂટિંગની સાથે ડોર ટુ ડોર પ્લાન આપે છે. આમાં 2D અને 3D મોડ છે જેને યૂઝર્સ તેની અનુકુળતા પ્રમાણે વાપરી શકે છે. આ ઉપરાંત દિવસ-રાત માટે અલગ અલગ મોડ આપ્યા છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર