આ રામબાણ ઉપાયો થી કમરના દુ:ખાવાને કહો બાય બાય!

172097

આજે મોટાભાગના લોકો આ સમસ્યા નો સામનો કરી રહ્યા છે. તમે ઘર કામ કરો, ઉભા રહીને કામ કરો કે પછી ઓફિસે ખુરશી પર બેસીને કામ કરો તો પણ આ દુઃખાવો તો આવી જ જાય છે. કમર ના દુખાવાને કારણે માંસપેશીઓ માં તનાવ ઉત્પન્ન થાય છે અને આ દુખાવો વધવા લાગે છે. નીચેના ઉપાયોથી આ દુખાવામાં તમને ઘણો ફેર પડશે.

*  અજમાના દાણા ને તવીમાં શેકીને થોડા ઠંડા દાણા થાય એટલે ઘીરે ઘીરે ચાવતા ગળી જવું. વારંવાર ૭ દિવસ સુધી આનું સેવન કરવાથી ૮ માં દિવસે તમને ફરક જણાશે.

*  જે જગ્યાએ દુઃખાવો થતો હોય ત્યાં ૫ મિનીટ સુધી ગરમ શેક આપવો અને ૨ મિનીટ ઠંડો શેક આપવો.

*  તવીમાં ૨ થી ૩ ચમચી મીઠું નાખી બરાબર શેકી લેવું. હવે એક સુતરાઉ કાપડમાં મીઠું નાખી બાંધી દેવું. હવે કમરે આ પોટલીથી ગરમ શેક કરવો.

*  વધારે સમય સુધી એકની એક જ જગ્યાએ ન બેસી રહેવું. ૪૦ મિનીટ બાદ ખુરશીમાંથી ઉભા થઈને બહાર એક આટો મારી લેવો.

*  કમરના દુખાવા માટે યોગ ખુબ જ ફાયદાકારક છે. ભુજંગાસન, શલભાસન, હલાસન, ઉત્તાનપાદાસન વગેરે જેવા યોગાસનો કરવા. આનાથી તમને લાભ થશે.

*  જયારે તમે બેસો છો ત્યારે એકદમ સીધા પોસ્ચરમાં (ટટ્ટાર) બેસવું. લુઝ થઈને ન બેસવું.

*  તલના તેલથી માલીશ કરવાથી આ સમસ્યા દુર થાય છે.

*  દાદરમાં ચાલતા ઉતરતા ઘ્યાન રાખવું જેથી કમરમાં મચકોડ ન આવી જાય.

Comments

comments


16,366 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 3