આ 5 હર્બલ જ્યુસ પીતા રાખો સાવધાની, ફાયદાની જગ્યાએ તમે બીમાર પડી શકો છો

5 herbal juices benefits and side effects

નેચરલ પ્રોડક્ટ્સ થી આપણને ફાયદો જરૂર થાય છે. પરંતુ, આનો ઉપયોગ કરતા પહેલા એ વિચારવું જરૂરી છે કે આ તમારા માટે ફાયદાકારક છે કે નહિ. આનું કારણ એ છે કે આ તમને ક્યારેક બીમાર પણ પાડી શકે છે. જયારે આયુર્વેદિક દવાઓ ઉંમર, શરીરની શક્તિ, માંદગી, તેનો સ્ટેજ, ચોક્કસ માત્રા અને હવામાન અનુસાર લેવાથી ફાયદાકારક નીવડે છે. એટલા માટે જયારે પણ આવી દવાઓ લેવાની હોય ત્યારે સૌથી પહેલા કોઈ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.

સ્વાસ્થ્યપ્રદ રહેવા માટે અલગ અલગ પ્રકારના કુદરતી જ્યુસનું સેવન કરતા પહેલા તેની શુધ્ધતા અને તેના વપરાશ માટે સૂચનાઓ પર ધ્યાન આપવું જરૂરી છે નહિ તો ફાયદાની જગ્યાએ તમને નુકશાન પહોચી શકે છે.

એલોવેરાનું જ્યુસ

5 herbal juices benefits and side effects

લાભ – આ ઠંડુ હોય છે. આને પીવાથી હેર અને સ્કીન માટે ખુબજ ફાયદાકારક છે. શરીરની ઇમ્યુનિટી પાવર અને રુધિરાભિસરણ ને વધારવામાં આ મદદરૂપ થાય છે. આ હદય અને લીવર સાથે જોડાયેલ ઘણા બધા પ્રકારની બીમારીઓના જોખમને દુર કરે છે.

ક્યારે કેટલું લેવું – સવારે ખાલી પેટે 10 થી 30 મીલી.

સાવધાની રાખવી – કફની સમસ્યા હોય તો ચોમાસું અને શિયાળામાં આને ન પીવું. કારણકે ઘણી વાર આનાથી તમને ગળામાં દુ:ખાવો, ઉધરસ અને છાતીમાં દુ:ખાવો વગેરે સમસ્યા થાય છે. એલોવેરા શરીરમાં નવા સેલ્સ બનાવે છે અને તેમાં વૃદ્ધિ પણ કરે છે. એટલા માટે કેન્સરના દર્દીઓએ આનું સેવન ન કરવું.

આમળાનું જ્યુસ

5 herbal juices benefits and side effects

લાભ – વજન નિયંત્રણ કરે છે, આંખો, વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. ઇમ્યુનિટી અને ડાયજેશન સિસ્ટમને મજબુત કરે છે. શરીરની ગરમીને બહાર કરવાની સાથે એસિડિટી અને કોલેસ્ટ્રોલને પણ દુર કરે છે.

ક્યારે કેટલું લેવું – સવારે ખાલી પેટે પાણીની સાથે 20 થી 40 મિલી.

સાવધાની રાખવી – ઉનાળામાં તો આને કોઇપણ વ્યક્તિ પી શકે છે. પરંતુ, કફની સમસ્યા હોય તેવા વ્યક્તિએ આને વરસાદમાં અને ઠંડા દિવસોમાં ઓછુ પીવું.

જાંબુનું જ્યુસ

5 herbal juices benefits and side effects

લાભ – ડાયાબિટીસ દર્દીઓ માટે ખાસ કરીને લાભકારક છે. રક્તમાં શુગરના સ્તર કન્ટ્રોલ કરે છે. ડાયજેશન સિસ્ટમને મજબુત કરવામાં ઉપયોગી છે.

ક્યારે કેટલું લેવું – સવારે ખાલી પેટ પાણી સાથે 20 મીલી.

સાવધાની રાખવી – બાફેલા હોવાને કારણે નુકસાનકારક હોઈ શકે છે. જો ગળામાં દુ:ખાવો થતો હોય તો આનું સેવન ન કરવું.

કારેલાનું જ્યુસ

5 herbal juices benefits and side effects

લાભ – ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.

ક્યારે કેટલું લેવું – સવારે ખાલી પેટ પાણી સાથે 20 મિલી.

સાવધાની રાખવી – ઠંડી ઓછી થવા આવે ત્યારે આનું સેવન ઓછુ કરવું. આનાથી પેટમાં દુ:ખાવો અને ગેસની સમસ્યા થાય છે. અતિસાર થાય તો આને અવોઇડ કરવું.

જુવારનું જ્યુસ

5 herbal juices benefits and side effects

લાભ – લોહીની ઊણપને દુર કરે છે. કેન્સર દર્દીઓ માટે ફાયદાકારક છે.

ક્યારે કેટલું લેવું – સવારે ખાલી પેટ પાણી સાથે 40 મીલી.

સાવધાની રાખવી – ડાયાબિટીસની સમસ્યા હોય તો આનાં ઉપયોગને ટાળવો.

Comments

comments


10,265 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 27