આ યુવકે બનાવ્યું ઇન્સ્ટાગ્રામ, પહેલા તેનું નામ ‘બર્બન’ રાખ્યું હતું

Instagrama the youth had prepared, before the name 'Burban' named

ઇન્સ્ટાગ્રામ હાલમાં સૌથી ખ્યાતનામ સોશિયલ નેટવર્કમાંથી એક છે. હાલમાં જ ઇન્સ્ટાગ્રામે મોટી તસવીરો સાથે રી ડિઝાઇન વેબસાઈટ લોન્ચ કરી છે. પોટો શેરિંગ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામએ એપડેટેડ વેબસાઇટ લુક અપનાવ્યો છે. નવી વેબસાઇટ સ્પષ્ટ અને પહેલા કરતાં વધુ ઝડપી છે. પરંતુ, શું તમે જાણો છો કે ઇન્સ્ટરાગ્રામની સફર કેવી રીતે શરૂ થઈ, કોણે તેને બનાવી અને કેવી રીતે તે લોકપ્રિય સોશિયલ નેટવર્ક બન્યું. આજે Janvajevu તમને ઇન્સ્ટાગ્રામ કેવી રીતે બન્યું અને તેને બનાવનાર વ્યક્તિની રોચક કહાની જણાવી રહ્યું છે. વગર કોઈ પ્રોફેશનલ ડિગ્રીએ આ વ્યક્તિએ આટલી મોટું સોશિયલ નેટવર્ક ઉભું કરી દીધું.

શું છે ઇન્સ્ટાગ્રામ

ઇન્સ્ટાગ્રામ એક ફોટો શેરિંગ સોશિયલ પ્લેટફોર્મ છે. તેને ફેસબુક ઓપરેટ કરે છે. વર્ષ 2012માં ફેસબુકે તેને કેવિન સિસ્ટ્રામ નામની વ્યક્તિ પાસેથી 100 કરોડ ડોલરમાં ખરીદી લીધી હતી. આ ડીલને તે સમયે બિગ ડીલ નામ આપવામાં આવ્યું હતું. આ ઇન્ટરનેટની દુનિયાની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ હતી.

બર્બન નામથી શરૂ થઈ હતી ઇન્સ્ટાગ્રામ

ઇન્સ્ટાગ્રામ વર્ચ્યુઅલ વર્લ્ડમાં ઘણું લોકપ્રિય નામમાંથી એક છે. પરંતુ, ઓછા લોકો એ જાણે છે કે ઇન્સ્ટાગ્રામનું પહેલા નામ બર્બન હતું. અમેરિકન કંપની નેક્સ્ટસ્ટોપમાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરનાર કેવિન સિસ્ટ્રોમે તેને બનાવી હતી. તેમની પાસે ન તો કોઈ પ્રોફેશનલ ડિગ્રી હતી અને ન તેઓ કોમ્પ્યુટર એપ્લીકેશન વિશે કોઈ વધુ જાણકારી ધરાવતા હતા. પરંતુ, શીખવાની ધગસે તેમને વિશ્વના વિખ્યાત અને ધનવાન વ્યક્તિઓમાં સામેલ કરી દીધા. આજે ઇન્સ્ટાગ્રામને સૌથી લોકપ્રિય સોશિયલ નેટવર્કના નામથી ઓળખવામાં આવે છે.

Instagrama the youth had prepared, before the name 'Burban' named

કોમ્પ્યૂટર પ્રોગ્રામિંગ શીખી અને બનાવ્યું ઇન્સ્ટાગ્રામ

કેવિન સિસ્ટ્રોમ મોટે ભાગે નવરાશના સમયે અન્ય કરતાં કંઈક અલગ શીખવાનો પ્રયત્ન કરતાં હતા. રાતના સમયે તેઓ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખતા હતા. ધીમે ધીમે પ્રોગ્રામિંગ શીખવાની સાથે તેમણે ખુદ કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવવાનું શરૂ કર્યું. થોડા સમય બાદ તેમણે બર્બન નામથી એક કોમ્પ્યુટર પ્રોગ્રામ તૈયાર કર્યો. આ રીતે ઇન્સ્ટાગ્રામ બનવાની શરૂઆત થઈ.

બર્બનમાં કરતાં રહ્યા સુધારા

સમય વીતવાની સાથે સાથે કેવિન બર્બનમાં સુધારા કરતા રહ્યા. તેમણે બર્બનને લોકપ્રિય બનાવવા માટે તેનું બ્રાન્ડિંગ ખુદ જ શરૂ કર્યું. મિત્રો સાથે મળીને તેઓ પાર્ટિઓમાં જઇને પોતાના આ પ્લેટફોર્મ વિશે લોકોને જણાવવા લાગ્યા. આખરે તેમણે પોતાના આ પ્લેટફોર્મને વિશ્વ સુધી પહોંચાડવા માટે બેસલાઇન અને એન્ડરસન હર્વિત્ઝ નામની કંપનીઓ સાથે હાથ મિલાવ્યા. આ કંપનીઓએ બર્બનમાં લગભગ 5 લાખ ડોલરનું રોકાણ કર્યું.

