આના માટે સૌપ્રથમ Run ઓપન કરવા માટે Window Button + R પ્રેસ કરો. પછી આના સર્ચ બોક્સમાં cmd લખીને એન્ટર આપશો એટલે એક વિન્ડો ખુલશે જે બ્લેકમાં હશે.
આમાં વ્હાઈટ અક્ષરમાં નીચે Users ની બાજુમાં લખાયેલ ધારોકે janvajevu ને લઈને કોપી કરી નોટપેડમાં પેસ્ટ કરતા janvajevu ની જગ્યાએ Network SSID (WiFi Network નું નામ જેનાથી તમારું કોમ્પ્યુટર કનેક્ટ થઇ ચુક્યું છે) નામ લખવું.
હવે આ જ બોક્સમાં ડાબી બાજુ ઉપરની તરફ એક ઓપ્શન મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
આમાં જઈ Edit ના ઓપ્શનમાં જઈ તમને Paste કરવાનું ઓપ્શન મળશે. તો તેમાં પેસ્ટ કરવાનું રહેશે. આને માઉસથી જ કરવું. કીબોર્ડ ની શોર્ટકટ કી કામમાં નહિ આવે.
હવે Enter પ્રેસ કર્યા બાદ વિન્ડોમાં Security Setting Section માં તમારો પાસવર્ડ છેલ્લી લાઈનમાં એટલેકે key content માં લખેલ આવશે.