આ મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવે છે ચોકલેટ નો ભોગ! અચૂક જાણો

CKw5djIVEAAR169

ભારતમાં ભગવાન ના અનેક મંદિરો એવા છે જે પોતાનો વિશેષ પ્રસાદ અને ઈતિહાસ માટે પ્રસિદ્ધ છે. સામાન્ય રીતે લોકો મંદિરમાં ઇષ્ટદેવ ને ફળ, ફૂલો, દીપ અને ચંદન ચઢાવતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવા મંદિર ની કલ્પના કરી છે જ્યાં ફૂલો, ચૂંદડી, નાળિયેર અને પ્રસાદ થી હટીને ચોકલેટ ચઢાવવામાં આવે. આ સંભાળવામાં થોડું અજીબ લાગે છે પણ, આપણા દેશમાં એક એવું મદિર છે જ્યાં ભગવાનને ચોકલેટ નો ભોગ ચઢાવવામાં આવે છે.

આ મંદિર નું નામ ‘કેથન પલાણી બાળાસુબ્રમણ્યમ મંદિર’ છે, જે કેરલ રાજ્ય ના અલપ્પુઝા માં આવેલ છે. આ મંદિર માં પ્રભુ મુરુગન ને ચોકલેટ ચઢાવવામાં આવે છે. આ મંદિર પ્રભુના અનોખા પ્રસાદ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં પ્રભુ મુરુગન ને ડાર્ક ચોકલેટ અર્પણ કર્યા બાદ તે પ્રસાદ ભક્તોને વહેચવામાં આવે છે. મુરુગન, કાર્તિકેય અથવા બ્રમણ્યમ એ ભગવાન શિવના પુત્રનું નામ છે.

અહી દરેક ધર્મના લોકો ભગવાન મુરુગન ના આશીર્વાદ લેવા આવે છે અને સાથે લાવે છે ઘણી બધી ચોકલેટ્સ. અહી લોકો પ્રાર્થના કરવાની સાથે જ ડબ્બા ભરીને ચોકલેટ પ્રભુને ગ્રહણ કરે છે અને જયારે પોતાની મનોકામના પૂરી થાય ત્યારે પણ ચોકલેટ નો જ ભોગ ચઢાવે છે.

અલપ્પુઝા શહેરના બાહ્ય હિસ્સામાં બનેલ આ મંદિર સ્થાનીય લોકો વચ્ચે ‘મંચ મુરુગન’ ના નામથી ઓળખાય છે.

મંદિરના મેનેજર ડો રાધાક્રિષ્ણન જણાવે છે કે, મંદિરમાં ચોકલેટ ચઢાવવા નો રીવાજ ક્યારે શરુ થયો એ કોઈને ખબર નથી. મંદિર માં દરરોજ અનેક ભક્તો મન્નત માંગવા આવે છે અને ચોકલેટ લાવે છે. જયારે પરીક્ષા હોય તે સમયે મંદિરમાં બાળકોની ભીડ ખુબ વધી જાય છે. મંદિરની અન્ય ધાર્મિક વિધિઓ માં પણ ચોકલેટ નો ઉપયોગ કરવામાં આવે છે. વિદેશી પ્રવાસીઓ અને અન્ય રાજ્યો માંથી આવેલ લોકો પણ ડબ્બા ભરીને ચોકલેટ લાવે છે. સામાન્ય રીતે આ રીવાજ નવાઈ પમાડે તેવો છે કારણકે ભારતના અન્ય મંદિરોમાં આવું જોવા નથી મળતું.

શરૂઆતમાં ફક્ત બાળકો જ બાળ મુરુગન ને ચોકલેટ અર્પણ કરતા હતા. પરંતુ હવે હર ઉમરમાં લોકો ભગવાનને ચોકલેટ ચઢાવે છે.

40445775

prasad3_932015

munch murugan 2_1

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,762 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 81

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>