ઇન્ટરનેટના માધ્યમથી કમાણી કરવા ઈચ્છો છો તો અનુસરો આ સ્ટેપ

ઇન્ટરનેટ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે ઘણું મહત્ત્વપૂર્ણ છે. દિવસેને દિવસે સ્માર્ટફોનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એવામાં તમારી પાસે ઇન્ટરનેટ દ્વારા કમાણી કરવાની સારી એવી તક છે. ઘણા બધા એવા લોકો છે, જે શિક્ષિત હોવા છતાં પણ બેરોજગાર છે. એવા લોકો માટે ઇન્ટરનેટ એક સારો વિકલ્પ છે, જે માત્ર તમારા જ્ઞાનમાં જ વધારો નથી કરતું સાથે સાથે બીજાનું પણ જ્ઞાન વધારશે અને તમારા માટે કમાણીનું સાધન પણ બની શકે છે.

ઇન્ટરનેટથી રૂપિયા કમાવવાની આ રીત છે બ્લોગ લખવાની. બ્લોગ પર તમે સરળતાથી તમારા વિચાર, શાયરી, જોક્, કોઈ વસ્તુનો રિવ્યૂ, ફિલ્મ સમીક્ષા, ટિપ્સ, જનરલ નોલેજની વાતો અને કંઈપણ લખી શકો છો, જેમાં તમારો રસ હોય. તમને જણાવીએ કે, એક વખત તમારો બ્લોગ લોકો વાંચવાનું શરૂ કરી દેશે એટલે તમારી આવક શરૂ થઈ જશે.

તમે વિચારતા હશો કે આ કમાણી કેવી રીતે થશે. એ જાણતા પહેલા એ જાણવું જરૂરી છે કે, બ્લોગ કેવી રીતે બનાવશો. અમે તમને જણાવી રહ્યા છીએ કેવી રીતે માત્ર 5 મિનિટમાં 3 સ્ટેપ્સથી તમે બ્લોગિંગ શરૂ કરી શકો છો.

સ્ટેપ-1

Internet only 5 minutes to start the work, 3 STEPS to earnings in

ગૂગલના બ્લોગરની સાથે તમારું બ્લોગ બનાવવા માટે સૌથી પહેલા તમારી પાસે ગૂગલ મેલમાં ઈમેલ આઇડી બનાવેલું હોવું જરૂરી છે. જો તમારી પાસે જીમેલ આઇડી છે તો બ્લોગ બનાવવામાં 5 મિનિટ કરતાં પણ ઓછો સમય લાગશે. તેના માટે એડ્રેસ બારમાં ટાઇપ કરો http://www.blogger.com/. એન્ટર કર્યા બાદ તમારી સામે એક વિન્ડો ખુલી જશે જેમાં તમારે તમારા ગૂગલ મેલ આઇડીની સાથે લોગિન કરવાનું રહેશે. લોગિન કરતા જ તમારી સામે એક વિન્ડો ખુલશે, જેમાં તમને ડાબી બાજુ ન્યૂ બ્લોગ (new blog)નો વિકલ્પ દેખાશે.

સ્ટેપ- 2

Internet only 5 minutes to start the work, 3 STEPS to earnings in

ન્યૂ બ્લોગ પર ક્લિક કરતા જ તમારી સામે એક પોપ અપ વિન્ડો ખુલશે, તેમાં તમારે બ્લોગનું નામ અને જે બ્લોગ એડ્રેસ તમે ઇચ્છો છો, તે નાખવાનું રહેશે. અહીં પર ચેક અવેલિબિટી (check availability)ના વિકલ્પથી તમે એ પણ સરળતાથી જાણી શકો છો કે તમારા દ્વારા આપવામાં આવેલ એડ્રેસ ઉપલબ્ધ છે કે નથી. જો તે એડ્રેસ કોઈએ પહેલાથી જ લઈ રાખ્યું હોય તો કોઈ અન્ય એડ્રેસ બનાવવું પડશે. ત્યાર બાદ તે જ વિન્ડોમાં નીચે આપવામાં આવેલ ટેમ્પલેટ્સમાંથી કોઈ એકની પસંદગી કરી અને ક્રિએટ બ્લોગ (create blog) વિકલ્પ પર ક્લિ કરો.

