આ સોસની બોટલ છે કંઈક ખાસ, કિંમત છે 14 લાખ રૂપિયા

આ સોસની બોટલ છે કંઈક ખાસ, કિંમત છે 14 લાખ રૂપિયા

મેકડોનલ્ડમાં બિગ મેક બર્ગર તો તમે ખૂબ ખાધા હસે, પરંતુ શું તમને તેના ખાસ સ્વાદનું રહસ્ય શું છે તે ખબર છે. તેનું રહસ્ય છે મેકડોનલ્ડનો ખાસ પ્રકારનો સોસ.

હવે આ સોસમાં ખાસ શું છે તે જણાવી શકાય તેમ નથી, પરંતુ હફિંગન પોસ્ટમાં છપાયેલ સમાચાર મુજબ, હવે આ સોસને મેકડોનલ્ડ તરફથી ઓનલાઇન બજારમાં વેચાણ માટે મુકવામાં આવ્યો છે. જોકે, આ ઓફર હાલમાં માત્ર ઓસ્ટ્રેલિયામાં જ ઉપલબ્ધ છે.

તમને જણાવીએ કે 500 મિલીની આ બોટલની કિંમત પહેલા 18,000 ડોલર રાખવામાં આવી હતી. 23,100 ઓસ્ટ્રેલિયન ડોલર (અંદાજે 14,18,000 રૂપિયા) સુધીની બોલી લગાવવામાં આવી છે. મેકડોનલ્ડ તરફથી સોસના વેચાણ દ્વારા મળતી રકમ રોનાલ્ડ મેકડોનલ્ડ હાઉસ ચેરિટીઝ નામની ચેરિટેબલ સંસ્થાને આપવામાં આવશે.

મેકડોનલ્ડ ઓસ્ટ્રેલિયાના ગ્રાહકોને 25 મિલીની આ સ્પેશ્યલ સોસની ટ્યુબ પણ વેચી રહી છે, જેની કિંમત 50 ઓસ્ટ્રેલિયન સેન્ટ રાખવામાં આવી છે. આ ઓફર સ્ટોક ખતમ થવા સુધી જ માન્ય છે. ઓસ્ટ્રેલિયામાં 950 સ્થળે આ ટ્યુબનું વેચાણ થઈ રહ્યું છે. ઇન્ટરનેટ પર ઘણાબધા લોકોનું માનવું છે કે, આ સોસ દ્વારા મેકડોનલ્ડ પોતાનું એક રહસ્ય વેચી રહી છે, પરંતુ એવું નથી. મેકડોનલ્ડ આ પહેલા પોતાની વેબસાઇટ પર પોતાના બિગ મેક બર્ગની રેસિપી જણાવી ચૂકી છે

આ સોસની બોટલ છે કંઈક ખાસ, કિંમત છે 14 લાખ રૂપિયા

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,039 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 5