વિશ્વમાં સૌથી વધુ દાણચોરી આ 4 વસ્તુઓની થાય છે

વિશ્વમાં દાણચોરીનું કામ લાંબા સમયથી ચાલતું આવે છે. ઘણા દેશોમાં આ ગેરકાયદેસર લેણદેણ હજારો અબજો ડોલરને પાર કરી ચૂક્યું છે. ગેરકાયદેસર લેણદેણથી આ દેશના અર્થતંત્ર પર સંકટળના વાદળો છવાઈ ગયા છે. ભારતમાં પણ મોટી સંખ્યામાં દાણચોરી થઈ રહી છે. તમે વિચારતા હશો કો સૌથી વધુ સોના-ચાંદી અને કિંમતી હીરાની દાણચોરી થતી હશે. પરંતુ એવું નથી, વિશ્વમાં સૌથી વધુ દાણચોરી જાનવરોની થાય છે. અમે તમને જણાવી રહ્યા છીએ, એવી ચાર વસ્તુ વિશે જેની વિશ્વભરમાં સૌથી વધુ દાણચોરી કરવામાં આવે છે.

જાનવરોની દાણચોરી, 126000 કરોડ રૂપિયાનો વાર્ષિક કારોબાર

The 4 items are smuggled in the world, billions are many

જાનવરોની દાણચોરી ખાસકરીને વિકાસશીલ દેશોમાં થઈ રહી છે. ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા દેશમાં જાનવરની દાણચોરી કરતાં લોકો છે. તમામ શિકારી અને વેપારી તેના દ્વારા કરોડોનો વેપાર કરે છે. ઉપરાંત ઘણા આતંકવાદી સંગઠન પણ આ ગેરકાયદેસર દાણચોરી કારોબારમાં સામેલ છે. ઘણાબધાં દેશમાં જાનવરોની દાણચોરીને લઇને કોઈ કડક કાયદો ન હોવાને કારણે દાણચોરી અને કાળાબજારને પ્રોત્સાહન મળી રહ્યું છે. વર્ષ 2005માં ઓસ્ટ્રેલિયાના કસ્ટમ વિભાગે એક મહિલાને દુર્લભ પ્રજાતિની 51 ટ્રોપિકલ માછલી સાથે પકડી હતી, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 819 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જ્યારે 2013માં દાણચોરો પાસેથી 480 ગેંડાના શિંગડા મળી આવ્યા હતા, જેનો ઉપયોગ એશિયાઈ બજારોમાં દવા બનાવવામાં થાય છે. આંતરરાષ્ટ્રીય અહેવાલ જાનવરોની દાણચોરીનો કારોબાર લગભગ વાર્ષિક 126000 કરોડ રૂપિયાનો છે.

ખનિજ પદાર્થોની દાણચોરી, સોનું સૌથી વધુ

The 4 items are smuggled in the world, billions are many

ક્રોમાઈટ, કોલસ, સોનું, લોખંડ અને કિંમતી પથ્થરો અને ખનિજની દાણચોરીનું નેટવર્ક સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. એકલા અફઘાનિસ્તાનમાં જ ત્યાંના વિદેશ વેપારમાં કુલ 20-25 હિસ્સાના રૂપમાં આંકવામાં આવે છે. જ્યારે કોંગો જેવા દેશમાં દર વર્ષે 3150 કરોડ રૂપિયા સુધીનાં સોનાની દાણચોરી કરવામાં આવી છે. ભારતમાં પણ સોનાની દાણચોરી મોટા પાયે થાય છે. અહેવાલ અનુસાર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત સોનાની દાણચોરીનો આંકડો 1000 કરોડને વટાવી ગયો છે. કસ્ટમ, પોલિસ અને રેવન્યૂ વિભાગે નાણાંકીય વર્ષ 2014-15માં દરમ્યાન દાણચોરી માટે લાવવામાં આવેલ 3500 કિલો સોનું જબ્ત કર્યું હતું. તેની કિંમત 1100 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. ઉપરાંત 2012-13ના સમયગાળામાં 100 કરોડ રૂપિયાની કિંમતની 350 કિલો ચાંદી પણ જપ્ત કરવામાં આવી હતી.

હથિયારોની દાણચોરી, 60 અબજ ડોલરનો કારોબાર

The 4 items are smuggled in the world, billions are many

કોઈપણ દેશની પોલીસ અને સેનાને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે હથિયારોની જરૂરત પડે છે. આ હથિયાર તેમને સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો આ હથિયાર ખોટા હાથોમાં ચાલ્યા જાય તો તેના ઉપયોગથી ઘણું બધું નુકસાન થઈ શકે છે. વિશ્વમાં આતંકવાદનું મુખ્ય કારણ હથિયાર અને હથિયારોની દાણચોરી છે. દર વર્ષે હજારો મશીન ગન, ગ્રેનેડ, પોર્ટેબલ એન્ટી એરક્રાફ્ટ, એન્ટી ટેંક્સ ગન્સ અને એન્ટી એર ક્રાફ્ટ મિસાઇલની દાણચોરી મોટાપાયે એક દેશથી બીજા દેશમાં કરવામાં આવે છે. ગેરકાયદેસર હથિયારોની દાણચોરીનું બજાર 60 અબજ ડોલર પ્રતિ વર્ષ છે.

ડ્રગ્સ

The 4 items are smuggled in the world, billions are many

ડ્રગ્સ વિશ્વમાં સૌથી વધુ દાણચોરી થતી વસ્તુમાં સામેલ છે. ડ્રગ્સની દાણચોરી માટે સૌથી વધુ ખચ્ચરોનો ઉપયોગ કરવામાં આવે છે. ખચ્ચરોના ઉપયોગથી ડ્રગ્સ દાણચોરોને ખુદ પકડાઈ જવાનું જોખમ ઘણું ઓછું રહે છે, આવા પશુઓને આ કામ માટે ભાડે રાખવામાં આવે છે. જ્યારે ડ્રગ્સની દાણચોરી વાહન, કપડામાં સંતાડીને અને શરીરના જુદા જુદા ભાગો દ્વારા પણ કરવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ અફઘાનિસ્તાન અફીણની ગેરકાયદેસર સપ્લાઈ થાય છે. આ જ દેશમાં અફીણનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. જ્યારે નોર્થ અમેરિકા અને કેનેડામાં સૌથી વધુ ડ્રગ્સનું સેવન કરવામાં આવે છે. અહીં ડ્રગ્સ ગોળીઓના રૂપમાં લેવામાં આવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,587 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 3 =