આ યોગાસન થી બનાવો તમારી સેક્સ લાઈફ મજેદાર

રોજીંદા જીવન માં યોગાસન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે આ વાત તો અપણે બધા જ જાણીએ છીએ, પણ શું તમે આ જનો છો કે આ જ યોગાસન થી તમને તમારી સેક્સ લાઈફ પણ મજેદાર બનાવી શકો છો. હંમે આ બ્લોગ માં એવા આસનો વિષે વાત કરવાના છીએ જે તમારી સેક્સ લાઈફ ને મજેદાર બનાવી દેશે.

how_to_improve_sex_life

હનુંમાનાસન

tfmSplit

આ માં તમારે તમારા પગને ૧૮૦ ડીગ્રી ખોલવાના હોય છે. આ આસન ખુબ જ અઘરું હોય છે તમારા થી એક બે દિવસ માં ના થઇ શકે તેના માટે તમને રોજ આસન કરવું જોઈએ. જયારે આ આસન તમારા થી થવા લાગે ત્યારે લગભગ ૩૦ સેકન્ડ્સ સુધી આ આસનની સ્થિતિ માં બેસવું પડે છે. પછી બંને હાથ ને નમસ્કાર ની મુદ્રા માં આકાશ ની તરફ ખેચવાના હોય છે. આ આસન કરવાથી સ્ત્રિયો ના યોનિમાર્ગ માં લોહી નું પરિભ્રમણ સારું થાય છે.

બટરફ્લાય પોઝ

1920x1080_butterfly_pose_baddha_konasana

આ આસન માટે જમીન પર બેસી બંને પગના પંજા ને એક બીજા સામે લાવી તેને બંને હાથથી શરીર તરફ ખેચવાના હોય છે. પછી તમારા બંન્ને ઘુટણ ને આ અવસ્થા માં ઉપર ની તરફ ઉઠાવી જમીન તરફ પાછા લઇ જવા શુરુઆત માં બંને ઘૂંટણ ને ધીમે ધીમે પતંગિયું ઉડતું હોય તેમ ઉપર નીચે કરો અને પછી ધીમે થી આની ઝડપ વધારો. આ આસન થી સેક્સ દરમિયાન થતી મસ્પેસીયો ને જકડામણ ધીમે ધીમે દુર થતી જાય છે.

પર્વતારોહણ પોઝ

how-to-do-mountain-climber-exercises

આ આસન માં તમને પેહલા છાતી ના ભાગે સુઈ બંને હાથ અને પગ ની મદદથી ઊંચા થાવ. હવે તામાર એક પગને હાથની કોણી તરફ લાવો. હવ તે પગને પાછુ જમીન પર મૂકી હવે બીજા પગને પણ આ રીતે જ કોણી તરફ લઇ જાઓ. આ આસન થી શરીર માં લોહીનું પરિભ્રમણ સારી રીતે થશે અને ગુપ્તાંગના મશલ્સમાં પણ મજબૂતી આવશે.

ભૂંજગાસન

Poorna Bhujangasana - Sneha Kothawade - Awaken Yog

આમાં તમે પેહલા છાતી ના ભાગે જમીન પર સુઈ જાઓ. પછી હાથ ને કમર ની તરફ લાવી માથા ને આકાશ ની તરફ ખેચો. માથા ને ઉપર તરફ લીધા પછી પગના પંજા ને માથા સાથે અડાડવાની કોશિશ કરો. જો તમને ગરદન ની તકલીફ હોય તો આ આસન માં તમારે કાળજી રાખી જરુરી છે. આસન દરમિયાન પગ ઘુટણ માંથી વળવા જોય્યે અને હાથ કોણીમાંથી વળે નથી તેનું ધ્યાન રાખવું પડે છે.

કર્ણપીડાસન

karnapidasana

આ આસન માં પેહલા તમે જમીન પર ચત્તા સુઈ જાઓ. પછી પગને ધીમે ધીમે ઉઠાવી માથા તરફ લઇ જાઓ આ પ્રક્રિયા દરમિયાન તમારું માંથી અને હાથ જમીન પરથી ઉપર ઉઠવા ણા જોઈએ. પેહલી વાર માં આ આસન પૂર્ણ નહિ થાય માટે દરરોજ આ આસન પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. આ આસન થી તમારી સેકસ લાઈફ માં હકારાત્મક અસર જોવા મળશે.

તો આ હતા અમુક આસનો જે તમારી સેક્સ લાઈફ ને મજેદાર અને લાંબી બનાવવા માં માંદારૂપ થશે. સેક્સ પણ એક પ્રકારની કસરત છે ત્યારે તેમાં પણ ઉર્જા અને સ્ટેમિનાની જરૂર હોય છે જે આ આસનોથી તમને મળશે. વધુ જાણકારીયો માટે વાચતા રહો જાણવા જેવું બ્લોગ.

Comments

comments


12,791 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 8