અમારો આ લેખ વિડીયો કન્વર્ટર અને ડાઉનલોડરના વિષે છે. તમારે બધી વેબસાઈટ માટે અલગ અલગ ડાઉનલોડરનો ઉપયોગ કરવો જરૂરી નથી. માત્ર એક જ સોફ્ટવેરથી તમે Youtube , Mtv, Facebook, Dailymotion અને Vimeo વગેરેના વિડીયો સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.
અહી જણાવવામાં આવેલ વિડીયો કન્વર્ટરનું સોફ્ટવેર બિલકુલ ફ્રી છે, જે ખુબ સરળ પણ છે. વિડીયો કન્વર્ટરના આ સોફ્ટવેરનું નામ ‘Free Make Video Converter’ છે. તમે આમાંથી Video ને Converter કરી શકો છો. આને તમે ગુગલ પરથી ડાઉનલોડ કરી શકો છો.
આ ઉપરાંત wonder share નામની એક વેબસાઈટે પણ વિડીયો કન્વર્ટર સોફ્ટવેર બનાવ્યું છે, જેનું નામ ‘all my tube’ છે. આમાં જણાવેલ ઇન્સ્ટ્રકશનને ફોલો કરશો તો સરળતાથી વિડીયો કન્વર્ટ કરી શકશો. તમે કોઇપણ વેબસાઈટના વિડીયોઝ આમાં કન્વર્ટ કરી શકો છો. આમાં mp3, mp4, Hd, ipad વગેરેના અલગ અલગ ઓપ્શન્સ છે.