એક નજર હમારી અધુરી કહાની ના શૂટિંગ લોકેશન્સ પર

The magnificent locations to shoot the 'Hamari Adhuri. .. My Take a stroll

આજે મોહીત સુરીની ‘હમારી અધુરી કહાની’ રીલિઝ થઈ છે. ભારતની પૃષ્ઠ ભૂમિ પર આધારિત આ ફિલ્મમાં વિદ્યાએ વસુધાની ભૂમિકા નિભાવી છે.આથી લોકેશનની દ્રષ્ટીએ શરૂઆતમાં ફિલ્મ કદાચ તમને આકર્ષિત નહીં કરે.ત્યાર બાદ શાનદાર લોકેશન્સ દર્શકો પર ભૂરકી છાંટશે.

સુત્રો મુજબ, ફિલ્મનો મોટો ભાગ મિડલ ઈસ્ટમાં શૂટ થયો છે-દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, ધી મરીના, લોંગેસ્ટ હાઈવે, ધી બિઝનેસ હબથી લઈને બજારો અને ડેઝર્ટ રિઝોર્ટ્સ સુધી.

Janvajevu.com તમને મિડલ ઈસ્ટ 10 શાનદાર લોકેશન્સની એક ઝલક બતાવી રહ્યું છે.

દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ

The magnificent locations to shoot the 'Hamari Adhuri. .. My Take a stroll

7,200 એકર્સમાં ફેલાયેલું દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી વ્યસ્ત અને સૌથી મોટું એરપોર્ટ છે.આથી ફિલ્મ મેકર્સ માટે તે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

‘હમારી અધુરી કહાની’માં વિદ્યા દુબઈ એરપોર્ટ પર જોવા મળે છે, આ સીન અહીં જ શૂટ કરવામાં આવ્યો છે.

શેખ ઝાયેદ રોડ

The magnificent locations to shoot the 'Hamari Adhuri. .. My Take a stroll

આ રોડ એમિરેટ્સનો સૌથી લાંબો રોડ છે.તે દુબઈમાંથી પસાર થઈ અબુધાબીથી ઓમાન સુધી લંબાયેલો છે.આ રોડથી મિડલ ઈસ્ટનો નજાર જ કંઈક અલગ આવે છે.

બિઝનેસ બે

The magnificent locations to shoot the 'Hamari Adhuri. .. My Take a stroll

બિઝનેસ બેને આ પ્રદેશની બિઝનેસ રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. બિઝનેસ બે દુબઈનું સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટ છે.તે 6,40,00,000 સ્ક્વેર ફિટમાં ફેલાયેલુ છે.તેમાં 240 બિલ્ડીંગ્સ છે.જેમાં કમર્શિયલથી લઈને રેસિડેન્શિયલ ઈમારતો સામેલ છે.

હેરિટેજ વિલેજ

The magnificent locations to shoot the 'Hamari Adhuri. .. My Take a stroll

દુબઈના ઐતિહાસિક વિસ્તાર અલ શિંદાઘામાં આવેલા હેરિટેજ વિલેજનું 1997માં નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વિલેજ હેરિટેજ ઈવેન્ટ્સ માટે તૈયાર કરાયુ હતું અને યુએઈ માં તે પરંપરાગત જીવનની જીવંત ઈમેજ રજૂ કરે છે.તે વન્ય, મરીન અને પર્વતીય જીવનને રિપ્રેઝેન્ટ કરે છે.આ સિવાય તેમાં જુના ઘરો, હેન્ડીક્રાફ્ટ્સ અને જીવન વ્યવસ્થાને તાદ્રશ કરે છે.

દુબઈ મરીના

The magnificent locations to shoot the 'Hamari Adhuri. .. My Take a stroll

દુબઈ મરીના એક આર્ટીફિશીયલ કેનાલ છે,તે પર્શિયન ગલ્ફની શોરલાઈન સાથે લંબાયેલી છે. આ વિસ્તારમાં રેસિડેન્સિયલ ટાવર્સ, મોલ્સ અને જાહેર સ્થળો છે. દુબઈ મરીના કેનેડાના વાનકૌવરના કોનકોર્ડ પેસિફિક પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યું છે.

પામ જુમૈરાહ

The magnificent locations to shoot the 'Hamari Adhuri. .. My Take a stroll

પામ જુમૈરાહ ભૂમિ સુધારણા માટે બનાવવામાં આવેલું દ્વીપ સમૂહ છે. તે ત્રણ આઈલેન્ડમાનું એક છે,જેને પામ આઈલેન્ડ- પામ જુમૈરાહ, પામ જેબેલ અલી-પામ દેઈરા કહેવામાં આવે છે.પામ જુમૈરાહમાં અનેક હોટલ્સ, રિઝોર્ટ અને રેસિડન્સ આવેલા છે. જેમાં શાહરૂખ ખાનની રેસિડેન્શિયલ પ્રોપર્ટી પણ આવેલી છે.

મીના બઝાર

The magnificent locations to shoot the 'Hamari Adhuri. .. My Take a stroll

ફેરિયાઓના અવાજથી ગુંજતી આ બઝારમાં ઈલેક્ટ્રોનિક્સ, સોનાના આભૂષણો, લેડી હેન્ડબેગ્સ અને વોચિસ વગેરે જેવી અનેક વસ્તુઓ વિશાળ રેન્જમાં ઉપલબ્ધ છે.આ બઝાર તમને ટીપીકલ ભારતીય માર્કેટ્સનો અહેસાસ કરાવે છે.

ડાવ ક્રુઝ , દુબઈ ક્રીક

The magnificent locations to shoot the 'Hamari Adhuri. .. My Take a stroll

Dhow ક્રુઝ લાઈનર છે. તે ખાડીમાં નૌકા વિહાર કરાવે છે.

અબુ ધાબીની કસ્ર અલ સર્બ ડેઝર્ટ રિઝોર્ટ

The magnificent locations to shoot the 'Hamari Adhuri. .. My Take a stroll

આ ડેઝર્ટ રિઝોર્ટ રુબઅલખલીમાં આવેલો છે.આ ડેઝર્ટ વિશ્વનું સૌથી મોટું રેતાળ રણ છે. જે ફિલ્મ શૂટ માટે એકદમ ફિટ છે.

મિરેકલ ગાર્ડન

The magnificent locations to shoot the 'Hamari Adhuri. .. My Take a stroll

આ મિરેકલ ગાર્ડન અનેક એકર્સમાં ફેલાયેલો છે.મિરેકલ ગાર્ડનના હાઉસિસમાં રંગીન ફુલો ઉગાડવામાં આવ્યા છે.જેના સ્ટ્રક્ચર્સ કાર્સ અને હાઉસિસ ફુલોથી બનેલા છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

3,908 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 × 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>