કેવિટી નો અર્થ દાંતનો સડો. કેવિટી કાળા રંગની થાય છે. આમ તો આ સમસ્યા બધાને જ થાય છે. પણ, બાળકોમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે. કારણકે બાળકો મીઠી વસ્તુઓ જેમકે ચોકલેટ્સ અને અન્ય સ્વિટ વસ્તુઓનું વધારે સેવન કરતા હોય છે. વેલ, આનાથી છુટકારો મેળવવા માટે તમારે થોડી વાતોને ઘ્યાનમાં રાખવી પડશે.
ચોકલેટ, આઈસ્ક્રીમ, ચિપ્સ, કેક જેવી ઉચ્ચ કેલેરી યુક્ત અને શુગર યુક્ત વસ્તુ કેવિટી નું પ્રમુખ કારણ છે.
* કેવિટી થી બચવા માટે ફલોરાઇડ યુક્ત ટુથપેસ્ટ નો ઉપયોગ કરવો. આનાથી આવશ્યક ખનીજ તત્વો મળે છે જે, દાંતને મજબુત બનાવે છે.
* મોઢામાં થતી ગંદકી દાંતને ખરાબ કરે છે. પછી બ્રશ કરવાથી પણ તમને આ સમસ્યાથી છુટકારો નથી મળતો. તેથી નિયમિત રૂપે દંત ચિકિત્સક પાસે દાંતનો ચેકઅપ કરાવતા રહેવું.
* દાંતના સડવા પાછળ ઘણા બધા કારણો હોય છે, જેમકે મોંમાં દુર્ગંધ, દાંતનો દુઃખાવો, દાંતોનું સંવેદનશીલ હોવું, દાંતોમાં ઇન્ફેક્શન અને દાંત માં પરુ આવવું વગેરે…..
* ભોજન બાદ શુગર વગરની ચ્યુંઈંગમ ખાવી. આને ચાવતા સમયે મોંમાં લાળ ઉત્પન્ન થાય છે. જે ભોજન બાદ મોંમાં ચોંટેલ એસિડને હટાવે છે. આનાથી દાંતો એકદમ સ્વસ્થ રહેશે અને કેવિટી પણ નહિ થાય.
* દુધમાં ટુકડા કરેલ બદામ નાખીને અથવા બદામ નું દૂધ પીવું. બદામ માં કેલ્શિયમ હોય છે જે દાંતો ને સ્વસ્થ રાખે છે.
* લવિંગ ને દાંતોની સમસ્યા માટે રામબાણ ઈલાજ મનાય છે. તમને જયારે પણ દાંત નો દુઃખાવો થાય એટલે મોં માં તરત જ એકાદ બે લવિંગ મુકીને ચગળવા. આનાથી દાંત સ્ટ્રોંગ બનશે અને કેવિટી પણ નહિ થાય.
* ભોજન બાદ ફ્લોસિંગ (Flossing) કરવાથી દાંતમાં રહેલ કચરું દુર થાય છે.
* ભોજન બાદ નિયમિત રૂપે ટુથપેસ્ટ કરવું. આનાથી મોંમાં ભોજન ની સ્મેલ પણ નહિ રહે. વધારે જંક ફૂડ, ફાસ્ટફૂડ અને સ્વિટ આહાર લેવાથી પરહેજ કરવો.
* શુગર યુક્ત પેય (બેવરેજીસ) નું સેવન ન કરવું. જો ક્યારેક શુગર યુક્ત પીણા નુ સેવન કરવું હોય તો તેને સ્ટ્રો થી પીવું.