આ રીતે જાણો કે કોનું ફેસબુક એકાઉન્ટ નકલી (ફેક) છે

facebook_1

ફેસબુક અત્યારે દુનિયાનું સૌથી લોકપ્રિય અને મોટામાં મોટુ સોશિયલ મીડિયા નેટવર્ક છે. આજ કાલ  ફેસબુકમાં ફેક આઈડી બનાવનાર લોકોની કમી નથી. ફેક આઈડી બનાવીને ઘણા લોકો ક્રાઈમની દુનિયામાં દસ્તક આપતા હોય છે.

ફેક આઈડી ના માધ્યમે કોઈ કોઈને બ્લેકમેલ કરતુ હોય તો કોઈ ખરાબ એમએમએસ બનાવી મોટાભાગે મહિલાઓને હેરાન કરતા હોય છે. ઉપરાંત છોકરીઓના નામ પર અમુક લોકો નકલી આઈડી બનાવીને લોકોને પરેશાન કરતા હોય છે. આવા બધા માટે ફેસબુકના યુઝર્સને સાવધાન રહેવું જરુરી છે.

*  નકલી આઈડી ઓળખવા માટે પ્રોફાઈલ પીક જોવી ખુબજ જરૂરી છે. કોઈપણ રીયલ (ઓરિજીનલ) એકાઉન્ટ વાળાની પ્રોફાઈલમાં ઓછામાં ઓછા ૨ પિક્ચર્સ તો સેમ હોય જ છે. જો કોઈ અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે તો તેને એક્સેપ્ટ કરતા પહેલા તેનાં પ્રોફાઈલમાં ‘અબાઉટ અસ’ નું ઓપ્શન ચોક્કસ ચેક કરવું.

*  જો તમને અસલી જેવી ફોટોસ દેખાય તો તમારા ડેસ્કટોપ પર સેવ કરો અને તમારું બ્રાઉઝર ખોલો. હવે ગુગલ ઓપન કરીને ફોટો ડ્રેગ કરો. ત્યારબાદ ગુગલ જાતે જ તે ફોટા સાથે મળતી ઇમેજીસ બતાવશે.

*  ફક્ત ફોટો જ નહિ પ્રોફાઈલનું નામ પણ ખોટું લાગે તો તેને પણ ગુગલમાં જઈને સર્ચ કરો. ગુગલ માંથી કોઈને કોઈ તો તમને મળતું રીઝલ્ટ મળી જ જશે. નકલી આઈડીના કેસમાં મોટાભાગે યુઝર્સ લાંબા સમય સુધી કોઈ સ્ટેટસ અપડેટ નથી કરતા.

*  તમે તેમનું ફ્રેન્ડ લીસ્ટ પણ ચેક કરી શકો છો. ઉપરાંત તેમના પેજમાં લાઈક બટન પણ ચેક કરવું. જો ફેક આઈડી હશે તો તે લોકોએ મોટાભાગે સેક્સ સબંધિત પેજીસને વધારે લાઈક કર્યા હશે. પ્રાઈવસીમાં જઈને પોતાની પ્રોફાઈલ અને ફોટોસને હાઈડ કરો.

*  મોટાભાગે ફેક આઈડી બનાવનાર યુઝર્સની પ્રોફાઇલમાં એજ્યુકેશનને લગતી ડીટેઈલ્સ હોતી નથી અથવા હોય તો તેઓએ કોઈ ઉંચી સંસ્થાનું નામ લખેલ હોય છે. ઉપરાંત નાની ઉમરમાં કોઈ મોટી કંપનીના CEO હોવાનો દાવો કરતા હોય છે. આવા લોકો સાથે ક્યારેય ચેટિંગ ન કરવી. તેઓ વધારે અશ્લીલ વાતો કરવાનું પસંદ કરતા હોય છે.

Comments

comments


16,179 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 13