હિંદુ ઘર્મમાં દેવી-દેવતાઓનું પૂજન કરવામાં આવે છે. સામાન્ય રીતે મંદિરોમાં નારિયેળ, સાકાર, માખણ કે મીઠાઈની પ્રસાદીઓ આપવામાં આવે છે. પરંતુ ભારતના અમુક મંદિરો એવા છે જેમણે પોતાના અલગ પ્રસાદને કારણે ભારત ઉપરાંત વિશ્વમાં પહેચાન બનાવી છે.
ભારતના અમુક મંદિરોમાં એવો પ્રસાદ આપે છે કે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. અમે અત્યાર સુધી તમને એવા ઘણા બધા મંદિરો વિષે જણાવ્યું છે જેમાં પ્રસાદ તરીકે સીડી-ડીવીડીનું વિતરણ કરવામાં આવે, ઉંદરો દ્વારા એઠો કરેલ પ્રસાદ આપવામાં આવે તો વળી અમુક જગ્યાએ દેવ-દેવીઓને ચોકલેટ અર્પણ કરવામાં આવે.
આજે અમે તમને એવા મંદિરના પ્રસાદ વિષે જણાવવાના છીએ જ્યાંના મંદિરમાં દુનિયાથી કઈક હટકે પ્રસાદ આપવામાં આવે છે.
ખરેખર, આ મંદિર કોલકાતામાં આવેલ છે, જ્યાં દેવીને ‘નુડલ્સ’ નો પ્રસાદ આપવામાં આવે છે. કોલકાતાના આ મંદિરમાં ચાઈનીઝ પ્રસાદ આપવામાં આવે છે. આ મંદિર માં કાલી ને સમર્પિત કરે છે. અહીના દેવીને નુડલ્સ અને મોમોઝ નો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.
આ મંદિર કોલકાતાના ટંગરા વિસ્તારમાં સ્થિત છે. આને લોકો ‘ચાઇનીઝ કાલી મંદિર‘ પણ કહે છે. આ ઉપરાંત ઘણા લોકો આ મંદિરને ‘ચાઈનાટાઉન’ તરીકે પણ જાણે છે.
પોતાના અનોખા પ્રસાદને કારણે આ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિરમાં આવતા ભક્તો માંથી મોટાભાગના લોકો ચીનના હોય છે. આ મંદિરના બધી કાષ્ટના લોકો જઈ શકે છે. અહી મોટાભાગે બુદ્ધ અને ઈસાઈ ઘર્મના લોકો દર્શનાર્થે આવે છે.
આ મંદિર પાછળ એક કહાની પણ પ્રચલિત છે. અહી એક વૃક્ષ નીચે માં ની પ્રતિમા હતી. એકવાર કોઈક ચીની પરિવાર માંથી એક બાળક બીમાર પડ્યું. લોકોએ માં પાસે મન્નત માંગી. જેથી તે બાળક સારું થયું. આ ચીની લોકો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે. ત્યારબાદ તે લોકોએ આ ચીની મંદિરનું નિર્માણ કરાવ્યું. બસ, ત્યારથી જ આ મંદિરનું નામ ચીની મંદિર પડી ગયું.
આ મંદિરમાં દેવીને ચોખા, નુડલ્સ, મોમોઝ, ચોપસુઈ અને શાકભાજીના વ્યંજન અહીનો મુખ્ય પ્રસાદ છે.