ભારતમાં એવા ઘણા બધા મંદિરો છે જે પોતાના ઈતિહાસ અને અજીબ વસ્તુઓ માટે પ્રખ્યાત છે. સામાન્ય રીતે લોકો મંદિરમાં જતા પૂજા કરતી વેળાએ ફળ, ફૂલ, દીપ અને ચંદન અર્પણ કરતા હોય છે. પરંતુ, શું તમે એવા મંદિર વિષે જાણ્યું છે જ્યાં પથ્થર બાંધવાથી લોકોની મનોકામનાઓ પૂરી થાય? આ સાંભળવામાં થોડું અટપટું લાગે પણ આ સત્ય છે.
આ મંદિરનું નામ છિન્નમસ્તીકા મંદિર છે, જે ઝારખંડના રામગઢમાં આવેલ છે. આ મંદિરમાં લોકો પોતાની મન્નત પૂરી કરવા માટે અહી સ્થિત વૃક્ષ પર પથ્થર બાંધે છે. દેવી છિન્નમસ્તીકાનું આ મંદિર રામગઢ જીલ્લાના રજપ્પા માં આવેલ છે. રજપ્પામાં આ મંદિર અને ભૈરવી દામોદર નદીના સંગમની નજીક છે.
આ ભારતના સૌથી પ્રાચીન મંદિરો માંથી એક છે. આસામ સ્થિત માં કામાખ્યા મંદિર પછી આ બીજા નંબરનું સૌથી શક્તિશાળી મંદિર છે. આ મંદિરમાં લગ્ન આદિ પણ કરાવવામાં આવે છે. માન્યતા અનુસાર અહી વૃક્ષ પર પથ્થર અર્પણ કરવાથી દેવી પ્રસન્ન થાય છે.
આ મંદિર ‘પથ્થરો વાળી માતા’ ના નામે પ્રખ્યાત છે. પથ્થર વાળું વૃક્ષ આ મંદિરમાં જ સ્થિત છે. આ મંદિરમાં પથ્થર બાંધવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ મંદિરમાં શિવ નું પણ મંદિર છે. આ મંદિરમાં છિન્નમસ્તીકા દેવીની અનોખી મૂર્તિ સ્થાપિત છે. દુનિયાનું સૌથી શક્તિશાળી મંદિર હોવાને કારણે શક્તિપથ ના રૂપમાં આ મંદિર ખુબ લોકપ્રિય છે. અહી દેશ-વિદેશથી પર્યટકો દર્શનાર્થે આવે છે.
અહી મહાકાલી મંદિર, સૂર્ય મંદિર, દસ મહાવિદ્યા મંદિર, બાબા ધામ મંદિર, બજરંગબલી મંદિર, શિવ મંદિર અને વિરાટ રૂપ મંદિરના નામે કુલ ૭ મંદિરો છે. અહી મંદિરની ઉત્તર દિવાલની સાથે એક શીલા ખંડ પર દક્ષિણની બાજુ મુખ રાખેલ માતા છિન્નમસ્તીકે ના દિવ્ય રૂપ અંકિત છે. અહી વૃક્ષ પર પથ્થર બાંધીને લોકો પોતાની મનોકામના પૂરી કરે છે.
લોકો અનુસાર આ મંદિરનું નિર્માણ 6,000 વર્ષ પહેલાં થયું હતું તો કોઈ આને મહાભારત ના યુગનું માને છે. આ મંદિરનો મુખ્યદ્વાર પૂર્વ મુખી છે. મંદિરની સામે ‘બલી’ નું સ્થાન છે. આ બલી સ્થાને દરરોજ લગભગ 100-200 બકરાની બલી ચઢાવવામાં આવે છે. આના પશ્ચિમ ભાગમાં ભંડારગૃહ છે.