બોલીવુડના ફેમસ એક્ટર અનીલ કપૂરને કોણ નથી ઓળખતું? તમને જણાવી દઈએ કે અનીલ કપૂરની પુત્રી સોનમ કપૂર જેવી રીતે બોલીવુડમાં પોતાનો જાદુ બતાવે છે તેને જોઈને પિતા અનીલ કપૂર ખુબ ખુશ છે. પરંતુ હિન્દી ફીલ્મોધ્યોગ માં પોતાનો પુત્ર હર્ષવર્ધન એન્ટ્રી કરવા જઈ રહ્યો છે જેને જોઇને તેના પિતા વધારે ખુશ છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાન અભિનેતા અનિલ કપૂરનો પુત્ર હર્ષવર્ધન કપૂર 2016 માં હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ માટે તેને બધી તૈયારીઓ કરી લીધી છે.
હર્ષવર્ધન કપૂરની ગ્રેંડ એન્ટ્રી રાકેશ ઓમપ્રકાશ મહેરાની લવ સ્ટોરી ફિલ્મ ‘મીર્ઝીયા’ થી થવા જઈ રહી છે. આ ફિલ્મ સાત ઓક્ટોબર ના રોજ રીલીઝ થવા જઈ રહી છે. અનિલ કપૂર ઘણી વાર પોતાના પુત્રના વખાણ કરતા જણાવે છે કે તેને સિનેમાઘરનું નોલેજ વધારે છે.
તમને જણાવી દઈએ કે પુત્ર હર્ષવર્ધન કપૂરના કહેવા મુજબ જ અનીલ કપૂરે બ્લોકબસ્ટર ફિલ્મ ‘સ્લમડોગ મિલીનેયર’ અને ‘દિલ ધડકને દો’ જેવી ફિલ્મો સાઈન કરી હતી.
હર્ષવર્ધન ની ફિલ્મ મીર્ઝીયાનું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે જેમાં તેઓ એક યોધ્ધાની (વોરિયર) ભૂમિકા નિભાવશે. આ ફિલ્મ ફેમસ મિર્જા-ગાલીબ ની પ્રેમ કહાની પર આધારિત છે.