માઇક ક્રિગરની સાથે મળીને કામ આગળ વધાર્યું

કંપનીમાં રોકાણ મળ્યા બાદ કેવિનને માઇક ક્રિગરની સાથે મળીને તેને આગળ વધારવાનું શરૂ કર્યું. માઇક ક્રીગર, એ દિવસોમાં નોકરી છોડીને કંઈક નવી યોજના કરી રહ્યા હતા. માઇક અને કેવિન એક બીજાના જૂના મિત્રો હતા, માટે બન્નેને સાથે મળીને કામ કરવામાં કોઈ મુશ્કેલી ન હતી. કેવિન અને માઇકની સાથે મલીને ઇન્સ્ટાગ્રામના વિસ્તરણને લઇને નવી રણનીતિ પર કામ કરવાનું શરૂ કર્યું. આખરે બન્ને બર્બનને એચટીએમએલ-5 દ્વારા મોબાઇલ એપ્લીકેશનનું રૂપ આપ્યું.

પછી બનાવ્યું સોશિયલ નેટવર્ક

મોબાઇલ માટે બર્બન એપ્લીકેશન બનાવ્યા બાદ બન્નેએ તેને આગળ વધારવાની યોજના બનાવી. આ એવો સમય હતો જ્યારે કેમેરાવાળા મોબાઇલની માગ બજારમાં ઝડપથી વધી રહી હતી. બર્બનનો ઉપયોગ કરનારા લોકો મોબાઇલથી ફોટો ખેંચીને ઇન્ટરનેટ પર સીધા નાંખી શકતા હતા. બન્નેએ મળીને પ્લેટફોર્મને એવું રૂપ આપ્યું અને તેને વેબસાઇટની જેમ ડિઝાઇન કરવામાં આવી. અહીં જ શરૂ થઈ બર્બનની સફળતાની કહાની.

Instagrama the youth had prepared, before the name 'Burban' named

આ રીતે બન્યું ઇન્સ્ટાગ્રામ

ફોટો શેરિંગની વાતથી ઉત્સાહિત થઈને કેવિન અને ક્રિગરે તેને માત્ર તસવીરો શેર કરવા માટેનું પ્લેટફોર્મ બનાવ્યું. બન્નેએ તેને યૂઝર ફ્રેન્ડલી બનાવીને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એક સમય એવો આવ્યો કે જ્યારે બર્બનમાં માત્ર ત્રણ જ ઓપ્શન આપવામાં આવ્યા. તેમાં ફોટો-શેરિંગ, કમેન્ટ્સ અને લાઇકના વિકલ્પ આપવામાં આવ્યા. ત્યાર બાદ બર્બનને નામ આપવામાં આવ્યું ઇન્સ્ટાગ્રામ.

2010માં થઈ ઇન્સ્ટાગ્રામની એન્ટ્રી

6 ઓક્ટોબર 2010માં ઇન્સ્ટાગ્રામે પ્રથમ વખત ઇન્ટરનેટની દુનિયામાં પગલું માંડ્યું. તેને એપ સ્ટોરમાં મુકવામાં આવી. ત્રણ મહિનાથી ઓછા સમયમાં 10 લાખ કરતાં પણ વધુ યુઝર્સે તેને ઇન્સ્ટોલ કરી. ત્યાર બાદ ઇન્સ્ટાગ્રામને એન્ડ્રોઈડ ફોન માટે લોન્ચ કરવામાં આવી. આમ કરવા પર યૂઝર્સની સંખ્યા ઝડપથી વધી ગઈ. એક દિવસમાં રેકોર્ડ 10 લાખ લોકેએ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

આ રીતે ફેસબુકે કહ્યું અધિગ્રહણ

ઇન્સ્ટાગ્રામની વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે તેને ખરીદવાનું મન બનાવ્યું અને 2012માં ઇન્સ્ટાગ્રામ ખરીદીને ઇન્ટરનેટની સૌથી મોટી ડીલ કરી. ફેસબુકે તેને કેવિન સિસ્ટ્રામ પાસેથી 100 કરોડ ડોલરમાં તેને ખરીદી હતી. આ ડીલને બિગ ડિલનું નામ આપવામાં આવ્યું.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,372 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 7 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>