આ પોપ્યુલર શોર્ટકટ કીઝ નો ઉપયોગ કરતા, ઈંટરનેટનો ઉપયોગ તમારા માટે સરળ બની જશે

macbook-keyboard

મોટાભાગના લોકો જયારે કોમ્પ્યુટરનો યુઝ કરે છે ત્યારે પૂરો સમય માઉસનો જ ઉપયોગ કરે છે, જોકે કોમ્પ્યુટરમાં એવી ધણી બધી શોર્ટકટ કીઝ હોય છે જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આજે અમે તમને જે શોર્ટકટ કીઝ વિષે જણાવવાના છીએ તેમાંથી લગભગ મોટાભાગની શોર્ટકટ કીઝ બધા ઈન્ટરનેટ બ્રાઉઝર પર કામ કરતી હોય છે.

અમુક Short Keys ઈન્ટરનેટ એક્સપ્લોરર, ક્રોમ, મોઝિલા અને ફાયરફોક્સ માં અલગ અલગ રીતે કામ કરે છે. તો ચાલો જાણીએ Short Keys વિષે…

૧) – Ctrl+1 : (1 થી 8 સુધીના બધા નંબર કામ કરે છે) – આ શૉર્ટકટ ની મદદથી તમે બ્રાઉઝરમાં ઓપન ટૅબ્સની વચ્ચે શફલ કરી શકો છો. Ctrl ની સાથે જે પણ નંબર દબાવશો તે ટેબ ખુલી જશે.

૨) – Ctrl+9 : કોઈ પર બ્રાઉઝરમાં ઓપન છેલ્લી ટેબમાં જવા માટે

૩) – Ctrl+Tab : જે ટેબ પર તમે છો તેની આગલી ટેબ પણ જવા માટે આના સિવાય Ctrl+Page Up નો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ, આ Short Key ઈન્ટરનેટ એક્સપ્લોરર પર કામ નહિ કરે.

૪) – Ctrl+Shift+Tab : જે ટેબ પર તમે છો તેની આગળની ટેબ પર જવા માટે.

૫) – Ctrl+W કે Ctrl+F4 : બધી ટેબ્સને બંધ કરવા માટે.

૬) – Ctrl+Shift+T : ભૂલથી બંધ થઇ ગયેલ ટેબને ફરી ખોલવા માટે.

૭) – Ctrl+T : નવી ટેબને ખોલવા માટે.

૮) – Ctrl+N : નવો બ્રાઉઝર વિન્ડો ખોલવા માટે.

૯) – Alt+F4 : બ્રાઉઝરને બંધ કરવા માટે

૧૦) – Alt+Right Arrow, Shift+Backspace : ઑનલાઇન વિડિઓને ફોરવર્ડ કરવા માટે.

૧૧) – Ctrl+Left Click, Middle Click : બેકગ્રાઉન્ડમાં રહેલ કોઇપણ લીંકને બીજી ટેબમાં ખોલવા માટે.

૧૨) – Shift+Left Click : કોઇપણ લિંકને બીજા બ્રાઉઝર વિન્ડોમાં ઓપન કરવા

૧૩) – Alt+space : મેન મેનુ ખોલવા માટે.

૧૪) – Middle Click a Tab : (કોઈપણ ટેબની ઉપર જઈને માઉસથી મિડિલ ક્લિક કરવાથી) ટેબને બંધ કરવા માટે

૧૫) – F5 : પેજને રીલોડ કરવા માટે.

fotolia_24293596_subscription_l

૧૬) – Esc : બંધ કરવા માટે.

૧૭) – Alt+Home : બ્રાઉઝરનું હોમ પેજ લોડ કરવા માટે.

૧૮) – Ctrl અને + : ઝૂમ ઇન (પેજના કન્ટેન્ટને ઝૂમ કરવા માટે)

૧૯) – Ctrl અને - : ઝૂમ આઉટ

૨૦) – Ctrl+0 : પેજને ડિફૉલ્ટ ઝૂમ કરવા

૨૧) – F11 :- ફૂલ સ્ક્રિન મોડ પર લઇ જવા માટે.

૨૨) – સ્પેસબાર કે પેજ ડાઉન બટન : (Space, Page Down) વેબ પેજને સ્ક્રોલ ડાઉન કરવા માટે

૨૩) – હોમ (Home) : વેબપેજ પર સૌથી ઉપર જવા માટે.

૨૪) – એન્ડ (End) : વેબપેજમાં સૌથી નીચે જવા માટે.

૨૫) – Ctrl+Enter : એડ્રેસ બારમાં કોઇપણ શબ્દ ટાઈપ કર્યા બાદ જો Ctrl+Enter દબાવવામાં આવે તો બ્રાઉઝર પર આપમેળે તે શબ્દની સામે www. અને છેલ્લે .com આવી જશે.

૨૬) – Alt+Enter : એડ્રેસ બારમાં ટાઈપ કરવામાં આવેલ લીંકને બીજી ટેબમાં ઓપન કરવા માટે.

૨૭) – Ctrl+F, F3 : વેબપેજમાં સર્ચ બોક્સ ખોલવા માટે.

૨૮) – Ctrl+H : બ્રાઉઝિંગ હિસ્ટ્રી ખોલવા માટે.

૨૯) – Ctrl+J : ડાઉનલોડ હિસ્ટ્રી ખોલવા માટે.

૩૦) – Ctrl+D : જે વેબસાઇટને ખોલેલ છે તેને બુકમાર્ક કરવા માટે.

૩૧) – Ctrl+Shift+Del : બ્રાઉઝિંગ હિસ્ટ્રી ડીલીટ કરવાનો વિન્ડો ખોલવા માટે.

૩૨) – Ctrl+S : ઓપન વેબપેજને કમ્પ્યુટરમાં સેવ કરવા માટે.

૩૩) – Ctrl+O : તમારા કમ્પ્યુટરમાં સેવ કરેલ કોઇપણ ફાઇલોને ખોલવા માટે.

૩૪) – Ctrl+U : કોઇપણ વેબપેજના સોર્સ કોડને ખોલવા માટે. (આ શોર્ટકટ કી ઈન્ટરનેટ એક્સપ્લોરર પર કામ નથી કરતી)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,128 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>