આ હેશટેગ શું છે?

આ  હેશટેગ શું છે?

આમ તો આપણે ટવીટર માં હેશટેગ જોયા હોઈ, પરંતુ આપણે તે મુદ્દે રસપ્રદ ચર્ચા કરીએ. આપને અવાર નવાર ટવીટર, ફેસબુક કે ગુગલ પ્લસ અને તેના જેવી બીજી ધણી સોશિયલ સાઈટ પર આપને હેશટેગ(#) ની નિશાની જોઈએ છીએ. ટ્રેન્ડીંગ કે વોટ્સ હોટ જેવા શીર્ષક હેઠળ જુદા જુદા શબ્દો લખ્યા હોય અને તેની આગળ હેશટેગ જોવા મળે છે અથવા તો લોકો ના પોસ્ટ માં આવી નિશાની કેમ ઉમેરે છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયાનો ખરેખર સોશિયલ બનાવે છે આ હેશટેગ.

સોશિયલ મીડિયામાં તેનો ઉપયોગ ધણો મોડો થયો, પણ ખરેખર તો હેશટેગ એ સંખ્યા સૂચવતી નિશાની છે, પણ તેના ભાતભાત ના ઉપયોગ છે. આંકડાની પહેલા તેનો ઉપયોગ કરવામાં આવે તો એ સંખ્યા સૂચવે છે, જેમ કે #૧, જે બોલાય નંબર વન તરીકે. જો આંકડા પછી તેનો ઉપયોગ થાય તો તે વજન દર્શાવે છે ( ખાસ કરીને અમેરિકામાં), જેમ કે ૫# એટલે ફાઈવ પાઉન્ડ! આ હેશટેગની નિશાની નો ઉપયોગ ફોન માં નંબર સૂચક નિશાની તરીકે, ઉપયોગ થાઇ છે અને કોમ્પુટર લેન્ગવેગમાં પણ તેનો ઉપયોગ થઇ છે.

આ  હેશટેગ શું છે?

પરંતુ સોશિયલ મીડિયામાં હેશટેગનો જુદો જ ઉપયોગ થયો છે. સોશિયલ મીડિયામાં આપણે જાણીએ છીએ તેમ આંખી દુનિયાના અસંખ્ય લોકો અસંખ્ય વિષયો પર પોતાના વિચાર, ઈમેજ, વિડીયો વગેરે શેર કરતા રહે છે, પરંતુ આપણે એ જાણવું હોઈ કે સોશિયલ મીડિયાની કોઈ ચોક્કસ સાઈટ પર ગુજરાત વિશે લોકો શું શેર કરે છે તો? ફકત ‘ગુજરાત’ શબ્દ સર્ચ કરવાથી કામ પતે નહિ કેમ કે ઘણી પોસ્ટમાં ગુજરાત વિષે વાત હોય, પણ તેમાં ગુજરાત શબ્દ આવતો જ ન હોઈ તો? આ સિવાય, આપણે પણ જે તે સાઈટ પર જેટલા લોકો ગુજરાત વિષે ચર્ચા ચલાવી રહ્યા હોય, તેમાં ઝુકાવવું હોઈ તો? સોશિયલ મીડિયા પર, કોઈ ચોક્કસ વિષય ને લગતી બધી પોસ્ટ ને અલગ તારવવાની આવી દેખીતી સગવડ નહોતી. આ માટે હેશટેગ નો ઉપયોગ થઇ છે.

Comments

comments


6,376 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 13