આ વ્યક્તિ પહેરે છે સૌથી મોંધા બૂટ, જેની કિંમત થી તમે ઘણી BMW ખરીદી શકો!

most-expensive-shoes-2_april-2015

દુનિયામાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે. જેમાંથી કોઈ અમીર પોતાની વસ્તુને ‘શો ઓફ’ કરે છે તો કોઈ શો ઓફ કરવામાં માનતા નથી. ટાઈટલ વાંચીને જ તમને એમ થતું હશે કે આવા મોંધામાં મોંધા શોખ તો અમીર લોકો જ ઘરાવે.

ઘણા બધા લોકોને મોંધી વસ્તુઓ ખરીદવાનો શોખ હોય છે અને તેઓ ખરીદતા પણ હોય છે. તેમાંથી જ એક છે આ વ્યક્તિ, જે રોયલ લાઈફ જીવે છે. આને જાણીને તમે કહેશો કે ‘ઉંચે લોગ, ઉંચી પસંદ’ અમીર લોકોની વસ્તુઓ હોય જ છે એટલી મોંધી કે તેની કિંમત આકવામાં લોકોને ખુબ મુશ્કેલી થતી હોય છે.

તમારે આ મોસ્ટ એક્પેન્સીવ બૂટ ખરીદવા ફક્ત અમીર જ નહિ પણ સૌથી અમીર થવું પડશે. વેલ. જે વ્યક્તિ દુનિયાના સૌથી મોંધા બુટ પહેરે છે તેનું નામ ‘નીક કૈનન’ (અમેરિકન રેપર, કોમેડિયન, રેકોર્ડ પ્રોડ્યુસર અને ટેલિવિઝન પર્સનાલિટી) છે. નીક અમેરિકા ના રિયાલીટી શો ને હોસ્ટ કરે છે.

wenn21732777

૨૦૧૪માં નીક કૈનને દુનિયાના સૌથી મુલ્યવાન બૂટ પહેર્યા હતા. આના માટે ‘ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે’ તેને સર્ટીફીકેટ પણ આપ્યું હતું. બૂટની આ જોડીની કિંમત ૨૦ લાખ ડોલર એટલેકે લગભગ ૧૩.૩૬ કરોડ રૂપિયા છે.

આ મોસ્ટ એક્પેન્સીવ ટોમ ફોર્ડ શુઝ ને ‘જૈસન અરાશેબેન’ નામના વ્યક્તિએ ડીઝાઈન કર્યા હતા. આમાં ૧૪,૦૦૦ વાઈટ ગોલ્ડ ડાયમંડ લગાવેલ છે. આ હીરાનો ટોટલ કેરેટ વેટ ૩૪૦ કેરેટ છે. આ વેલ્યુએબલ શુઝ ને નીક ‘અમેરિકાઝ ગોટ ટેલેન્ટ’ ના ફિનાલે માં પહેરીને આવ્યા હતા.

nick-cannon-2-million-dollar-shoes-1

cannon19f-1-web

Comments

comments


9,299 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 4