ગિનિસ બુકને પબ્લિશિંગ કરવા અને સ્થાપિત કરવા પાછળ સર હ્યુજ બીવર નું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. 27-28 ઓગસ્ટ 1955 ના દિવસે ફ્લીટ સ્ટ્રીટથી આ પુસ્તકનો પ્રથમ અંક પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સતત આ સંસ્થા વૈશ્વિક સ્તરે દુનિયામાં નવા રેકોર્ડ સામે લાવી રહી છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માં લોકો પોતાનું નામ શામેલ કરવા માટે કેટલીક ઉટ્પટાંગ હરકતો કરે છે. તો જાણીએ આવી કેટલીક લોકો ઉટ્પટાંગ હરકતો વિષે…
સૌથી નાનો વ્યક્તિ અને સૌથી ઉંચો વ્યક્તિ
નેપાળના ચંદ્ર બહાદુર ડાંગી દુનિયાનો સૌથી નાનો વ્યક્તિ છે. ગિનિસ બુક તરફથી તેમને બે પુરસ્કાર આપવામાં આવ્યા છે. એક સૌથી નાના કદના વયસ્ક નો અને બીજો સૌથી નાના કદમાં જીવિત પુરુષનો. તેમનું કદ ફક્ત 21.5 ઇંચ છે. જયારે દુનિયાનો સૌથી ઉંચો વ્યક્તિ સુલતાન કોસેન નું કદ આઠ ફિટ ત્રણ ઇંચ છે.
હાથોમાં હાથકડી અને પગમાં સાંકળો બાંધીને સ્વિમિંગ
હાથોમાં હાથકડી અને પગમાં સાંકળો બાંધીને 25 મીટર સ્વિમિંગ, જ્યોર્જિયા ની 20 વર્ષીય એના લોમીનેઝ એ ટબાઇલીસી માં હાથોમાં હાથકડી અને પગમાં લોખંડની સાંકળો બાંધેલી હોવા છતા 25 મીટર સુધી સ્વીમીંગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે જણાવ્યું કે તેમનું ચેલેન્જ ગૃહનગર ના દર્શકો સામે જીતવાનું હતું અને તે સફળ રહી હતી.
સૌથી લાંબી ગોલ્ફ
સ્ટીક ડેનમાર્ક ના કિર્સ્ટન માસ ને સામાન્ય દેખાતી વસ્તુમાં મજા નથી આવતી. તેથી તેમને દુનિયાની સૌથી મોટી ગોલ્ફ સ્ટીક બનાવી દીધી. 4.37 મીટરની આ સ્ટીકથી એક વાર ગોલ્ફ રમાય હતી અને બોલ 165 મીટર દૂર જઈને પડ્યો હતો.
સૌથી લાંબા નખ
છેલ્લી વખતે ક્રિસ વોલ્ટને પોતાના નખ અઢાર વર્ષ પહેલા કાપ્યા હતા. વોલ્ટન અમેરિકામાં સંગીતકાર છે અને તેમના નખ છ મીટર લાંબા છે. જયારે તેમને તેમના લાંબા નખના સિક્રેટ વિષે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે પુષ્કળ સ્વીટ ખાઓ અને ધીરજ રાખો. સામાન્ય મહિલાઓ ની જેમ ક્રિસ વોલ્ટન ને પણ નેઇલ પોલીશ કરવાનો ખુબજ શોખ છે. બસ, તેમને સમય થોડો વધારે લાગે છે.
ન્યુનત્તમ પાણીમાં હાઇ ડાઇવ
ન્યુનત્તમ પાણીમાં હાઇ ડાઇવ, અમેરિકાના ડેરેન ટેલર ને પ્રોફેસર સ્પ્લેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને 37 ફુટ 11 ઇંચની ઊંચાઈએ માત્ર 11 ઇંચ પાણીમાં ડાઇવ કરીને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો. તેમના કારનામા જોયને લોકો દંગ રહી જાય છે.