આ વસ્તુનું રાખશો ખ્યાલ તો, શિયાળામાં પણ તમારી ત્વચા રહેશે દમકતી

how to take care of your dry skin in winter | Janvajevu.com

શિયાળામાં આપણે આપણી ત્વચાની દેખભાળ કરવી જોઈએ. ખાસકરીને શુષ્ક ત્વચાને આ મોસમમાં વધારે દેખભાળની જરૂર છે. તો હવે થોડી સાવધાની રાખો, જેથી તમારી ત્વચા દમકતી રહે. આ મોસમમાં શું-શું સાવધાની રાખવી જોઈએ તે જાણો.

શિયાળાની ઋતુ આપણને બધાને ખુબ પસંદ આવે છે. આ મોસમના સુંદર દિવસો અને મનોરમ રાત આમ પણ હરવા-ફરવા માટે લોકોને વધારે પસંદ હોય છે. પરંતુ, આ મોસમ ક્યારેય તમારી ત્વચાને પસંદ નથી આવતી. આ મોસમમાં ખાસ કરીને સુકી ત્વચા થવી એ સામાન્ય બાબત છે. આવી ત્વચાને કારણે મોઈશ્ચરાઈઝર પણ કામ નથી કરતુ, અને તમારે તેની યોગ્ય દેખભાળ કરવી પડે છે.

શું છે આના લક્ષણો

how to take care of your dry skin in winter | Janvajevu.com

– ખંજવાળ, ખાસ કરીને રાત્રે વધી જાય છે.

– ત્વચા પર ભૂરા અને લાલ ફોલ્લાઓ થાય છે.

– નાના ગુમડાંઓ થાય છે, જો આમાં ખંજવાળ આવે તો તેમાંથી તરલ પદાર્થ નીકળવા લાગે છે.

– સૂકી, ઘટ્ટ ત્વચા જોવા મળે છે.

સૂર્યના કિરણોની વધારે અસર

how to take care of your dry skin in winter | Janvajevu.com

સૂર્યના કિરણોનો ત્વચા પર ખરાબ પ્રભાવ પડે છે. સૂર્યના કિરણો કોલાજન ની બનાવટમાં નુકશાન પહોચાડે છે, જેથી ત્વચામાં ભેજનો અભાવ જોવા મળે છે અને ત્વચા કરચલી વાળી, સૂકી અને મુરજાઇ ગઈ હોય તેવી લાગે છે. આને દુર કરવા સનસ્ક્રીન નો પ્રયોગ અવશ્ય કરવો.

નકલી કોસ્મેટિક ઉત્પાદનો ટાળવા

how to take care of your dry skin in winter | Janvajevu.com

સસ્તી અને નકલી કોસ્મેટિક પ્રોડક્ટ્સ વાપરીએ તો સૂકી ચામડી વગેરે સમસ્યાઓ પેદા થાય છે. તેથી હંમેશા સારી અને ઉપયોગી વસ્તુઓનો જ ઉપયોગ કરવો. ઓલિવ ઓઈલથી ત્વચામાં નિયમિત મસાજ કરો. કારણ કે, આ ભેજ યુક્ત ત્વચા માટે યોગ્ય છે.

વધારે સમય સુધી ન ન્હાવું

how to take care of your dry skin in winter | Janvajevu.com

10 મિનિટ કે તેથી વધુ ગરમ પાણીમાં ન્હાવું એ તમારી ત્વચા માટે નુકસાનકારક બની શકે છે. નવશેકા પાણીમાં લાંબા સમય સુધી ન્હાવાથી તમારી ત્વચા શુષ્ક બની જાય છે અને ત્વચા સંબંધિત સમસ્યાનું જોખમ પણ વધી જાય છે. ન્હાવા માટે ગરમ પાણીને બદલે નવશેકું પાણી વાપરો. એનાથી પણ વધારે બેટર છે કે ન્હાવા માટે એક ડોલ પાણીમાં એક કપ કાચું દૂધ નાખો. આનાથી સોફ્ટ ત્વચા અને સાથે સાથે sparkling (શાનદાર) ત્વચા પણ થશે.

કુદરતી ઉત્પાદનો વાપરો

how to take care of your dry skin in winter | Janvajevu.com

નેચરલ ક્લીનીંગથી ચહેરો સાફ કરવા માટે કોટનના કપડાને દૂધ વાળું કરીને ચહેરાને ક્લીન કરો. થોડા સમય સુધી ચહેરાને કુદરતી હવામાં સુકાવવા દ્યો, અને પછી નવશેકા પાણીથી ધોઈ લ્યો. દૂધ એક કુદરતી ક્લીન્જર છે. જેના ઉપયોગથી ત્વચા શુદ્ધ બને છે અને સાથે- સાથે ત્વચા સોફ્ટ પણ થાય છે. નેચરલ મોઇસ્ચરાઈઝર તરીકે તમે ગુલાબ જળ, મધ, ગ્લિસરીન અને લીંબુનો રસને મેળવીને એક બોટલમાં ભરી ધ્યો. રાત્રે સુતા સમયે ચહેરા પર અને હાથ, પગ પર લગાઓ. આમાં મેળવેલ મધ અને ગ્લિસરીનથી તમારી ત્વચા સોફ્ટ થશે અને ગુલાબ જળથી ચહેરો અને શરીર પર ગુલાબી ગ્લો આવશે.

કુદરતી સ્કબ

how to take care of your dry skin in winter | Janvajevu.com

સ્નાન પહેલાં તમારા ચહેરા અને બોડીને સ્કબ કરી લ્યો. સ્કબ બનાવવા માટે તમે દહીંમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ અને થોડું હળદર મેળવીને પેસ્ટ બનાવી લ્યો. આ પેસ્ટને તમારા આખા શરીર પર લગાવીને ધીરે ધીરે 3-4 મિનિટ સુધી માલીશ કરો અને ત્યારબાદ થોડા સમય પછી પાણીથી ધોઈ લ્યો. આ સ્કબથી તમારી ત્વચા સુંદર અને કોમળ થઈ જશે.

મોસમી ફળોનો પ્રયોગ

how to take care of your dry skin in winter | Janvajevu.com

બે તાજી સ્ટ્રોબેરીને મલાઈમાં સારી રીતે મેળવી લ્યો અને આને તમારા ચહેરા પર મોઇસ્ચરાઈઝર ની જેમ લગાવીને થોડા સમય સુધી મસાજ કરો. થોડું સુકાય એટલે આને નવશેકા પાણીથી ધોઈ લેવું.

દરેક સીઝનમાં વિશિષ્ટ છે મધ

how to take care of your dry skin in winter | Janvajevu.com

આંગળીઓને નવશેકા પાણીમાં બોળો, અને એમાં મધ લઈને આખા ચહેરા અને ગાળા પર લગાઓ. લગભગ 10 મિનિટમાં તમારા ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લ્યો. આને લગાવવાથી ત્વચા સોફ્ટ અને શાઇની બને છે. જયારે પણ તમે હાથ, પગ અને ચહેરો ધોવો તો મોઇસ્ચરાઈઝર આવશ્ય લગાવવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,923 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>