આ વાતો તમારા જીવનમાં આવશે ડગલે ને પગલે કામ

Gujarati-Suvichar-t1

જીવન સાથે જોડાયેલ મુશ્કેલીઓ ને દુર કરવા માટે શાસ્ત્ર, વિદ્વાનો અને મહાપુરુષો એ ઘણા નાના નાના સુત્રો બનાવ્યા છે. જેનું પાલન કરીને વ્યક્તિ તે સમસ્યાઓ થી દુર રહી શકે છે.

* મહાન ધ્યેયના પ્રયત્ન માં જ આનંદ છે, ઉલ્લાસ છે અને પદવી માટે પ્રાપ્તિની માત્રા પણ છે.

* વસંત ઋતુ ચોક્કસપણે આહલાદક છે. ઉનાળા ની ઋતુ પણ આહલાદક છે. વરસાદ, પાનખર, હેમંત અને શિયાળા પણ રમણીય છે, એટલે કે બધો જ સમય ઉત્તમ છે.

* શ્રદ્ધા બુદ્ધિથી પણ પર હોય છે.

* આજે તમે જે કરી શકો તેમ હોવ તે આવતી કાલ પર કદીયે મુલતવી રાખશો નહીં.

* દુષ્ટ સ્ત્રી, કપટી મિત્ર, સામું બોલનાર નોકર અને સાપવાળા ઘરમાં રહેવું એ મોત જ છે એમાં શંકા નથી.

* સજ્જનો બીજા ઉપર ઉપકાર ખૂબ જ વિનમ્રતાથી કરે છે અને તેવા વખતે એવું લાગે છે કે તેઓ ઉપકાર મેળવી રહ્યા છે, પણ વાસ્તવમાં તેઓ ઉપકાર કરી રહ્યા હોય છે.

* બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર.

* જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે.

* ત્યાગથી નિરંતર શાંતિ મળે છે.

* જે જાણે છે કે એકલતા શું છે..તે બીજા માટે હંમેશાં હાજર રહે છે.

* સફળતા પછીનો સૌથી અધરો તબક્કો તમારી સફળતાથી ખુશ થનારને… શોધવાનો હોય છે.

* વગર ચોપડીએ જે શીખવાડી જાય છે એને જીંદગી કહે છે.

* પડકાર જેટલો મોટો, સફળતા એટલી જ મોટી.

* હમેશા ખુશ રહેવી જોઈએ. દુખી થવાથી તકલીફ દુર તો નહિ થાય પણ આજની શાંતિ પણ જતી રહેશે.

* સફળતાનું કોઈ રહસ્ય નથી, તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.

* સારું હૃદય અને સારો સંબંધ બંને જરૂરી છે. સારા હૃદયથી કેટલાય સંબંધો બને છે અને સારા સ્વભાવથી તે સંબંધો જીવનભર ટકે છે.

* “સમય” સાથે ચાલવાની આવડત તો બધા પાસે છે.” મજા તો ત્યારે આવે જયારે “સમય” બદલાય જાય પણ માણસ ના બદલાય.

* જિંદગી ની સાદી વાતો જ અસાધારણ હોય છે અને શાણા માણસો જ તેને સમજી શકે છે.

* જયારે દીવાલમાં તિરાડ પડે ત્યારે દીવાલ પડી જાય છે, જયારે સંબંધ માં તિરાડ પડે ત્યારે દીવાલ બની જાય છે.

* કોઈ-કોઈનો મિત્ર નથી અને નથી શત્રુ. વ્યવહારથી જ મિત્ર અને શત્રુ બને છે.

* જીવન માં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે, જેના માટે લોકો કહેતા હતા આ કામ તું નહિ કરી શકે.

* જેવી રીતે આંધળા લોકો માટે અરીસો (કાંચ) નકામો છે તેવી જ રીતે મૂરખ માટે વિદ્યા નકામી છે.

* કોઈ માણસ બીજા માણસને દાસ નથી બનાવતો, ફક્ત ધનની લાલસા જ મનુષ્યને દાસ બનાવે છે.

* ન્યાય અને નીતિ લક્ષ્મીના રમકડાં છે, તે જેમ ઈચ્છે તેમ આપણને નચાવે છે.

Comments

comments


8,872 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 3