આ પ્રકારના વિજ્ઞાપનોમાં કામ નહિ કરે મલાઈકા અરોરા

Bollywood-Muny-Malaika-Arora-Khan-is-not-going-to-do-any-add-on-Wine-Cigarettes-and-Creams

બોલીવુડની અનારકલી જે રીતે પોતાના આઈટમ સોન્ગ્સમાં ધમાલ મચાવે છે તેવી જ રીતે જાહેરાતો કરવામાં પણ ઘમાલ કરે છે. બી ટાઉનના સેલેબ્સ જાહેરાતો કરતા હોય છે જેમાંથી અમુક પ્રોડક્ટ્સનો લોકો વિરોધ કરે છે. એવામાં અભિનેત્રી મલાઈકા અરોરાનું જણાવવું છે કે તે હંમેશાં એ જ જાહેરાતો કરવાનું પસંદ કરે છે જેમાં તેને અનુકૂળતા હોય.

તેનું કહેવું છે કે તે દારૂ, સિગારેટ અથવા ગોરા થવાના ઉત્પાદનોની જાહેરાત નહિ કરે. કારણકે તે આ ઉત્પાદનોને યોગ્ય નથી માનતી. જોકે, ફિલ્મી સિતારાઓ ફિલ્મો કરવા સિવાય વિજ્ઞાપનો કરવામાં પણ પાછળ નથી.

મલાઈકા એ આવું એક લિંગરી બ્રાન્ડ ‘અમાંતે’ ના કાર્યક્રમ દરમિયાન જયારે ઉત્તરપ્રદેશ ગઈ હતી ત્યારે કહ્યું હતું. જ્યારે મલાઈકાને પૂછવામાં આવ્યું કે તમે કયા આધારે કોઈક વિજ્ઞાપન બ્રાંડને પસંદ કરો છો ત્યારે તેણીએ કહ્યું કે, ‘મને લાગે છે કે કોઈ પણ જાહેરાત કરતા પહેલા તે જાહેરાતને ઘ્યાનથી સમજવી જરૂરી છે.

અભિનેત્રી રંગ ગોરો કરવાની જાહેરાતથી પણ દુર રહે છે તેના અનુસાર આ વિજ્ઞાપન કરવું યોગ્ય નથી. તેથી તેને આ જાહેરાત કરવાનું કહેવામાં આવે તો તે નહી કરે. તે લિંગરી બ્રાન્ડ ને એટલા માટે એન્ડોર્સ કરે છે કારણકે તે તેની લાઈફનો એક ભાગ છે. તમને જણાવી દઈએ કે પાછલા કેટલાક મહિનાઓથી પોતાનો પતિ અરબાઝ ખાન સાથે ડિવોર્સના કારણે મલાઈકા ટીવીમાં હેડલાઈન રહી હતી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,993 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>