ફેરેનની આ અભિનેત્રીઓ ભારતમાં થઇ પ્રખ્યાત

કેટરિના કૈફ

The 11 foreign actresses in Bollywood popular

બ્રિટિશ મૂળની કેટરિના કૈફ આજે બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાં સામેલ છે. કેટરિનાએ 2003માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની પહેલી ફિલ્મ ફ્લોપ રહી હતી. જોકે, સખત મહેનતના પ્રતાપે તેણે ખૂબ નામના મેળવી.

કેટરિનાનો જન્મ 16 જુલાઇ, 1984ના રોજ હોંગકોંગમાં થયો હતો. તેનું બાળપણ હવાઇમાં વિત્યું અને તેની લાઇફના કેટલાક વર્ષો 18 અલગ-અલગ દેશોમાં પસાર થયા. લગભગ એક દાયકા લાંબા ફિલ્મી કરિયર દરમિયાન કેટરિનાએ સુપરસ્ટાર્સ સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, રીતિક રોશન સાથે કામ કર્યું.

ઉપરાંત કેટરિના જાહેરાતની દુનિયામાં પણ લોકપ્રિય રહી. તે લક્સ, નક્ષત્ર, સ્લાઇસ અને લોરિયલ જેવી બ્રાન્ડને એન્ડોર્સ કરે છે. કેટરિના ઉપરાંત, સની લિયોનથી લઇને જેક્લિન ફર્નાન્ડિઝ સુધી એવી કેટલીય વિદેશી અભિનેત્રીઓ છે, જેમણે બોલિવૂડમાં એન્ટ્રી કરી.

સની લિયોન

The 11 foreign actresses in Bollywood popular

કેનેડાથી આવેલી સની લિયોન પહેલા ટીવી શો ‘બિગ બોસ’માં જોવા મળી હતી. તેણે ફિલ્મીની કરિયરની શરૂઆત ‘જીસ્મ 2’થી કરી હતી. ફિલ્મે કોઇ ખાસ ધમાલ નહોતી મચાવી, પણ સની દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. સની ફિલ્મ ‘રાગિની એમએમએસ 2′, ‘કુછ કુછ લોચા હૈ’, ‘એક પહેલી લીલા’ વગેરે જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂકી છે.

જેક્લિન ફર્નાન્ડિઝ

The 11 foreign actresses in Bollywood popular

2006માં મિસ શ્રીલંકા યુનિવર્સનો ખિતાબ જીતનાર જેક્લિનએ 2009માં ફિલ્મ ‘અલાદીન’ દ્વારા બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે તેને આઇફા બેસ્ટ ડેબ્યૂ સ્ટરા ઓફ ધ યર અને સ્ટારડસ્ટ એવોર્ડ બેસ્ટ એક્સાઇટિંગ ફેસનો ખિતાબ મળ્યો હતો. ફિલ્મ ‘મર્ડર 2’માં શાનદાર અભિનય દ્વારા તેને બોલિવૂડમાં ઓળખ મળી હતી. તે સલમાન ખાન સાથે ફિલ્મ ‘કિક’માં જોવા મળી હતી. આજકાલ તે ફિલ્મ ‘બંગિસ્તાન’ અને ‘બ્રધર્સ’માં વ્યસ્ત છે.

નરગિસ ફખરી

The 11 foreign actresses in Bollywood popular

રણબિર કપૂર સાથે ફિલ્મ ‘રોકસ્ટાર’માં નજરે પડનાર નરગિસ મૂળ અમેરિકાની છે. નરગિસ 2009માં કિંગફિશર સ્વિમસૂટ કેલેન્ડરમાં જોવા મળી હતી. ફિલ્મ ‘રોકસ્ટાર’માં જબરદસ્ત પર્ફોમન્સને લીધે તે બેસ્ટ ફીમેલ ડેબ્યૂ ફિલ્મફેર માટે નોમિનેટ થઇ હતી. પછી તે ફિલ્મ ‘મદ્રાસ કૈફે’ અને ‘મૈં તેરા હિરો’માં જોવા મળી હતી.

લોરેન ગોટલિએબ

The 11 foreign actresses in Bollywood popular

યુએસની લોરેન ગોટલિએબ હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ‘એબીસીડી 2′ અને ‘વેલકમ ટૂ કરાંચી’માં જોવા મળી હતી. ફિલ્મ્સ ઉપરાંત તે ટીવી શો ‘ઝલક દિખલા જા’માં પણ ભાગ લઇ ચૂકી છે.

ક્લોડિયા

The 11 foreign actresses in Bollywood popular

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બલમા ગર્લના નામથી જાણીતી ક્લોડિયાનો જન્મ પોલેન્ડમાં થયો હતો. તેણે લગભગ 15 વર્ષની ઉંમરે ફેશન અને ડાન્સિંગ શોઝ દ્વારા કરિયરની શરૂઆત કરી હતી. ભારતમાં સૌથી પહેલા તેને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી. તે ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 3’માં પણ જોવા મળી હતી. ઉપરાંત તે ટીવી શો ‘જોર કા ઝટકા’માં જોવા મળી હતી, જેમાં તે ફર્સ્ટ રનર-અપ રહી હતી.

એમી જેક્સન

The 11 foreign actresses The 11 foreign actresses in Bollywood popularin Bollywood popular

ભારતમાં તમિલ ફિલ્મ્સથી ડેબ્યૂ કરનાર અભિનેત્રી એમી જેક્સન મૂળ બ્રિટિશ છે. તે મિસ ટીન લીવરપૂલ, મિસ ટીન ગ્રેટ બ્રિટેન અને મિસ ટીન વર્લ્ડ જેવા ખિતાબ પોતાના નામે કરી ચૂકી છે. મિસ ટીન લીવરપૂલનો ખિતાબ જીત્યા પછી ભારતીય ફિલ્મ નિર્માતાઓની નજર તેની પર પડી હતી. તેની પહેલી તમિલ ફિલ્મ ‘માદ્રાસાપાથિનમ’ 2010માં રીલિઝ થઇ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. 2012માં પ્રતીક બબ્બર સાથે તેની પહેલી હિંદી ફિલ્મ ‘એક દીવાના થા’ રીલિઝ થઇ હતી. એમી અત્યાર સુધી બે તમિલ, એક હિંદી અને એક તેલુગુ ફિલ્મમાં કામ કરી ચૂકી છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,559 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>