સ્ટેપ-3

Internet only 5 minutes to start the work, 3 STEPS to earnings in

ક્રિએટ બ્લોગ પર ક્લિક કરતાં જ તમારી સામે એક વિન્ડો ખુલી જશે, જેમાં તમારા બ્લોગનું નામ દેખાશે. જેવા જ તમે તેના પર ક્લિક કરશો કે તમારી સામે તમારો બ્લોગ ખુલી જશે. તમને જણાવીએ કે આ વિન્ડો માત્ર એ જ વ્યક્તિ ખોલી શકે છે, જેની પાસે આઇડી અને પાસવર્ડ હશે. આ વિન્ડોથી તમે તમારા બ્લોગને મેનેજ કરી શકો છો. તેના દ્વારા તમે બ્લોગ અપડેશન કરવા ઉપરાંત તેની ડિઝાઇન પણ બદલી શકો છો. તમારા બ્લોગને જોવા માટે તમારે એડ્રેસ બારમાં તે એડ્રેસ ટાઇપ કરવાનું રહેશે, જેના દ્વારા તમે સ્ટેપ-2માં તમારો બ્લોગ રજિસ્ટર કરાવ્યો હોય.

આ રીતે થાય છે બ્લોગથી કમાણી

1- ગૂગલ એડસેન્સ

Internet only 5 minutes to start the work, 3 STEPS to earnings in

બ્લોગથી કમાણી માટે આ વિન્ડોમાં ડાબી બાજુ આપવામાં આવેલ મેન્યૂમાં અર્નિંગ્સ પર ક્લિક કરીને ખુદને ગૂગલ એડસેન્સ માટે રજિસ્ટર કરાવી શકો છો. ગૂગલ એડસેન્સ સર્ચ એન્જિન દિગ્ગજ ગૂગલ તરફથી આપવામાં આવતી કમાણીનું સૌથી સારું સાધન છે. તેના માટે તમારે ગૂગલ એકાઉન્ટથી ગૂગલ એડસેન્સ માટે રજિસ્ટર થવું પડે છે. તમને જણાવીએ કે ગૂગલ એડસેન્સથી મંજૂરી મેળવવા માટે તમારા બ્લોગ માટે જરૂરી ટ્રાફિક હોવો જરૂરી છે. સાથે જ, ગૂગલ તરફથી ગૂગલ એડસેન્સ તરફથી મંજૂરી આપતા પહેલા તમારા બ્લોગની કન્ટેન્ટ ક્વોલિટી પણ તપાસવામાં આવે છે. જો તમારા બ્લોગનું કન્ટેન્ટ પોર્ન છે, તો તમને તેના માટે મંજૂરી નહીં મળે, સાથે જ તમારા બ્લોગ પર ગૂગલ તરફથી પ્રતિબંધ મુકવામાં આવી શકે છે.

Internet only 5 minutes to start the work, 3 STEPS to earnings in

2. જાહેરાત

જો તમારો બ્લોગ લોકોમાં લોકપ્રિય થઈ જાય છે તો તમે તમારા બ્લોગ પર કોઈ કંપનીની પ્રોડક્ટને પ્રમોટ કરી શકો છો, જેના માટે તમને કંપની તરફથી રૂપિયા મળશે.
જોકે, તેના માટે પહેલા કંપની સાથે કરાર કરવો પડશે, ત્યારે જ તમને તેની પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે રૂપિયા મળશે. ઉપરાંત તમારા બ્લોગ પર કોઈ અન્ય વેબસાઈટની
જાહેરાત પણ કરી શકાય છે, જેના માટે તે વેબસાઈટ તરફથી તમને રૂપિયા મળશે.

3. એફિલિએશન પ્રોગ્રામ

આજના સમયમાં ઈ-કોમર્સ ઘણું ઝડપથી આગળ વધી રહ્યું છે. લોકો ઓનલાઇન શોપિંગને માત્ર સરળતા ખાતર જ નહીં પરંતુ સ્ટેટસ માટે પણ તેનો ઉપયોગ કરે છે. ઈ-કોમર્સની આ તેજીમાં તમે પણ રૂપિયા કમાઈ શકો છો. મોટા ભાગની ઇ-કોમર્સ કંપનીઓ એફિલેએશન પ્રોગ્રામ ઓફર કરે છે. તેમાં તમને તે કંપનીની સાથે રજિસ્ટર થવાનું હોય છે ત્યાર બાદ કંપની દ્વારા આપવામાં આવેલ લિંકને તમારા બ્લોગ સાથે જોડવાની રહેશે. જ્યારે પણ કોઈ વિઝિટર તે કંપનીની પ્રોડક્ટ તમારી વેબસાઇટના
માધ્યમથી જઈને ખરીદે છે તો તેના માટે તમને કંપની તરફથી કમીશન આપવામાં આવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,565 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 4